Jan 122016
 

પ્રિય મિત્રો,

૧૨/૩૬૬

ચિત્ર શોધવા માટે હું ‘ગૂગલ ઈમેજ સર્ચ‘ અને ‘ટીનઆઈ‘ તે તમે મારો બ્લોગ વાંચતા હશો તો જાણતા જ હશો. તેમાં હવે ત્રીજા ટૂલનો ઉમેરો થયો છે – યાન્ડેક્ષ.

યાન્ડેક્ષ યુરોપની મોટી ઈન્ટરનેટ કંપની છે અને રસિયામાં પ્રચલિત સર્ચ એન્જિન છે.

ગૂગલ અને ટીનઆઈ વડે ધાર્યા પરિણામ ન મળે ત્યારે હું યાન્ડેક્ષને પણ કામે લગાડું છું.

ઈમેજ સર્ચ કેવી રીતે કામ કરે છે તે વિશે વિસ્તારથી ઉપર આપેલી લિન્ક પર સમજાવ્યું જ છે એટલે અહીં ફરીથી લખતો નથી. યાન્ડેક્ષ ઈમેજ સર્ચ કેવી રીતે કામ કરે છે તે યાન્ડેક્ષ ઈમેજ સર્ચ જાણી શકાય.

નેટ પર ફરતો ચાર છોકરીઓની સેલ્ફીવાળો ફોટો શોધવા માટે મેં નીચે દૃશાવ્યા પ્રમાણેના પગલાં લીધાં…

yandex_q

અને આ પરિણામ મળ્યું !

yandex_a

– વિનય ખત્રી

  5 Responses to “ચિત્ર શોધવાનો વધુ એક વિકલ્પ – યાન્ડેક્ષ”

  1. સરસ માહિતી આપી છે.
    યાનડેક્સ(ક્ષ) તો લોગ ઓન કર્યું. ટીનઆઈનું લોગ ઓન ન થઈ શક્યુ.

  2. વાહ ખુબ જ ઉપયોગી જાણકારી….

  3. આ માહિતી મને ખૂબ ગમી…. આભાર,

  4. Great

Leave a Reply

%d bloggers like this: