Aug 242008
 

પ્રિય મિત્રો,

આજ-કાલ સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિયમિત પોસ્ટ મૂકી શકાતી નથી માટે માફ કરજો.

સર્ફગુજરાતી માટે ઢગલાબંધ બ્લોગની મુલાકાત લેતાં એક વાત મારા ધ્યાનમાં આવી તે છે ઊંઝા જોડણીના બ્લોગની વધતી જતી સંખ્યા! તેથી ફન-એન-ગ્યાન ટૂલબાર પર ઊંઝાજોડણી વાળા બ્લોગ/વેબસાઈટનો અલગ વિભાગ બનાવ્યો છે.

ઊંઝા જોડણી - એક નવો વિભાગ

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…

સ્પસ્ટતા અને વિનંતી: અંગત રીતે હું ઊંઝા જોડણીનો વિરોધી છું પણ ફન-એન-ગ્યાન ટૂલબાર કોઇનો વિરોધી ન હોઈ શકે, બધાનો મિત્ર હોઈ શકે તેવી ભાવના સાથે આ નવો વિભાગ ઉમેર્યો છે. અહીં કોમેન્ટમાં ઊંઝા જોડણી વિશે ચર્ચા ન કરતાં ટૂલબાર પર આપનો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં મૂકાયો છે કે નહીં તે જણાવવા વિનંતી.

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

  14 Responses to “ઊંઝા જોડણી – એક નવો વિભાગ”

 1. તારા મનની મુક્તતા લાજવાબ છે. એ જ તો ઉમદાપણાની ઓળખ છે.

 2. આ સારું કર્યું કેમ કે એમને અલગ રાખવા જરૂરી છે જેથી નવુંનવું ગુજરાતી શીખવાવાળાઓને ખબર રહે કે સાચું/ખોટું ગુજરાતી કેવી રીતે લખાય!

 3. આપણે સૌ એક જ ગુર્જર ધરાનાં સંતાનો છીએ. આપણી વચ્ચે મતભેદ હોઈ શકે, માન્યતાઓ અલગ હોઈ શકે, પણ કોઈને અલગ ન ગણો.
  નેટ ઉપર લખનાર અને વાંચનાર સૌની નેમ એક જ છે – ગુજરાતીમાં અભીવ્યક્તી અને તેનો આસ્વાદ. આ ભાવના ટકી રહે એ જ શુભેચ્છા.

 4. તમને ખબર છે હવે ગુજરાતી સ્પેલ ચેકર શોધાઈ ગયુ છે..
  શંકાના સમયે જોડણી સાચી છે કે ખોટી કહી શકશે

  આ લખાય છે ત્યારે તેના પ્રાર્રભીક પ્રોયોગો પુરા થયાની વાતો સંભળાય છે.આશા રાખીયેકે આ સંશોધનો વેબ ઉપર જલ્દી આવે

  પછી અલગ ભાષા કે અલગ ચોકો ગુજરાતીભાષાનો નહીં રહે

 5. સરસ ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યું …?!!
  તમે બધાંને ચકિત કરતા રહો છો અવનવી પૉસ્ટ મૂકીને
  અને આજે પણ ……
  થોડા દિવસ પહેલાં જ ઊંઝા પર લખ્યું અને હવે..
  very spontaneous …..good keep it up.

 6. આ તમે ખુબ ઉમદા કામ કર્યુઁ. અભિનંદન.

  મનીષભાઇની વાત એકદમ લોજીકલ અને ગળે ઉતરે એવી છે.

  જેને ગુજરાતી ભાષામાં વાંચવું હોય એના માટે ગુજરાતી બ્લોગ અને જેને ઉંઝા ભાષામાં વાંચવું હોય એના માટે ઉંઝા બ્લોગ. એકદમ ક્લિયર કટ વર્ગીકરણ. બિચારાં અજાણ વાચકો ઉંઝા વાંચી વાંચીને આવડતી જોડણી યે ખોટી કરતાં તો ના થાય!

  વિજયભાઇની વાત મુજબ ગુજરાતી સ્પેલ ચેકર આવ્યા પછી જેને સાચું ગુજરાતી લખવું છે એને ખૂબ સરળતા થઈ જવાની. ગજ્જર સાહેબ જેવા ઉંઝાના મહાનુભાવોને બ્લોગે બ્લોગે દોડી લોકોની જોડણી સુધારવાના હોમ-વર્કથી મુક્તિ મળશે.

  જય ગુજરાત… જય ગુજરાતી….જય જય માતૃભાષા.

  ગુજરાતીમાં કાચાની માતા…..અડધા ગુજરાતીની માતા…ઉંઝા જેવી બેબી સીટરનો પણ જય જય કાર.

 7. સાવ સાચી વાત, રોહિતભાઈ! અને પુંજાભાઈ પણ ચખપલબ લખવામાંથી બચી જશે!

  બીજું ઉમદા કાર્ય હું નહીં પણ જેઓ ગુજરાતી સ્પેલ ચેકર બનાવી રહ્યા છે તેઓ કરી રહ્યા છે.

 8. બહુજ ઉમદા કાર્ય…

 9. ફન-એન-ગ્યાન ટૂલબાર ડાઉનલોડ કરેલ, જેમા અમારો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં સમાવવા નમ્ર વિનંતી
  મારા બ્લોગનું નામ :
  1. વિચાર ક્રાંતિ અભિયાન : ઋષિ ચિંતનના સાંનિધ્યમા
  http://karshalakg.wordpress.com.
  2. યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી… http://gaytrignanmandir.wordpress.com.
  વિચાર શક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે, આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુધ્ધિકરણ. આનું જ નામ વિચાર ક્રાંતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાનયજ્ઞ કહે છે.
  જ્ઞાનયજ્ઞ આ યુગનો સૌથી મોટો પરમાર્થ છે, જનમાનસની દિશા બદલીને જ વર્તમાન તકલીફો અને મુંઝવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. વ્યક્તિ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની શકયતા આપણા આ અભિયાનની સફળતા રહેશે. “યુગ પરિવર્તન સુનિશ્ચત છે.
  મનુષ્યમાં દેવત્વનો ઉદય થશે, અને દેવ સમુદાયની સંખ્યા વધી જશે, ત્યારે ધરતી પર સ્વર્ગનું વાતાવરણ પેદા થશે, યુગ પરિવર્તન જે મહાન ઉદ્દેશ સાથે આપણે વિશ્વને એક ઐતિહાસિક અભિયાનમાં જોડાયા છીએ, તેની સફળતા આપણી નિષ્ઠા, તત્પરતા અને પરમાર્થ પરાયણતા પર આધારિત છે.

 10. hi,

  i have been running a blog “Ashok Dave – Unofficial Blog” on gujarati humour. it’s basically compilation of work done by Ashok Dave.

  link to it: http://ashokdave.blogspot.com/

  Looking forward to your kind cooperation.

  Regards,
  Snehal Patel.

 11. ચી. સ્નેહલ
  તમારા બ્લોગ પરના ફોન્ટ વાંચી શકાય એવા નથી.

 12. જાની સાહેબ,

  મારા ધ્વારા સન્ચાલીત બ્લોગ ફાયરફોક્સ, ગુગલ ક્રોમ અને ઓપેરા મા બરોબર ચાલે છે, અને ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર મા archive ના ફોન્ટસ બગડી જાય છે… આ માટે આપનુ કોઇ સુચન?

  encoding: Unicode (UTF – 8)

  આભાર.

 13. મને લાગે છે કે સ્નેહલે પોતાની બ્લૉગનો પ્રૉબ્લૅમ સોલ્વ કરી દીધો છે. ગુજરાત સમાચાર પરથી લેખો કૉપી કરીને બ્લૉગ પર મૂકવા હૉય તો જે તે ફૉન્ટ્સ યૂઝરના કૉમ્પ્યુટર પર હૉવા જરૂરી છે. મારા મતે ગુજરાત સમાચારને ગુર્જરદેશના યુનિકોડ ચશ્મા પહેરીને જોવાથી સ્પષ્ટ વંચાશે. એટલે કે જ્યારે ગુજરાત સમાચાર પર કોઇ લેખ વાંચતા હોવ અને તે યુનિકોડ ફૉન્ટસમા જોઈએ તો માત્ર લેખના URL માં આગળથી http:// કાઢી નાંખીને તેના બદલે આગળ લગડીને તે પેજ પરથી લેખ કૉપી કરવો. ઉ.ત. http://www.gujaratsamachar.com/gsa/20081109/guj/supplement/vishesh.html (ઍન્કાઉન્ટર) ને બદલે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20081109/guj/supplement/vishesh.html (આ બંને લિંક ટ્રાય કરી જોવાથી ફરક ખબર પડશે).

  જોકે ગુજરાત સમાચાર બીટા (www.gujaratsamachar.com/beta ke beta.gujaratsamachar.com) પર બધું યુનિકોડમાં જ છે.

  વધુમાં અશોક દવેના ઘણા બધા લેખોની ડાયરેક્ટ-ગુર્જરદેશ-યુનિકોડ-લિંક માટે http://mafatlalakhatarawala.googlepages.com/index.htm ની મુલાકાત લઈ જુઓ.

  બાય ધ વે, ડૉ. શરદ ઠાકરના લેખો તો ઑલરૅડી http://gujaratiliterature.wordpress.com/category/%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%b6%e0%aa%b0%e0%aa%a6-%e0%aa%a0%e0%aa%be%e0%aa%95%e0%aa%b0/ (હાલ સુધીમાં લગભગ દૉઢસો લેખ) પર મળે જ છે. પણ અશોક દવેના લેખો આપવાનો આપનો વિચાર ગમ્યો.

  થોડું કૉપીરાઈટનું પણ વિચારી જોજો! અશોકભાઈને પૂછવા જશો તો ‘બાને પૂછી આવો’ એમ કહેશે એવું તેમની જીવનઝાંખી લખી રહેલા ઝાંઝરી, વડગામ અને માણાવદર બાજુના વિશારદોનો અભિપ્રાય છે! 🙂

Leave a Reply

%d bloggers like this: