Apr 212009
 

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.

આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ

૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ” 

હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા 

હવે તેમની બીજી રચના જોઈએ…

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો

– “માનવ

હવે આ જુઓ – જરાક મોડો પડ્યો – વિશાલ મોણપરા

અને આ ત્રીજી…

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?

– “માનવ”, ૧૧/૦૨/૨૦૦૯, રાત્રે ૨:૫૦

હવે આ જુઓ – બાકી શું વધશે? -વિશાલ મોણપરા

આ ચોથી…

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણું
બોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો?

– ૧/૪/૨૦૦૯, સવારે ૪:૨૫, “માનવ”

હવે આ જુઓ – બોલો – વિશાલ મોણપરા

કહેવાની જરૂર ખરી કે વિશાલભાઈની બીજી પણ ઘણી બધી રચનાઓ તેમણે પોતાના નામે ચડાવી પોતાનો બ્લોગ સમૃદ્ધ કર્યો છે?

આવી રીતે થતી ચોરી/ઉઠાંતરી/નકલ/તડફંચી/પ્લેજરીઝમ રોકવા માટે શું કરી શકાય? આવી રીતે રચનાઓ ‘પોતાની’ કરી લેતા ઉઠાંતરીવીરોનું કયા ચંદ્રકથી સન્માન કરવું જોઇએ તે કહેશો?

અને તમે માર્ક કર્યું? બ્લોગના નામમાં “TM” છે. બ્લોગ પર એવું શું વેચે (ટ્રેડ કરે) છે કે ટ્રેડમાર્કની જરૂર પડે?

  46 Responses to “ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે!”

 1. કોપીરત્ન?

 2. છદ્મશ્રી,
  ઉઠાંતરેશ્વરશ્રી,
  પરપદાર્થભૂષણ,
  નકલવિભૂષિત
  ભારતછદ્મ,
  ચૌર્યશિરોમણિ

  આમાંથી કોઈપણ પસંદ કરવા – યથાકર્મ ! પસંદગી સમીતીમાટેનાં નામો નક્કી કરવામાં ખાસ કાળજી રાખવી !!

 3. થોડા દિવસ પહેલા દિવ્યભાસ્કરમાં કાંતિ ભટ્ટનો લેખ વાંચ્યો…”પ્લાસ્ટિકની થેલી વાપરનારાઓ અસંસ્કારી ક્યારે ગણાશે?” આ મથાળું વાંચીને ગુજરાતી બ્લોગ જગત વિશે એક પ્રશ્ન સૂઝે છે કે “કોપી કરી કરીને બ્લોગ ચલાવનારા અસંસ્કારી ક્યારે ગણાશે???

 4. ચોરાધિપતિ,
  victim of inferiority complex… કારણ કે, જેઓ લઘુતાગ્રંથિથી પિડાતા હોય એમને જ આ પ્રકારની સસ્તી અને ભ્રામક પબ્લિસીટી મેળવવાની લાલસા-વાસના હોય શકે…

  હકીકતમાં એ લોકોને મદદની જરૂર છે… ગંભીર તબીબી મદદ અને માનસિક ચિકિત્સા હેઠળ રાખીને એમને સાજા કરવાની જરૂર છે… બિચારા પર દયા આવે છે … એમને ખબરેય નથી કે એઓ બિમાર છે…

  ગેટ વેલ સૂન મામુ..

 5. જુ.કાકાનાં વિશેષણો ગમ્યા.. આપણા આ ઉંઠાતરેશ્વરશ્રી તો પાછા પોસ્ટની જોડે જોડે ઉઠાંતરીનો સમય પણ લખે છે.. જેમકે – “માનવ”, ૧૧/૦૨/૨૦૦૯, રાત્રે ૨:૫૦.. અને વિનયભાઈ એ “TM” તો કોપી કરવાનો ટ્રેડમાર્ક છે.. કોપીનો પણ માર્કો..

 6. Select anyone from second comments !!

  Keep it up Vinaybhai !!

 7. આગે બઢો.. સબ આપકે સાથ હૈ

 8. બહુ દુઃખ થાય છે…

 9. આ માહિતી મારા મીત્ર હ.વા. (હાર્દિક વાટલીયા ) મારી પ્રોફાઇલની મદદથી પોસ્ટ કરવામાં આવેલી છે કારણ જે વખતે એમને ઉપરોક્ત વાત દ્યાનમાં આવિ ત્યારે એમની પ્રોફાઇલ દ્વારા સર્વર પ્રોબલેમ નાં કારણે મેસેજ કરી શકતા નહોતા…
  માટે

  સ્ત્રોત – ‘પનિહારી’નો સ્ક્રેપ.

  નહિ પણ

  સ્ત્રોત – ખીલતુ “ગુલાબ” ના દ્યાન માં આવેલી જાણકારી …

  ———————————————-

  હવે મુળ વાત પર કે ખરેખર આ ખુબજ ખરાબ અને શરમ જનક કામ છે..

  અને આભાર “હ.વા.”(હાર્દિક વાટલીયા) નો કે જેમણે દરેક ને આ માહિતી પહોચાડી….

 10. આપણે તો ભૈ કોમેન્ટમાં પણ કોપિ કરશું એટલે કે અમિત પંચાલની કોમેન્ટ =Select anyone from second comments !!

 11. હું વિનયભાઇને વિનંતી કરીશ કે સ્ત્રોતમાંથી મારુ નામ નીકાળી દે અને આના હકદારનુ નામ તે જગ્યાએ લખે..

 12. જુગલકિશોરભાઈએ આપેલી વિશાળ શ્રેણી ગમી…

 13. માનવ ભાઇ ની વાત તો ખરેખર છેલછબીલી, તેઓ copy પણ trademark સાથે કરે!!!

  તેઓ ના blog postings પર નો સમય જોતા “મરીઝ” નો ૧ શેર યાદ અવી ગયો…

  બધીએ મઝાઓ હતી રાતે રાતે
  ને સંતાતો રહ્યો સવારે સવારે…

 14. બધીએ મઝાઓ હતી રાતે રાતે
  ને “સંતાતો” રહ્યો સવારે સવારે = > હા હા મજા આવી ગઈ!

 15. ગુજરાતી સહિત્ય (ખરેખરા)રસીકોને આવા કૃત્યથી ખુબ જ નુકશાન થશે.
  ઘરમાં ચોરી,દુકાનમાં ચોરી તો સાંભળ્યું હતું પણ હવે તો શબ્દોની પણ ચોરી????
  ખરેખર હવે આનાથી વધારે ભયંકર કળિયુગ કયો હશે??????
  ભગવાન આવા લોકોને સદબુધ્ધિ આપે એ જ પ્રાર્થના.

 16. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. કારણ કે આવું કામ જેની આત્મા મરી ગઈ હોય તે જ કરે. બીજુ તો શું કહેવું.

 17. ઓ પ્રિયતમ ! તેમનીં ક્રુતિ તારી જ મુર્તિ હતી ને તેમનું નામ તારાં ચરણોમાં સમર્પિત પુષ્પ ! “કોઈ” મુરખ તેને ઊચકિ પોતાના પગમાં નાખિ દે છે ! બિચારાંને એમ કે આમ કરિને હું ઈશ્વર બનીં જઈશ !

 18. તા. ક. – માનવે બધી કવિતાઓ ચુપકેથી હટાવી લીધી છે.

 19. આને કેહ્વવાય કે હાથ ના કર્યા હયે વાગ્યા……

 20. ખરેખર, ખુબજ દુખ ની વાત કહેવાય,આપણે ગુજરાતી છીયે અને આ સાહિત્ય તેમજ કવિઓ દ્વારા રચાતી કવીતાઓ અને રચનાઓ આપણો અમુલ્ય વારસો છે..જો આમજ થતુ રહેશે તો પ્રખ્યાત રચનાઓ અને એ સર્જક ના માન નુ તો કાંઇ જ ના રહે..કવિતા ની નીચે રચયીતા નુ સાચુ નામ શીવાય સર્જક બિજુ કાંઇ માંગતા નથી હોતા…અને આ રીતે વગર કશા પ્રતીઉત્તર વગર્ કે વગર કોઇ જવાબે તેમણે બધીજ કવીતાઓ બ્લોગ પરથી હટાવી લીધી આ પુરતુ નથી…એમની પાસેથી યોગ્ય જવાબ લેવામાં આવે..

 21. તમારી જાગ્રુતિ પ્રસંશનીય છે.

 22. માનવે આ માટૅ પોતાના કોમ્યુનીટી મેમ્બરોની માફી માગી લિધી છે. અને મારા મત મુજબ માનવને પોતાની ભુલનો અહેસાસ છે. માટૅ તેને તે કવીતાઓ હટાવી દીધી છે. તેને માફ કરી દેવો યોગ્ય છે. અને રહી વાત હાર્દીક વાટલીતયા ની તો તેમાં તેનો સવાર્થ છુપાયેલો છે. જેનો મારી પાસે પુરાવો છે. આ બધી આવો માત્ર માનવ ને નીચો દેખાડ્વા માટે થઇ રહી છે.

 23. ………..

  જુ.કાકાનાં વિશેષણો ગમ્યાં.

 24. વાહ “પલ્લવિ”

  અહિં પણ સ્વાર્થ દેખાઇ ગયો…

  આ બાબતે મે “માનવ” ને સ્કેપ પણ કર્યો હતો કે
  અને પહેલાં મે એમને શાંતીથી પણ કિધુ હતુ
  ત્યારે તે માન્યા નહોતા અને ઉપ્પરથી મને અપમાનીત કર્યો હતો…
  મારે ના કરવા પર પણ એમનો ભાંડો ફોડવો પડ્યો..

  મે એને નીચો દેખાડવા નહિ…
  એને સાચા રસ્તે વાળવા માટે આમ કર્યુ છે…
  અને સાહિત્ય ની થતી આવિ ચોરી ઓ અટકાવવા માટે આ કામ કર્યુ છે..

  ચોરી કરી ને જ્યારે ચોર માત્ર ચોરીની વસ્તુ પાછી આપી દે કે પુરાવા છુપાવી દે તેના થી તે નીર્દોસ સાબિત નથી થતો..
  યોગ્ય પગલા તેનાં કર્મો પર લેવામાં આવે જ છે…

  આ વખતે આ તો માત્ર જાણ હતી,ફરી આમ થશે તો પગલા ભરવામાં આવશે..

  “હ.વા.”(હાર્દિક વાટલીયા)

 25. “પલ્લવી”

  તમારી પાસે “માનવ” ની રચના ઓ ચોરી ની છે તેવા પુરાવા પણ હતા,આપે તે પુરાવા કેમ પહેલા રજુ ના કર્યા..???

  આપ પણ જાણતા હતા કે આ રચનાઓ કોપી પેસ્ટ કરીને પોતાના નામે ચઢાયેલી છે… આપે જાણ કેમ ના કરી..

  અને તેઓએ માત્ર તેમની કોમ્યુનીટી નાં સભ્યોનીજ માફી કેમ માંગી ??

  જો તેઓએ માફી માંગવી જ હોય તો કોમ્યુનીટી નાં સભ્યો ની નહિ..
  વિશાલ મોણપરાની માંગે કે જેઓ તો જાણતા પણ નથી કે એમની રચનાઓ કોઇએ પોતાના નામે ચઢાવિને જુઠ્ઠિ અને વાહિયાત પબ્લીસીટી કરેલી છે…

  અને ચુપકીથી રચનાઓ હટાવિ લેવાથી કાંઇ ગુનો કે ચોરી નુ કલંક ભુસાઇ નથી જતુ..

  અને રહિ વાત સ્વાર્થ ની
  તો હશે કદાચ સ્વાર્થ મારો..
  પણ આ સ્વાર્થ કોઇનો ચોરેલો નથી…

  “માનવ”(જીગ્નેસ પારેખ) ની ચોરેલી કવિતાની જેમ

 26. આ આખાયે ગુજરાતી જગત માંથી..
  માત્ર એક પલ્લવિ ને જ હાર્દિક વાટલીયાનો સ્વાર્થ દેખાયો..??

  અરે ભગવાન..
  જેવા ને તેવા મળે..
  ખબર છે ચોરે ચોરી કરી છે…
  છતા પણ ભેટી ભેટી ને વખાણ કરે…

  આભાર “પલ્લવી”

  પણ આ લખાણ અહિ હાર્દિકે નહિ કોઇ બીજા વ્યક્તી દ્વારા પોસ્ટ કરાયેલુ છે..
  હાર્દિકે તો માત્ર જાણ કરી હતી દરેકને…

 27. માનવ સ્વીકારે છે તો પછી પતી ગયું.
  હવે કંઇ કહેવું મને યોગ્ય નથી લાગ્તું.

  અને “હા” હ.વા. અને તેના મિત્રો આ ટોપીકની આડમાં
  પોતાની કોમ્યુનીટી અને ગ્રુપની પબ્લીસીટી કરવાનું બંધ કરે તો
  વધુ સારું

 28. તા. ક. – માનવે આ બ્લોગ ડિલિટ કર્યો હોવાથી આ ચર્ચા અહીં બંધ કરવામાં આવે છે.

 29. અભિનંદન વિનયભાઈ…

 30. બસ ચર્ચા નો હવે અંત છે,
  “માનવ” ને ખરેખરો પસ્તાવો થયો છે અન તેઓએ બ્લોગ ડીલીટ કર્યો છે…
  આનાથી સારી વાત બીજી કાંઇ નથી..
  બસ હવે વિવાદ અને આ ચર્ચા નો અંત લાવો..

  આથી વધારે બીજુ કાઇ નથી.. અહિ પબ્લીસીટી ની વાત નથી આવતી..
  છતાં પણ જો કોઇને પબ્લીસીટી દેખાણી હોય તો તે બદલ અમ ગૃપ વતી હું
  દરેક સભ્યોની માફી માંગુ છું

  બસ ટૂંકમાં કહુ તો આ વિવાદ અને ચર્ચા નો અહિંયા જ અંત લાવિ દો…

  આભાર વિનયભાઇ ને…
  કે જેઓ એ આ ચર્ચા નો અંત લાવ્યો..

 31. ધન્ય છે વિનયભાઇ. તમારે નેતા બનવું જોઇએ!!

 32. પ્રિય વિનયભાઈ,
  દરેક સિક્કાની બે બાજું હોય છે. કોપી-પેસ્ટના બીજી બાજુની અવગણના કદાચ થઈ હોય તેવું મને લાગ્યું. આપની એ વાત સાથે તો હું સહમત છું જ કે કોઈની રચનાને પોતાના નામે ચડાવી દેવી અનૈતિક છે. પણ જો કોઈની રચના તેના જ નામ સાથે કોઈ આર્થિક લાભની ગણતરી વિના તમારા બ્લોગ પર પ્રસિદ્ધ કરો તો? રીડર્સ ડાઈજેસ્ટને શું કહેશો? શું તેનાથી લેખકને લાભ નથી?
  જવાબની અપેક્ષા સહ,
  – ચિરાગ ઠક્કર ‘જય’

 33. મારા બ્લોગનું નામ આપવાનું રહી ગયું.
  ‘શબરીસંચય’
  http://shabareesanchay.blogspot.com/
  – ચિરાગ ઠક્કર ‘જય’

 34. હું કાર્તિકભાઈની ઉપરની વાત સાથે એક કરોડ ટકા સહમત છું !! 😉 ..

  he he… try giving it a shot…

 35. અન્દો અન્દર લદ્દવાનુ બન્ધ કરવુ જોવે, ૧ કુતુમ્બ ના સભ્ય ચ્હો.

 36. અહિં લડાઈ-ઝગડો નથી થઈ રહ્યો પણ જો કુટુંબનો કોઈ સભ્ય અનૈતિક કે અસામાજિક કાર્યો કરવા માંડે તો એને ટોકવો તો પડે ક નહી, પ્રવિણભાઈ ?? બસ એ જ કરવામાં આવી રહ્યું છે… ડોન્ટ વરી…. અહિં હિંસા કરવામાં આવશે નહી.. !!! 😉

 37. સોરી દોસ્તો

 38. સોરી ?!?! લ્યો વિનયભાઈ “માંડવાલી”

 39. મારા મતે આ સોરી શબ્દ માનવભાઈ માટ યોગ્ય નથી…એમણે જે કામ કર્યુ છે એ ચલાવી લઈશું તો આગળ બીજા બહું લોકો મળશે જે આમ કોપી પૅસ્ટ કર્યા જ કરશે..માનવભાઈ પોતે જ બીજા નામ સાથે આ કામ નહી કરે એની શી ખાત્રી??????

  પ્રિય નેટ મિત્રો…કોઈ જ ઉપાય નથી આ કોપી પૅસ્ટ રોકવાનો? અને હા હાર્દિકભાઈએ ભલે સ્વાર્થ સાથે કામ કર્યુ ( જો કે મને એવું વ્યક્તિગત રીતે નથી લાગતું) પણ તો બી એક ખોટા કામ નો પર્દાફાશ તો થયો..હાર્દિકભાઈને હાર્દિક અભિન્ંદન.

  સ્નેહા-અક્ષિતારક

 40. સોરી ભુલ થાય તો કહેવાનો શબ્દ છે ઇરાદા પુર્વક કરેલા ગુનાને ડામવાનો નહિ. આવા માણસને આપણે સજા તો આપી ન શકીએ તો કાંઇ નહિ પણ માફ તો ના જ કરી શકાય.આવા લોકો કદાચ અત્યારે લોકોને વિશ્વાસમાં લાવવા માટે બ્લોગ ડિલીટ કરે તો એ માણસને પસ્તાવો થઈ રહ્યો છે એવી માન્યતા આપણે કાઢી નાખવી જોઇએ.

 41. હુ ચિરાગ ભાઇ ની વાત સાથે સન્મત છુ

 42. ખુબજ શરમજનક્ કૃત્ય્ માનવભાઈ….
  રચનાકારે રચેલી રચના માત્ર રચના નથી હોતી પણ એના ઉરે અનુભૂત કરેલી ઊર્મિઓ છે…તમે શબ્દો ચોરી ને એ ઉર્મિઓ ને પોતાના નામે ચઢાવવા નો અપરાધ કર્યો છે…અને હા…દોસ્તો એક જ નહીં ઘણા માનવ્ ભાઈઓ છે…

  –મનીષા ‘અસ્મિ’
  antrang.gujaratiblogs.com

 43. કંઇ પણ મહેનત વગર, લાગણીનું વાવેતર કર્યા વગર કોઈકની વાવેલ ફસલ – ઊભાં પાકમાં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે?

  આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

  -મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકારની કૃતિઓને પોતાના બ્લોગમાં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરોને આપણે કોમેન્ટ કે પ્રતિભાવોનો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે, તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી!!

  -બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ… કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ! (બેનો ખોટું લગાડતા નહીં!!)

  – બાય ધ વે.. આ રચનાની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની!!

  -મુખ્ય રચનાકાર-સર્જકને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે?!

  કલમ પ્રસાદી http://kalamprasadi.blogspot.com

 44. આ હજી પત્યું નથી..

  TO BE CONTINUE………………….

 45. ગુજરાતિ ને બાજ્વા mate internet no use kari lye che…;) vacho ne bhai.. sukam koi khochrai karo cho….net par aapna sivayi baju ma bajva mate koi nathi hotu chatay mansho bajva mate kai pan shodhi lye che …………………

 46. મેં આ પહેલાં પણ આપનો Blog વાંચેલો છે.

  સાચુ કહું તો ત્યારે આપ મને થોડાં વધારે કટ્ટર લાગેલાં પરંતુ આજે કદાચ આપના લીધે વિશાલભાઈને ન્યાય મળ્યો છે.

  આ રીતે કોઈની રચના પોતાના નામે કઈ રીતે મૂકી શકાય??

  થોડા સમય પહેલા મેં મારા Blog પર જાતે પાડેલાં photos મૂક્યા છે, એનો પણ આવો જ ઉપયોગ થવાનો!

  આ જ કારણોસર હુ મારી પોતાની લખેલી રચનાઓ હજુ સુધી મૂકી નથી.
  All the best & keep it up……

Leave a Reply

%d bloggers like this: