Nov 142011
 

પ્રિય મિત્રો,

દિવાળી અને પછીના દિવસોમાં અત્યંત વ્યસ્તતા અને કામકાજને કારણે થયેલા પ્રવાસને લીધે બ્લૉગ પર પોસ્ટ મૂકી શકાઈ નહોતી. આજે જ સવારે મધ્ય પ્રદેશથી આવ્યો અને સવારનું છાપું જોઈ પોસ્ટ લખવા બેઠો છું.

કોમ્પ્યુટરનું આ વૉલપેપર કોનું? - ગુજરાત સમાચાર

આજના ગુજરાત સમાચારમાં એક ફોટો સ્ટોરી છે જેનું મથાળું છે કોમ્પ્યુટરનું આ વૉલપેપર કોનું?

સચિત્ર લેખ વાંચતાં થયું કે ચાલો ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને જાણીએ કે ગુજરાત સમાચારના આ લેખનો મૂળ લેખક કોણ? પરિણામ આ રહ્યા:

૧) Windows XP desktop screen is a Napa image – Napa Valley Register (18/01/2010)

2) Daily Mail (12/11/2011) and Win Super Site (13/11/2011)

આ વાત અહીં મૂકવાનું કારણ ફ્ક્ત ઉપરની બે લિન્ક આપવાનું નથી, પણ આ વાતથી આપણને એ શિખવા મળે છે કે…

૧) એક સારા ફોટોગ્રાફને સારા વેપારીને વેચો તો સારા પૈસા મળી રહે.

૨) ફોટોગ્રાફર ઘરડો થતો નથી, ગમે તે ઉંમરે સારો ફોટોગ્રાફ પાડી શકાય છે.

૩) પ્રથમ નજરે સામાન્ય લાગતો ફોટોગ્રાફ પણ ઊંચી કિંમત મેળવી શકે છે.

૪) જેમ લેખક લેખનો સર્જક છે તેમ ફોટોગ્રાફર પણ ફોટોનો સર્જક છે અને કૉપીરાઈટ્સ ધરાવે છે.

આ ઉપરાંત તમને કંઈ સુજે તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…!

વિશેષ વાંચન:

  13 Responses to “કોમ્પ્યુટરનું આ વૉલપેપર કોનું? – ગુજરાત સમાચાર”

 1. વિનુભાઈ, આને ખરેખર કહેવાય… ‘ચક’ દે ફોટે!

 2. ફોટા ચોરી લેવાની બાબતમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કુખ્યાત છે. ફ્લિકર પરના ફોટા એટલે પબ્લિક ડોમેઈન એમ જ એ લોકો સમજે છે. આ અંગે ઘણી ઘટનાઓ બનેલી છે. Eg. http://www.flickr.com/photos/arunganesh/4345797042/

  આવી જ રીતે કોઈ પણ પુસ્તકમાં કે મેગેઝિનમાં ફોટા છપાય તો મૂળ ફોટોગ્રાફરને પૈસા ચૂકવવાની તસ્દી લીધી કે કેમ તે અંગેની કોઈ જાણકારી (અરે, ક્રેડિટ પણ) જોવા મળતી નથી..

  • તો સાર એટલો….
   – ફોટા પાડી ને ફ્લીકર પર ચોરી થવા ન મુકો……
   – ખુબ સારા ફોટોગ્રાફર હો તો…..પોતાના ફોટા ચોરી થતાં અટકાવવા…એની યોગ્ય કદર મેળવવા – અમેરિકા કે યુરોપ જાઓ……
   -ખુબ સારા ફોટોગ્રાફર હો તો…..પોતાના ફોટા ચોરી થતાં અટકાવવા…એની યોગ્ય કદર મેળવવા – અમેરિકા કે યુરોપ જાઓ……અને ત્યાં જવાની ઈચ્છા ન હોય તો પોતાના દેશમાં…પોતાના હક માટે લડતા શીખો…..
   – અને જો લડી ન શકો તો પીઠ પાછળ નિસાસા ન નાખો…કારણ..કે એનાથી કશું વળવા નું નથી….!

 3. @Kartik Mistry :
  ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જ નહિ, બધા જ પ્રિન્ટ મિડિયા ચોરી જ કરે છે. આજ કલ બધા દિવ્ય ભાસ્ક્રર અને હવે સન્દેશ ની વેબસાઇટ મા Copy + Paste કે translated Article જ હોય છે.

 4. સરસ માહિતી. ફોટોગ્રાફરને પણ એના ફોટોગ્રાફ્સ પર કોપી રાઈટ ધરાવવાનો હક છે.

 5. નેટ ઉપર ફોટા કે લેખ મુકવા અને પછી એ સંપૂર્ણ સુરક્ષિત રહે એવી અપેક્ષા રાખવી, એ આજના જમાનામા બિલાડીને દુધની રખેવાળી જેવી મુરખાઈભરેલી વાત છે. શક્ય હોય ત્યાં ક્રેડિટ અપ્વાઈ જોઈએ, પણ એ ય દરેક વખતે શક્ય હોતું નથી. અને નેટ પર મુકાયેલા ફોટોગ્રાફ્સ જગતભરમાં છૂટથી ઉપયોગમાં લેવાય જ છે. જ્યાં કડક કોપીરાઈટ કાયદા અને આચાર સંહિતા છે, એવા દેશોમા પણ. જો બહુ લાગી આવતું હોય તો પોતાનું સર્જન નેટ પર ઓપન સાઈટમા મુકવું જ નહિ. અને મુક્યું તો પછી બહુ હાય બળતરા કરવી નહિ.

 6. સરસ માહિતી મળી.

 7. કોનું મૌલિક અને કોનું ઉઠાંતરીવાળું એ બાબતમાં આ પોસ્ટ નથી. છતાં એટલું કહેવાનું કે ગુજરાત સમાચારને મળેલા આ સમાચાર ક્યાંથી ઉઠાવાયા છે તેમ તમે લખ્યું છે તો ધ્યાન દોરું કે કોઈ પણ સમાચારપત્ર પીટીઆઈ સહિતની ન્યૂઝ એજન્સીઓ પરથી સમાચાર મળતા જ હોય છે.. ઘણી વાર કેટલાક સમાચાર કોમન હોય છે જેમ કે સંજીવ ભટ્ટ હાઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં જશે, તેવા સમાચાર હોય તે કોમન હોવાના. તે સમાચાર કોઈએ પોતાની વેબસાઇટ પર મૂક્યા અને તે બીજા કોઈએ લીધા તો તે ઉઠાંતરી ન કહી શકાય. પણ સંજીવ ભટ્ટે કોઈ એક જ અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો હોય અને તે કોઈ બીજો ઉઠાવે તો તે જરૂર ઉઠાંતરી કહેવાય.

 8. સાચું કહું તો હું ઘણી વાર ગુગલ સર્ચ પરથી ફોટો લઈને બ્લોગ–હેડર પર ઠપકારી દઉં છું ! એને લેતી વખતે ફોટોગ્રાફરનું નામઠામ કઈ રીતે મેળવી શકાય તે આવડશે એટલે આભાર વ્યક્ત કરીશ…આજદન હુધી તો જાહેરનું એટલે લઈ શકાય એમ માનીને ટટકાર્યા કર્યું છે…એ સૌની માફી માગીને હવેથી કાળજી લેવાનું નક્કી !

  ચર્ચાનો આટલો ફાયદો…બાકી કૉપીરાઈટ અંગે તો મેં લેખોય લખ્યા છે !! (પરોપદેશે પાંડીત્યમ્ ?!)

  સાભાર, જુ.

 9. નમસ્કાર વિનયભાઈ,

  મારી જોડે કલીક કરેલા ધણા ફોટા છે.

  હું ગુજરાત માં અમદાવાદ માં રહું છું ને મારી મદદ કરશો, ફોટા પાડવા નું લાઈસન્સ હોય છે? જો હા તો તેની માહીતી આપવા વિંનતી.

  આભાર

 10. જો ફોટો ચોરી ના થવા દેવો હોય તો સોફ્ટવરે ની મદદ થી Watermark કરી ને internet પર મૂકી શકાય છે.

  અને જયારે ફોટો વેચવો હોય ત્યારે watermark વગરનો વેચી પણ શકાય.

 11. oh i was not aware that photographs also has copyrights…. interesting…

Leave a Reply

%d bloggers like this: