Jun 162010
 

માનનીય દિલીપભાઈ,

સૌપ્રથમ આપની લાગણી દુભાઈ છે તે માટે હું ખરા હ્રદયથી માફી માગું છું.

મારો ઈરાદો આપની લાગણી દુભાવવાનો નહીં પણ ઈન્ટરનેટ પર ફરતી ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં કરેલો અનુવાદ લાખો વાચકોની માનીતી કૉલમ મુખવાસમાં પ્રસિદ્ધ થયો છે તે ખુશખબર મારા બ્લોગના વાચક મિત્રો સાથે શેર કરવાનો હતો.

આપના પત્રમાં આપે લખ્યું છે કે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી તો પછી મુખવાસનો એ લેખ તમારા નામે કેવી રીતે છપાયો?

તમારું ન હોય એવું લખાણ તમારા નામે છપાય તે યોગ્ય છે?

આગળ કંઈ કહેતા પહેલા હું ચિત્રલેખા તરફથી સ્પષ્ટતાની રાહ જોઈશ.

વિનય ખત્રીના જયશ્રીકૄષ્ણ!

સંબંધીત લેખ:

  12 Responses to “અજાણ્યે લાગણી દુભાવવા માટે ક્ષમા”

 1. વિનયભાઈ
  ખૂબ સારુ પગલુ… બ્લોગજગત માં સારા ગુજરાતી લેખકો જે નવુ કરે છે તે ખૂબ ઓછા છે એમાં એક બીજાને મન દુઃખ ન થાય તે ખાસ જોવુ રહ્યુ.આ દ્રષ્ટિએ તમારી આ જાહેર સ્પ્ષટતા સરાહનીય છે. ચિત્રલેખાને હવે જવાબ દેવો જ રહ્યો….!

 2. વિનયભાઈ

  તમારૂ આ પગલું ગમ્યું. બાકી તો થોભી ને રાહ જોઇએ

 3. ચિત્રલેખા યોગ્ય સ્પષ્ટતા કરે એની રાહ જોઈએ.

 4. હા,દિવ્યાબહેનને લાગણીવશ તાત્કાલિક આભારદર્શક પ્રત્યુત્તર મારાથી આપતા અપાઈ તો ગયો, પરંતુ ત્યારબાદ મેં સતત વિચાર્યું,બહુ જ યાદ કર્યું,મારી જાતને પૂછ્યું કે આ પ્રકારનું કોઈ લખાણ તો મેં અગાઉ ચિત્રલેખાને યા ઈશિતાને ક્યારેય ક્યાં મોકલ્યું છે ? આ સત્ય હકીકત આજે પણ હું છાતી ઠોકીને કહું છું.અલબત્ત,મેં ભાઈશ્રી વિનય ખત્રીના તમામ ઈ-મેલ/આરોપ ચિત્રલેખાના તંત્રીશ્રીને તથા ઈશિતાને સમયસર પાઠવ્યા જ છે.ભલે હજી શંકાની સોય મારા તરફ તકાયેલી હોય,મને મારા પર સંપૂર્ણ શ્રધ્ધા છે.હવે બસ આશા રાખીએ કે ફાઈનલી ચિત્રલેખા કે ઈશિતા આ મામલે કોઈ સચોટ ફોડ પાડશે તો આપણા સૌના મનનું સમાધાન આપોઆપ થઈ જશે.So lets wait & watch…!

 5. ૧) પ્રસંશા મળતી હોય તો આવવા દો (ક્રોસચેક કરવાની જરૂર નથી)!
  ૨) જવાબદારી લેવાની વાત આવી તો કહે કે લખાણ મેં મોકલ્યું જ નથી!
  ૩)ઈશિતા જેવી જવાબદાર વ્યકિત કહે છે કે ડૉ. મોદી અવારનવાર મોકલતા રહે છે તો એણે સમજી વિચારીને લખ્યું હશે ને!
  ૪) અને ચાલો જ્યારે દિવ્યાને જવાબ લખ્યો ત્યારે ભૂલ થઈ ગઈ, પણ પછી જ્યારે વિનય ખત્રીને મેઈલ કર્યો ત્યારે દિવ્યાને ખુલાસો કરવો જોઈએ ને કે તમારી કંઈક ભૂલ થઈ છે, મેં ચિત્રલેખાને કંઈ મોકલ્યું નથી!

 6. ‘અનુવાદની આલમ (ગિરીશના ભાવ પ્રતિભાવઃ બ્લોગ જગતના નીતિ નિયમો)’ મારા બ્લોગ પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.
  — ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 7. જડીબૂટ્ટીકાંડનું સારલેખનઃ

  જેને અન્યાય થયો છે એ પહેલા આરોપ કરે છે. જેના પર આરોપ થાય છે એ સ્વીકારતા નથી. આરોપ કરનારો માફી માગે છે. પછી આરોપને લગતા પૂરાવા મળતા હોય એવું લાગે છે. આખા મામલાનો ફોડ પાડી શકે એ લોકો ચૂપ બેઠા છે. Complete confusion! આરોપ આરોપ નથી! ભૂલ ભૂલ નથી! માફી માફી નથી!

  અખાની આ રચના કેટલી પ્રસ્તુત છેઃ

  વા વાયો ને નળિયું ખસ્યું
  તે દેખીને કૂતરું ભસ્યું
  કોઈ કહે મેં દીઠો ચોર
  ખૂબ થયો ત્યાં શોરબકોર

  • “આખા મામલાનો ફોડ પાડી શકે એ લોકો ચૂપ બેઠા છે!” સરસ અને સ્પષ્ટ શબ્દોમાં અવલોકન.

   હેમંતભાઈ કન્ફ્યુઝન કંઈ નથી. ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં અનુવાદ કરી પ્રસિદ્ધ કર્યો તે કન્ફયુઝન નહીં હકીકત છે. એ જ અનુવાદ (એવો જ નહી!) ‘ચિત્રલેખા’ની લોકપ્રિય કૉલમ ‘મુખવાસ’માં સુરતના જાણીતા કવિ ડૉ. દિલીપ મોદીની મૌલિક રચના તરીકે પ્રસિદ્ધ થયો તે કન્ફયુઝન નહીં હકીકત છે. આજ વાત મેં મુખવાસનું પાનું રજુ કરીને મારા બ્લોગના વાચકોને જણાવી તે કન્ફ્યુઝન નહી પણ હકીકત છે. મારી જણાવવાની રીતથી માઠું લાગ્યું હોય તો તે માટે માફી માગી તે કન્ફ્યુઝન નહીં પણ હકીકત છે.

   ઈશિતાએ ચોક્ખા શબ્દોમાં લખ્યું છે કે સુરતના ડૉ. દિલીપ મોદી અવારનવાર કંઈ ને કંઈ જાણવા જેવું મોકલ્યા કરે.

   હકીકતને કન્ફ્યુઝન ગણાવી હકીકતને નજર અંદાજ કરી વાતને લાગણીને માર્ગેવાળવાથી જવાબદારીઓમાંથી છટકી શકાતું નથી!

 8. આખા પ્રકરણનો સાર તો ભગવાન જાણે પણ મને તો હેમંત પુણેકરનું સારલેખન ખૂબ ગમ્યું… વાહ, હેમંતભાઈ!

Leave a Reply

%d bloggers like this: