Apr 242010
 

પ્રિય મિત્રો,

આજે વર્ડપ્રેસ બ્લૉગની એક નાનકડી પણ મજાની ટિપ રજુ કરું છું:

મારો બ્લૉગ મારી ભાષામાં, બ્લૉગનું સંચાલન અંગ્રેજી ભાષામાં!

વર્ડપ્રેસ તરફથી હમણાં થોડા સમયથી બ્લૉગનું સંચાલન ગુજરાતી ભાષામાં થાય એવી સગવડ ઉમેરવામાં આવી છે. સંચાલન માટેના શબ્દોનું ગુજરાતી ભાષાંતર ઘણાં બધા લોકોએ કર્યું છે. જાજા રસોઈયા રસોઈ બગાડે એવો જ ઘાટ સંચાલનની ગુજરાતી ભાષાનો થયો છે. જેમ આજનાં આપણાં રાજકરણીઓને જોઈને વડીલો કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા, એવો જ અભિપ્રાય વર્ડપ્રેસ સંચાલનની ગુજરાતી ભાષા વિશે બાંધી શકાય. આ સમસ્યાના મારી સમજ પ્રમાણે, બે ઉપાય છે, એક ટૂંકાગાળાનો અને બીજો લાંબાગાળાનો. ટૂંકાગાળાનો ઉપાય એ છે કે આપણા વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા બદલાવીને પાછી અંગ્રેજી કરી દઈએ. બીજો લાંબાગાળાનો ઉપાય એ છે કે વર્ડપ્રેસ સંચાલનનું ગુજરાતી ભાષાંતર સુધારીએ.

આપણાં વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા અંગ્રેજી કરવા માટે આપણાં બ્લોગના ડેશબોર્ડ (ચાલકમંડળ)માં ‘યુઝર્સ’ પર ક્લિક કરી, ‘પર્સનલ સેટિંગ’ પર ક્લિક કરો…

‘પર્સનલ સેટિંગ’નું પાનું ખુલશે જેમાં ‘ઈન્ટરફેસ લેંગ્વેજ’ની સામે ‘Gu – ગુજરાતી’ લખેલું છે તેના પર ક્લિક કરીને ‘En- English’ સિલેક્ટ કરો.

છેલ્લે પાનાના અંતે આવેલા ‘સેવ ચેન્જીસ’ના બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં!

નોંધ: ‘જનરલ સેટિંગ’ના પાના પરની ભાષા ‘Gu- ગુજરાતી’ જ હોવી જોઈએ, ભૂલથી એને બદલી નાખશો તો તમારો બ્લોગ વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગની યાદીમાં નહીં દેખાય!

પત્યું. હવે જોઈએ લાંબાગાળાનો ઉપાય:

આ માટે વર્ડપ્રેસ સંચાલનના ભાષાંતરની સાઈટ પર જઈને જે તે અંગ્રેજી શબ્દને યોગ્ય ગુજરાતી શબ્દ લખીએ. આ એક સમય માગી લે એવી થેંકલેસ પ્રવૃતિ છે. તમારી પાસે સમય હોય અને ગુજરાતી ભાષાની સેવા કરવાની ખેવના હોય અને સારી રીતે ગુજરાતી લખતાં આવડતી હોય તો વર્ડપ્રેસમાં લોગઈન થઈને વર્ડપ્રેસ સંચાલન ભાષાંતર પર જઈને અંગ્રેજી શબ્દની સામે ડબલ ક્લિક કરીને તેને યોગ્ય ગુજરાતી શબ્દ લખવાનું શરુ કરી દો!

વિશેષ વાંચન:

  8 Responses to “મારો બ્લૉગ મારી ભાષામાં…”

 1. બીજો માર્ગ જ યોગ્ય રહેશે, વિનયભાઈ. કારણ કે આપણે તો છેવટે વિશ્વભરમાં અંગ્રેજીની અવેજીમાં ગુજરાતીને શનૈઃ શનૈઃ નિશ્ચયપૂર્વક ને નિઃશક રીતે સ્થાપવું છે.

  મેં તો શરૂઆત કરી જ દીધી છે ! ભાષાંતરની સાઈટ પર Details લખ્યું છે ત્યાં ક્લીક કરીને બાજુના ખાનામાં ગુજરાતી ઠઠાડી દીધું છે – અલબત્ત ‘સાર્થ’માં !!

 2. મને લાગે છે જે ભાષા માટે કામ થતુ હોય તે ભષા મા જ સંચલન કરો તો સારુ રહેશે
  જોકે મને અભિપ્રાય આપ્વાનો કેટલો અધિકાર છે તે ખબર નથી છતા ધરાહાર આપુ છુ

  • આપને અભિપ્રાય આપવાનો ૧૦૦% અધિકાર છે. આપના અભિપ્રાય ‘સર-આંખો’ પર!

   આમ કરશો તો તેમ કરી દઈશ એવી ધાક-ધમકી અમે આપી નથી એની નોંધ લેશો! 🙂

 3. ઘણી ઉપયોગી માહિતી આપી. તમારી રેખાકૃતિ, ચાલકમંડળ વગેરે વાંચીને જરાકવાર તો વિચારવું પડે કે આ શું છે? પણ સમય મળ્યે બન્ને ઉપાયો અજમાવવા પડશે.

 4. બીજી રીત બરાબર..

  • બીજી રીત બરાબર છે પન એતો લામ્બાગાળા નિ વાત છે
   ત્યા સુધી પહેલી રીત વાપરવી પડશેને ?

 5. […] વિસ્તૃત રીતે કહ્યું છે… વિનયભાઈએ પણ ચર્ચા કરી છે… તો એમાં બતાવેલી સલાહ ધ્યાનમાં જરૂર […]

 6. ચોક્કસ સારું ભાષાંતર થઈ શકે અને થવું જોઈએ. પ્રોફાઈલ માટે રેખાકૃતિ ના ચાલે. એ માટે મારો પરિચય શબ્દ યોગ્ય છે. આવા બીજા ઘણા સાચા શબ્દો યોગ્ય રીતે મૂકી જ શકાય. વિનયભાઈ, મારી મદદ લઈ શકો છો. (આ ચર્ચા શરૂ થઈ ત્યારે મારું ધ્યાન નહોતું પડ્યું, પણ મને લાગે છે – દેર આયે દુરસ્ત આયે… જાગ્યા ત્યાંથી સવાર…)

Leave a Reply

%d bloggers like this: