Sep 282014
 

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લોગ વિશ્વમાં ફેલાયેલા હજારો બ્લોગમાંથી બેસ્ટ બ્લોગ કયા તે જાણવા માટે એક સરવેક્ષણ હાથ ધર્યું છે: બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ અને તે માટેનાં નોમિનેશન આવવાના શરૂ થઈ ગયા છે.

સર્વેક્ષણના અંતે તારવણી કર્યા પછી જે પરિણામ જાણવા મળશે તે કોઇ એક વ્યક્તિનો કે બે-પાંચ નિર્ણાયકોનો અંગત અભિપ્રાય નહીં પણ સમગ્ર બ્લોગ વિશ્વના બ્લોગરો અને બ્લોગ વાચકોને સહિયારો અભિપ્રાય હશે.

સર્વેક્ષણના વધુ સચોટ તારણો માટે વધુ ને વધુ લોકો સર્વેક્ષણમાં ભાગ લે તે જરૂરી છે. તે માટે હું અહીં કેટલાક ઉપાય સૂચવું છું, તે ઉપરાંત તમે પણ તમારી રીતે સર્વેક્ષણ બાબત તમારા મિત્રોને જાણ કરી શકો છો…

૧) બ્લોગ ધારક પોતાના બ્લોગ પર સર્વેક્ષણનું બેનર મૂકી પોતાના વાચકોને જાણ કરી શકે.

(બ્લોગ પર બેનર મૂકવા માટે બ્લોગની કંટ્રોલ પેનમાં જઈ ‘Appearance’માં ‘Widgets’ પર ક્લિક કરો ‘Widgets’નું પેજ ખુલશે જેમાં ડાબી બાજુએ થી એક Text વિજેટ લઈ જમણી બાજુએ ઉમેરો. અહીં આપેલી ફાઈલમાંથી ટેક્ષ્ટ કોપી કરી ઉમેરેલા ટેક્ષ્ટ વિજેટમાં પેસ્ટ કરી ‘Save’ કરી લો.)

૨) બ્લોગ ધારક સર્વેક્ષણ વિશે એક પોસ્ટ બનાવી પોતાના વાચકોને સર્વેક્ષણમાં ભાગ લેવા વિનંતી કરે.

૩) બલોગ ધારક તેમજ બ્લોગ ન ધરાવતા મિત્રો પણ ઈમેઈલ/ફેસબુક/ટ્વિટર/વ્હોટ્સએપ જેવી સોસિયલ મિડિયા દ્વારા મિત્રોને જણાવો.

(વ્હોટ્સએપ પર મોકલવા માટેનું બેનર)

આવી રીતે આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી શકો છો.

બીજું, વ્હોટ્સએપની સરળ અને બહુઉપયોગી સેવાના વધતા વ્યાપને લઈને ગુજરાતી બ્લોગ વિશ્વ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ* બનાવીએ તો કેમ એવો વિચાર આવ્યો અને જે મિત્ર સાથે શેર કર્યો તેમણે ઉત્સાહ સાથે વધાવી લીધો.

ગુજરાતી બ્લૉગ વિશ્વ – વ્હોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટમાં જોડાવા આ ફોર્મ ભરી ‘Submit’ કરી દો…
આ ગ્રૂપમાં ફક્ત ગુજરાતી બ્લોગ વિશ્વને લગતા સમાચાર, વિગતો, બ્લોગ અપટેટ કર્યાની જાણ વગેરે મૂકી શકાશે. ફોર્વર્ડ મેસેજ અસ્વીકાર્ય રહેશે.

આભાર!

* નોંધઃ ગ્રુપમાં સભ્ય સંખ્યા ૫૦ની લિમિટ હોવાથી ગ્રૂપ બંધ કરી બ્રોડકાસ્ટ લિસ્ટમાં આપનું નામ ઉમેરવામાં આવશે.

  8 Responses to “ગુજરાતી બ્લૉગ વિશ્વ અને વ્હોટ્સએપ”

 1. વિનયભાઈ,

  ગુજરાતી બ્લૉગ વિશ્વ – વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગું છું. “William’s Tales” એ મારો Bilingual (દ્વિભાષી – ગુજરાતી અને અંગ્રેજી) મુખ્ય બ્લૉગ છે, જેમાં હમણાંનો હું મોટાભાગે ગુજરાતી લેખો વધારે લખું છું અને બીજો બ્લૉગ “વલદાનો વાર્તાવૈભવ” એ પૂર્ણપણે ગુજરાતી વાર્તાઓનો બ્લૉગ છે.
  તો જોડાઈ શકું ? બ્લૉગના કૉલમમાં કયાને દર્શાવું ? માર્ગદર્શન આપશો.
  સસ્નેહ,

  વલીભાઈ

 2. બ્લોગ સર્વેક્ષણની મહેનત અને વિચારને ધન્યવાદ. પણ એક અવઢવ છે. પસંદ થયેલો બ્લોગ ‘બેસ્ટ’ ગણાય કે ‘પ્રખ્યાત’ ?
  કારણ કે કેટલાક વધુ વંચાતા બ્લોગના લખાણોમાં હકીકતદોષો જોવા મળે છે. પણ વધુ સંપર્કોના કારણે વધુ વંચાતા હોય છે. આથી ‘બેસ્ટ’ શબ્દ યોગ્ય ગણાય કે અન્ય ?

  • આપની અવઢવ સાચી છે, પણ મારી સમજ આવી છે:

   એક વ્યક્તિ જ્યારે નોમિનેશન ફોર્મ ભરે છે ત્યારે તેણે સૂચવેલા બ્લોગ તેના મત પ્રમાણે બેસ્ટ બ્લોગ હોય છે. સર્વેક્ષણ પત્યા પછી બધાના મતનો સરવાળો કરી જે તારણો નીકળે છે તેમાં વધુ મત મેળવનાર બ્લોગ ‘લોકપ્રિય’ કહી શકાય.

Leave a Reply

%d bloggers like this: