Mar 282015
 

પ્રિય મિત્રો,

વ્હોટ્સએપના વધતા જતા વ્યાપથી કોઈ અજાણ્યું નથી. વ્હોટ્સએપના લિમિટેડ, ક્યારેક, દરરોજથી લઈ બંધાણી અને મેનિયાક કક્ષાના વપરાશ કર્તાઓ મળી આવશે. વ્હોટ્સએપના એવા પ્રેમી પણ મળશે, જેમણે પોતાના લગ્નની કંકોતરી કે જન્મદિવસની પાર્ટીનું આમંત્રણ પત્રિકા વ્હોટ્સએપ સ્ટાઈલમાં બનાવડાવી હોય!

સ્માઈલીસ્માઈલી અથવા ઈમોજી વિશે કોણ અજાણ છે. પહેલું વહેલું સ્માઈલી ૧૯૬૩માં એક પીળા ગોળાકારમાં બે કાળા ટપકાં કરી નીચે વળાંક દોરી હસતો ચહેરો બનાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે ઈમોજી શબ્દ જાપાનથી આવ્યો, જેનો અર્થ થાય છે: e એટલે ચિત્ર અને moji એટલે ચરિત્ર કે લાક્ષણિકતા.

વર્ષોથી બે ઊભાં ટપકા ” : ” અને કૌંસ પૂરો ” ) “ની નિશાની વાપરીને હસ્તું મોઢું 🙂 દેખાડતા હતા. તે આગળ વધીને આજે તો જાતજાતના અને ભાતભાતના સ્માઈલ વપરાતા થયા છે. સ્માઈલીના નામે એવા ભયંકર ચહેરાઓ પણ આવ્યા કે જે જોઈને હસવું તો દૂર પણ છળી મરીએ.

બ્લૉગ પર સ્માઈલી/ઈમોશન્સ વડે લાગણીઓ દર્શાવો એવો લેખ ૨૦૧૦માં લખ્યો હતો, જે તમે વાંચ્યો જ હશે.

‘વ્હોટ્સએપ સ્માઈલીનો અર્થ સમજાવતી કન્યા’નો વિડિયો પણ નેટ પર ઘણાં સમયથી ફરે છે અને કદાચ તમે જોયો હશે.

વ્હોટ્સએપના વધતા વપરાશ સાથે તેમાં વપરાતાં સ્માઈલીનો ઉપયોગ પણ વધ્યો. વ્હોટ્સએપમાં પણ અલગ અલગ ભાવના દર્શાવવા અલગ અલગ ચિત્રોની સગવડ થવાથી ઉપયોગ વધી ગયો અને એટલું જ નહીં વ્હોટ્સએપ લોકભોગ્ય બનતાં સ્માઈલી પણ લોકભોગ્ય બન્યાં અને વ્હોટ્સએપ સિવાય પણ (દા.ત. છાપા અને બ્લોગ પરના લેખમાં) તેનો વપરાશ થવા લાગ્યો કે થવો જોઈએ એવી જરૂરીયાત જણાઈ.

વ્હોટ્સએપ સ્માઈલી કે ઈનોજી તમારા લેખમાં ઉમેરવા માટે સ્માઈલીની PNG ફાઈલો નીચે આપેલી લિન્ક પર જઈ ‘ડાઉનલોડ’ના (નીચે દર્શાવ્યા પ્રમાણેના) બટન પર ક્લિક કરી મેળવી શકાય છે…

વ્હોટ્સએપ ઈમોજી ડાઉનલોડ પર જઈ વ્હોટ્સએપ ઈમોજી ડાઉનલોડ પર ક્લિક કરો.

વ્હોટ્સએપ ઈમોજી ડાઉનલોડ

અન્ય એક ઈમોજી સાઈટ = ગેટ ઈમોજી

Leave a Reply

%d bloggers like this: