Mar 082013
 

પ્રિય મિત્રો,

આજે આઠ માર્ચ. આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ છે.

આજથી બરાબર ચાર વર્ષ પહેલાં ‘ગુજબ્લૉગ‘ નામનું ગૂગલ ગ્રૂપ બનાવ્યું હતું. ત્યારે મોટા ભાગે યાહુ ગ્રૂપ વધુ પ્રચલિત હતા પણ તેમાં ક્યારેક ગુજરાતી અક્ષરો બરાબર દેખાતા નહીં અને તેની જગ્યાએ ગરબડીયા (જન્ક) અક્ષરો દેખાતા. યાહુ ગ્રૂપમાં ગુજરાતીમાં મેઈલ મોકલીએ એટલે ‘એનકોડિંગ UTF-8’ કરજો એવી સૂચના પણ સાથે મૂકવી પડતી. ગૂગલ ગ્રૂપમાં આ સમસ્યા નહોતી. ગૂગલની લગભગ બધી જ સેવાઓ યુનિકોડ ફોન્ટ યોગ્ય રીતે દર્શાવવા માટે બનેલી હોય છે. આ વાતનો ફાયદો ધ્યાનમાં લઈ ગૂગલ પર ગુજરાતી બ્લૉગર્સ અને બ્લૉગ રીડર્સ ગ્રુપ, ટૂંકમાં ‘ગુજબ્લૉગ’ બનાવ્યું. આજે ‘ગુજબ્લોગ’ ગ્રૂપ ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેમાં ૧૧૮૦ સભ્યો જોડાયેલા છે.

‘ગુજબ્લોગ’ના સભ્ય gujblog@googlegroups.com પર એક ઈમેઈલ મોકલે એટલે ‘ગુજબ્લોગ’ના તમામ સભ્યોને મળી જાય એવી સાદી અને બહુ જ ઉપયોગી એવી ગોઠવણ સાથેના આ ગ્રૂપમાં સભ્ય્ને ઈમેઈલ મેળવાના કે ન મેળવવાના ચાર વિકલ્પ છે. ઈમેઈલ ઉપરાંત વેબપેજ વડે કે ફોરમ સ્વરૂપે આ ગ્રૂપ સાથે સંકળાયેલા રહી શકાય છે.

‘ગુજબ્લોગ’માં સભ્ય પોતાના બ્લોગ પર મૂકેલી પોસ્ટ વિશે સભ્યોને જાણ કરવાથી લઈને પોતાને નડતી કોઈ સમસ્યા માટે ગ્રૂપના સભ્યોની સલાહ લઈ શકે છે. અન્ય ગ્રૂપમાં શેરબજારની અને નોકરી (જોબ્સ) વિશેની જાહેરખબર મૂકવામાં આવે છે પણ ‘ગુજબ્લોગ’માં કોઈ પણ પ્રકારની જાહેરાતો સ્વીકારમાં આવતી નથી. ‘ગુજબ્લોગ’ પર સભ્યે જાતે લખેલી ઈમેઈલને પ્રધાન્ય આપવામાં આવે છે અને મોટાભાગે વગર વાંચ્યે ‘ફોર્વર્ડ’ થતી ફોર્વર્ડ મેઈલ્સને સ્વીકારવામાં આવતી નથી. ગુજરાતી સિવાયની અન્ય ભાષાની ઈમેઈલ્સ પણ સ્વીકારવામાં આવતી નથી.

‘ગુજબ્લોગ’માં મોટાભાગના સભ્યોની ઈમેઈલ આપમેળે અને તરત જ પોસ્ટ થાય છે, નવા સભ્યોની ઈમેઈલ મોડરેશનમાં જઈ મોડામાં મોડી બીજે દિવસે પોસ્ટ થાય છે.

‘ગુજબ્લોગ’ પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે તે નિમિત્તે સમગ્ર ગુજરાતી બ્લોગ વિશ્વની યાદી બનાવવાનું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે. આ યાદીમાં બ્લોગના સરનામાં પ્રમાણે (દા.ત. funngyan.com), બ્લૉગના નામ પ્રમાણે (દા.ત. ફન એન ગ્યાન), બ્લૉગરના નામ પ્રમાણે (દા.ત વિનય ખત્રી), એલિઝા રેન્ક પ્રમાણે (દા.ત. ફનએનગ્યાન = ૭૩૬૫૭૫) અને વાચકોની પસંદગી પ્રમાણે (‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ‘ના આધારે) બ્લૉગની યાદીનો સમાવેશ થશે.

આ યાદી અહીં કે કોઈ બીજા પણ બ્લોગ પર પ્રસિદ્ધ નહીં કરવામાં આવે. આ યાદી ‘ઈ-બુક’ સ્વરૂપે PDF ફોર્મમાં દરેકને મફત અને તેમના નામ સાથે તેમને તેમના ઈમેઈલ એડ્રેસ પર મોકલવામાં આવશે.

આ યાદી અને તેને પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા સાથે ઘણી બધી ટેક્નિકલ વાતો સંકળાયેલી હોવાથી બધું સમુંસુતરું પાર પડયું તો ૧૭ માર્ચના આ યાદી આપના ઈનબોક્ષમાં હશે. આ યાદી વહેલો તે પહેલો ધોરણે બધાને મોકલવામાં આવશે. આ યાદી આપની ઈમેઈલમાં મેળવવા માટે અહીં આપેલા ફોર્મમાં આપનું નામ (જે આપની યાદી પર લખેલું આવશે) અને આપનું ઈમેઈલ એડ્રેસ (જેના પર આ યાદી મોકલવામાં આવશે) લખી ‘સબમિટ’ કરી દો!






બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ‘નું કાર્ય પુરજોશમાં ચાલુ છે. આ એક સર્વેક્ષણ છે. કોઈ સ્પર્ધા કે હરિફાઈ નથી. વાચકો પોતાના મનપસંદ બ્લોગના નામ સૂચવીને પોતાનો મત પ્રદાન કરે અને એ રીતે લોકપ્રિય બ્લોગની યાદી બનશે જે બધાને ઉપયોગી થશે. આ ઉદેશ્યને ગયા અઠવાડિયા દરમ્યાન સવાસોથી વધુ લોકોએ મતદાન કરી વધાવ્યો છે અને આ અઠવાડિયા દરમ્યાન એથી પણ વધુ લોકો મતદાન કરીને પોતાના મનપસંદ બ્લોગની વરણી કરશે એવી આશે સાથે…

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની શુભેચ્છાઓ સહ…

  One Response to “ગુજરાતી બ્લૉગ વિશ્વ – સર્વેક્ષણ અને યાદી (૨)”

  1. realy enjoyed this blog

Leave a Reply

%d bloggers like this: