May 232011
 

પ્રિય મિત્રો,

લખવું છે તેમના માટે વર્ડપ્રેસમાં એકએકથી ચડિયાતી સુવિધાઓ ઉમેરાતી રહે છે. તાજેતરમાં વર્ડપ્રેસ બ્લૉગ પર કેટલીક નવી સુવિધાઓની ‘વર્ડપ્રેસ હવે પહેલા કરતાં વધુ સુવિધાઓ, લખતા રહો‘ મથાળું બાંધીને જાહેરાત કરવામાં આવી છે. લખતી વખતે બે બાબતો બહુ જ અગત્યની હોય છે ૧) ફોકસ (ધ્યાન કેન્દ્રિત કરવું) અને ૨) ડિસ્ટ્રકશન (વિક્ષેપ/ખલેલથી બચવું) આ બે બાબતોને ધ્યાનમાં રાખીને વર્ડપ્રેસ તરફથી કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા છે, તેનો આપણે અહીં ટૂંકમા પરિચય કરીએ.

૧) ફ્રેશ અને ફાસ્ટ ડેશબોર્ડ

ડેશબોર્ડમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે જેથી સરળતાથી, વધારે સારી રીતે અને ઝડપથી સંચાલન થઈ શકે. મેનુબારમાં ‘New Post’ની જગ્યાએ હવે ‘Add New’ આવી ગયું છે.

૨) અલવિદા ઈન્ટરનેટ એક્ષપ્લોરર

હવે ૧૦ વર્ષ પહેલા આવેલું માઈક્રોસોફ્ટનું ઈન્ટરનેટ એક્ષપ્લોરરનું છઠ્ઠું સંસ્કરણ (વર્ઝન ૬, ધેટ ઈઝ!) નહીં ચાલે. જો તમે હજી IE6 વાપરતા હો તો તમારું બ્રાઉઝર અપગ્રેડ કરી લેજો.

૩) અપ્રુવ અને રીપ્લાય

આ એક નાનકડી પણ બહુ જ ઉપયોગી સુવિધા છે. કૉમેન્ટમાં કોઈ પ્રશ્ન આવ્યો હોય તો સર્વ પ્રથમ આપણે તે કૉમેન્ટને અપ્રુવ કરીએ છીએ અને પછી તેને રીપ્લાય કરીએ છીએ. પહેલા રીપ્લાય લખી દઈએ તો રીપ્લાય દેખાય પણ મૂળ કૉમેન્ટ ન દેખાય! (જ્યાં સુધી આપણે તેને અપ્રુવ ન કરીએ.) હવે આ બંને ક્રિયા એક સાથે થઈ શકશે. પ્રશ્નવાળી કૉમેન્ટને સીધી રીપ્લાય કરીને!

૪) વિક્ષેપ રહીત લેખન

આ સુવિધા અંતર્ગત પોસ્ટ એડિટરને ફૂલ સ્ક્રિન કરી શકાય છે. એટલે કે આખા સ્ક્રિન પર ફક્ત પોસ્ટનું ટાયટલ અને પોસ્ટનું લખાણ (જે તમે લખી રહ્યા છો) દેખાશે, બાકીનું બધું એટલે કે ડાબી બાજુની પેનલ અને જમણી બાજુની પેનલ દેખાશે નહીં. જરૂરી એવા બટન પણ છુપાઈ જશે, જે તમે માઉસ ત્યાં લઈ જશો એટલે દેખાવા લાગશે.

(માહિતી: વર્ડપ્રેસ)

આમ, જેમને લખવું છે તેમના માટે વર્ડપ્રેસ તરફથી ઘણી બધી ઉપયોગી સેવાઓ ઉમેરીને બ્લૉગલેખનકાર્ય સરળ કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે જેમને લખવું નથી અને ફક્ત ‘શેર’ કરવું છે, તેમના માટે પણ વર્ડપ્રેસ તરફથી રીબ્લોગ અને પ્રેસ ધીસ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવેલી જ છે!

  9 Responses to “વર્ડપ્રેસ: હવે પહેલા કરતાં વધુ સુવિધાઓ. લખતા રહો…”

  1. Thanks

  2. નવી, ઉપયોગી માહિતી બદલ આભાર વિનયભાઈ.

  3. Ghani j Upyogi Mahiti Aapi Vinaybhai !!!!!

  4. ઉપયોગી માહિતી.

  5. હંમેશની માફક નવી ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ !

  6. what’s hot નીચે ટોપ બ્લોગ,ટોપ પોસ્ટ અને લેટેસ્ટ ઉપર ક્લિક કરવાથી પહેલા બધું ખુલતું જે હવે ખુલતું નથી.બીજાને પણ આવો અનુભવ થયો છે.શું કરશું?

    • Whta’sHot વિભાગમાં ‘ટોપ બ્લૉગ’, ‘ટોપ પોસ્ટ’ અને ‘લેટેસ્ટ’ પર ક્લિક કરવાથી સંબંધિત બ્લોગ/પોસ્ટ દેખાય છે. આ રહ્યો સ્ક્રિનશૉટ!

      • પહેલા મારામાં પણ દેખાતું હતું,પણ હમણાંથી નથી દેખાતું.એના માટે થઈને મેં એક્સપ્લોરર પણ અપડેટ કર્યું.૯ લોડ કર્યું છતાં એવું જ છે.ક્લિક કરવાથી સબંધિત બ્લોગ/પોસ્ટ દેખાતું નથી.

  7. આભાર વિનયભાઈ…ગુજરાતીની સેવા બદલ!
    સપના

Leave a Reply

%d bloggers like this: