May 032010
 

પ્રિય મિત્રો,

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છાઓ.

જન્મભૂમિ ગુજરાત અને કર્મભૂમિ મહારાષ્ટ્રના સ્થાપના દિવસમાંથી કયો દિવસ ઉજવવો એમ વિચારતાં છેવટે પવિત્ર પુરૂષોત્તમ માસમાં નદીએ નહાવાનું અને વન ભોજન કરવાનું નક્કી થયું. ‘મે ડે‘ની રજા નકામી ન જવી જોઈએ!

તે માટે પુણેથી ૨૫-૩૦ કિલોમીટર દૂર આણંદી પાસે તુળાપુર ગામે ભીમા અને ઈંદ્રાયણી નદીના સંગમ સ્થાને આવેલા પૌરાણિક સંગમેશ્વર મંદિર પર પસંદગી ઉતારી. અહીં શિવાજી મહારાજના સુપુત્ર સંભાજીની સમાધી પણ છે.

અહી એક ઉપહાર ગૄહ પણ છે, તેના મેનુ બોર્ડ પરનું લખાણ વાંચીને તરત જ તેનો ફોટો પાડી લીધો. મરાઠીમાં લખાયેલા આ પાટિયા પર ‘અમારે ત્યાં સ્વાદિષ્ટ અને રૂચિકર ગુજરાતી થાળી મિષ્ટાન્ન સહિત ગરમાગરમ તૈયાર કરી મળશે’ વાક્યે ખાસ ધ્યાન ખેંચ્યું.

આખો દિવસ નદીમાં નહાવાની, વનવિહાર, વનભોજન અને વનવામકુક્ષી કરવાની મજા માણી.

વિશેષ વાંચનઃ

  3 Responses to “સ્વર્ણિમ ગુજરાત, અધિકમાસ અને વનભોજન”

  1. ગુજરાતી થાળીવાળા બોર્ડ તો મોટેભાગના યાત્રા-પ્રવાસના સ્થળે જોવા મળે છે. કારણ કે ગુજરાતીઓ જ સૌથી વધારે યાત્રા-પ્રવાસ કરતાં હોય છે.

  2. રાજસ્થાનમાં આવેલ યાત્રાધામ શ્રીનાથજીમાં તો કેટલાય બોર્ડ ગુજરાતી માંજ ચીતરેલા છે.

  3. jay gujarat

Leave a Reply

%d bloggers like this: