Mar 052015
 

પ્રિય મિત્રો,

ગઈકાલથી વ્હોટ્સએપ પર વ્હોટ્સએપ કૉલીંગ માટેની રીક્વેસ્ટ ફરતી થઈ છે…
વ્હોટ્સ એપ કૉલીંગ

જેમાં whatsappcalling.com પર જવાનું જણાવવામાં આવે છે. જે એક અન્ય સાઈટના પેજ પર લઈ જાય છે. જેમાં વ્હોટ્સએપ કૉલીંગ સેવા મેળવવા માટે ૧૦ વ્યક્તિઓને ઈનવાટ કરવામાં જણાવવામાં આવે છે…
૧

દસ વખત ‘Invite Now’નું બટન દબાવ્યા પછી જ ‘Continue’નું બટન કામ કરતું થાય છે. ‘કન્ટિન્યુ’ પર ક્લિક કર્યા બાદ એક સર્વેમાં ભાગ લેવાનું જણાવવામાં આવે છે…
૨

તેના પર ક્લિક કર્યા બાદ તે ૧) ઓનલાઈન રમી (પાનાંની એક રમત, જુગાર) કે ૨) રીયલ રમી અથવા ૩) ડાઉનલોડ એંગ્રી બર્ડ માટેના અન્ય સર્વે સાઈટ પર લઈ જાય છે….
૩

આવી રીતે એક કરતાં વધુ સાઈટ પર ફરતાં મફત કૉલ કરવાના લોભમાં સ્પામર નામના ધૂતારાઓને પોતાના નીયર અને ડીયર વન્સનાં સંપર્કો સ્વહસ્તે આપી દીધા પછી કશું હાથ ન લાગતાં, બ્રહ્મજ્ઞાન થાય છે કે આ તો મૂરખ બન્યા!

આ દસ વ્યક્તિઓએ બીજી દસને મૂર્ખ બનાવી. આવી રીતે મોટી શ્રૃખલા ઊભી થઈ. કોઈએ બીજાને જાણ કરવાની તસ્દી ન લીધી કે હું મુરખ બન્યો છું પણ તમે ક્લિક ન કરતા.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ ડોમેઈન ગોડેડી.કોમ પર મહંમદ ઈકબાલ નામની વ્યક્તિએ ગઈકાલે (૪ માર્ચના) જ હજી રજીસ્ટર કરાવ્યું હતું!

જો વ્હોટ્સ એપ કૉલીંગ સુવિધા શરુ થઈ હોત તો મિત્રો વ્હૉટ્સ એપ પરથી કૉલ કરીને જ જણાવત ને!

આ પોસ્ટ કરવાનું કારણ આ નથી, તે તો તમે હવે વ્હોટ્સ એપ દ્વારા જાણી જ ચૂક્યા હશો, પણ બીજું છે, આ સમગ્ર પ્રકિયા દરમ્યાન કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું.

આ બ્લૉગને આપના વ્હોટ્સએપ સુવિધાવાળા મોબાઈલ પર ખોલી નીચે આપેલી વ્હોટ્સએપના લોગોવાળી લિન્ક પર ક્લિક કરી જુઓ…

Invite through WhatsApp

તમારા બ્લૉગ પર આ સુવિધા મુકવા માટે એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી તેમાં આ ટેક્ષ્ટ ફાઈલમાંથી ટેક્ષ્ટ કૉપી કરી વિજેટમાં પેસ્ટ કરી દો. www.funngyan.com ની જગ્યાએ તમારા બ્લૉગનું સરનામું લખતાં ભૂલતા નહીં!

હોળીની હાર્દિક શુભેચ્છાઓ. હેપ્પી હોળી.

  2 Responses to “વ્હોટ્સ એપ – કૉલીંગ અને ઈનવાઈટ વિઝેટ”

  1. Thanks for sharing!
    Believe, the right way to get info is to search and go to authentic website of WhatsApp and checkout latest features and updates.

  2. હવે થર્ડપાર્ટી ડાઉનલોડમાં અટવાવાની કે સ્પામરોની જાળમાં સપડાવાની જરૂર નથી. વ્હોટ્સએપ દ્વારા કૉલીંગ સુવિધા શરૂ થઈ ગઈ છે. ત્રણ સરળ સ્ટેપ વડે તમારા મોબાઈલમાં પણ આ સેવા શરુ થઈ જશે:

    ૧) વ્હોટ્સએપ અપડેટ કરો.
    ૨) ફોન રીસ્ટાર્ટ કરો.
    ૩) જેનામાં આ સુવિધા છે તેને ફોન કરવાનું કહો.

    [Update]: The invite feature has been disabled for the time being. So all those who have WhatsApp calling activated, can make calls to others, but will not be able to activate the calling feature on their phones. via tech.firstpost.com

Leave a Reply

%d bloggers like this: