Mar 192016
 

પ્રિય મિત્રો,

૭૨/૭૩/૭૪/૭૫/૭૬/૭૭/૭૮/૭૯/૩૬૬

હું દસેક દિવસ ભુજ જઈ આવ્યો અને સાથે લેપટોપ નહોતો લઈ ગયો એટલે થોડા દિવસ નિયમિત પોસ્ટ મૂકી શકાઈ નહીં.

બે દિવસ પહેલા ૧૭મીએ આ બ્લૉગે નવ વર્ષ પુર્ણ કરી દસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

નવ વર્ષ દરમ્યાન વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે, નવ વર્ષમાં મૂકાયેલી ૫૮૩ પોસ્ટને ૪,૫૨૪ પ્રતિભાવ મળ્યા છે અને તેથી જ આ મુકામે પહોંચી શકાયું છે. ખૂબ ખૂબ આભાર.

– વિનય ખત્રી

  4 Responses to “૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ”

  1. વિનયભાઈ,
    તમારું કાર્ય નેટજગતમાં એક વીશેષ પ્રકારનું રહ્યું છે. ખાંખાંખોળાં પણ બહુ ઉપયોગી સીદ્ધ સાબીત થયાં છે જેનો હું સાક્ષી છું. ઉપરાંત તમે અને મીત્રોએ (ને હવે તો તમે એકલાએ પણ) જે સર્વેક્ષણો કર્યાં છે તે માઇલસ્ટોનરુપ કાર્ય ગણાશે – ગણાવું જ રહ્યું.
    તમારી આ નવવર્ષયાત્રા નવ(લ)રુપો ધારણ કરતી જ રહે ને તમારા વાચકોની ચાહત તમારા ઉત્સાહને વધારતી જ રહે તેવી આશા રાખું છું. તમને સર્વ પ્રકારે સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવવાનો સંતોષ–આનંદ અનુભવું છું.

  2. સુંદર કાર્ય કરો છો.

  3. અઢળક અભીનન્દન…

Leave a Reply

%d bloggers like this: