Jan 072008
 
  • જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
  • સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
  • જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
  • જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
  • નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
  • નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
  • જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
  • થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
  • ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.

  3 Responses to “આવું કેમ થાય છે?”

  1. આ મશીનવાળી વાત પરથી બીજી વાત યાદ આવી… કોઇ જેન્યુઈન એરર ગમે તેટલું માથુ અફાળવા છતાં સોલ્વ થતી ન હોય અને પ્રોજેક્ટ મેનેજરને એક્ષ્પ્લેનેશન આપતા હોય અને રીપ્રોડ્યુસ કરવા બેસીએ એની સામે ત્યારે જ અચાનક એ એરર ગાયબ થઈ જાય અને કોડ બરાબર ચાલવા માંડે !!!! 😀

  2. આ છેલ્લા માટે–બોસ પાછા ત્યારે ના બોલાવે જ્યારે આપડે ફ્રી હોઇયે!! ત્યારે જ બોલાવે જ્યારે આપડે કાઈબી કામ કરતા હોઇયે..પછી ભલે ને ચ્હા જ ના પીતા હોઇયે!!!!!

  3. વિનુભાઈ, આ બ્લોગને હવે નવા શાબ્દિક રૂપ સાથે લઈ આવ્યો છું. http://netvepaar.wordpress.com/2012/04/04/strange-laws-of-life/

Leave a Reply

%d bloggers like this: