શ્રી ગણેશાય નમઃ


પ્રિય મિત્રો,

૧૭ માર્ચ ૨૦૦૮ના આ બ્લોગની શરુઆત કરી હતી. ઘણો સમય ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા. તમારા બધાનો બહુ પ્રેમ મળ્યો. એક સમયે બ્લોગ સારી એવી રેંક પર પણ પહોચ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બ્લોગ બંધ રહ્યો. આજે ફરી એક વાર આ બ્લોગના શ્રી ગણેશાય નમઃ કરું છું.

આજે પહેલો દિવસ છે, બ્લોગ આજે જ સેટઅપ કર્યો છે. હાલ ડિફોલ્ટ થીમ સાથે કામ ચલાવું છું, આગળ જતાં સારો થીમ સેટ કરવાનો છે. જૂના બ્લોગનો ડેટા પણ મેળવવાનો છે. હું ગેરહાજર રહ્યો એ સમય દરમ્યાન બ્લોગ વિશ્વમાં કેટકેટલા બદલાવ થયા હશે. મારે જાણવાનું છે. તમને જણાવવાનું છે.  ઘણું બધું કામ કરવાનું છે. અને હવે શરુઆત થઈ ગઈ છે તો એક પછી એક પોસ્ટ આવતી રહેશે.

આજે સાંજે સંગીતમય સન્ડે વિભાગમાં એક ધૂન મૂકવાનો છું.

તો ચાલો, મળતા રહીશું.

– વિનય ખત્રી


2 responses to “શ્રી ગણેશાય નમઃ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *