Apr 252011
 

પ્રિય મિત્રો,

આજે ૨૫ એપ્રિલ. આજે આંતર રાષ્ટ્રિય મલેરિયા જાગૃતિ દિવસ છે.

બીજું, વર્ડપ્રેસ તરફથી સમયાંતરે સુવિધાઓ ઉમેરવામાં આવતી હોય છે. તાજેતરમાં એક નવો અને મજાનો થીમ ઉમેરવામાં આવ્યો છે: મિસ્ટિક

ડિજિટલ નેચરએ ડિઝાઈન કરેલો આ મસ્ત મજાનો અને ઢગલાબંધ વિકલ્પો ધરાવતો થીમ હમણાં સુધી ફક્ત સેલ્ફહોસ્ટેડ (દા.ત. ફનએનગ્યાન.કોમ) બ્લોગ માટે વાપરી શકાતો હતો અને થીમ પરિચય પખવાડિયા દરમ્યાન આ થીમનો આપણે પરિચય કર્યો હતો અને ઘણાંને ગમ્યો હતો.

હવે આ થીમ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ (દા.ત. બ્લોગ.વર્ડપ્રેસ.કોમ)  માટે પણ વાપરી શકાશે. બહુ બધા વિકલ્પો વાળા આ થીમમાં છ અલગ અલગ કલર સ્કિમ છે. એક, બે કે ત્રણ કૉલમ લે-આઉટ પસંદ કરવાના વિકલ્પ છે. બ્લોગની નીચે ચાર અલગ અલગ રીતે વિજેટ દર્શાવી શકાય છે. પોસ્ટ ફોર્મેટ સપોર્ટ કરે છે. સોસિયલ (ફેસબૂક/ટ્વિટર વગેરે) સાઈટ માટેની લિન્ક્સ આઈકોન સાથે મથાળામાં દર્શાવવાની સુવિધા ધરાવે છે. એક વિશેષ વિજટ સાથેનો આ થીમ વિશિષ્ઠ પોસ્ટને વિશેષ રીતે દર્શાવવા માટે સજ્જ છે.

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે તમારા બ્લોગની કંટ્રોલ પેનલમાં અપિયરન્સ પર ક્લિક કરો.

(માહિતી અને ચિત્ર સૌજન્ય વર્ડપ્રેસ બ્લોગ)

 

 

  3 Responses to “ઢગલાબંધ વિકલ્પવાળો વર્ડપ્રેસ થીમ: મિસ્ટિક”

  1. વર્ડપ્રેસની નવી થીમની સરસ માહિતી આપી. ધન્યવાદ

  2. khub sundar mahIti puri padi 6

  3. આપના તરફથી વર્ડ પ્રેસ ની થીમની હંમેશ સુંદર માહિતી પૂરી પાડવામાં આવે છે. ધન્યવાદ !

Leave a Reply

%d bloggers like this: