Jun 112011
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા એક સ્ટેજ કલાકારના મુખેથી એક વાર્તા સાંભળી હતી જેમાં આનંદ નામની વ્યક્તિ શહેનશાહ કેવી રીતે બને છે તેની વાત હતી:

આનંદ બોમ્બે ટુ ગોઆ જા કર ડૉન બન ગયા! ઉસ કે રાસ્તે કા પથ્થર કભી કભી મિલી કે કશ્મે વાદે કી તરહા અભિમાન પૈદા કર કે ઉસે પરવાના બનને પર મજબૂર કરતા થા. બરસાત કી એક રાત મેં લાવારીશ દિલમેં શોલે ભડક ઊઠે. લોગોં સે યારાના બઢાકર, યે સૌદાગર ખૂન પસીના બહાતા હુઆ અપના સિલસિલા જમાતા રહા. લેકિન હાય રે નસીબ! એક નમક હલાલ પર એક નમક હરામને ત્રિશુલ ફેંક કર ખુદ્દાર સે દેશદ્રોહી બના દીયા! અંધા કાનુન ઔર અદાલત કભી ઈસ મિ. નટવરલાલ કો ગિરફતાર ન કર શકી. વો મહાન સે નાસ્તિક બન કર, કભી અમર, અકબર, એન્થની તો કભી શરાબી, કભી કાલિયા તો કભી કૂલી બનતા થા ઔર હેરાફેરી કર કે સત્તે પે સત્તા મારતા થા. લેકિન એક દિન વો કાલા પથ્થર દેશપ્રેમી બન ગયા. ઉસ મર્દ મેં એક ઐસી શક્તિ જાગી ઔર વો મુક્કદર કા સિંકંદર સમય કી ગંગા જમુના સરસ્વતી પાર કર કે શહેનશાહ બન ગયા!

વાર્તા વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત થઈ રહી છે. જી, હા. આ વાર્તાના શબ્દો હકિકતમાં મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોના નામ છે.

જી, નહીં. તમારા બ્લોગને લોકપ્રિય બનાવવા માટે ન તો આ વાર્તા કૉપી કરી તમારા બ્લોગ પર મૂકવાની છે, ન તો શહેનશાહ પછીની ફિલ્મોના નામને સાંકળીને વાર્તાને આગળ વધારવાની છે.

તો પછી કરવાનું શું છે?

તમારે બસ એટલું જ કરવાનું છે કે બ્લોગ જગતના બ્લોગના નામ લઈને આવી કંઈક વાર્તા કે કવિતા લખીને પોસ્ટમાં મૂકી દેવાની છે. દા.ત.

બ્લૉગ બુકલેટ વાંચવાથી ફ્નએનગ્યાન મળે છે.

શરૂઆત મેં કરી આપી છે, હવે આગળ તમે વધારો. જેટલા વધુ બ્લોગને સાંકળી શકો એટલી વધુ લોકપ્રિયતા મેળવશો. કવિતા કે વાર્તા જેટલી રોચક હશે તેના પ્રમાણમાં પ્રસંશા પામશે અને તમારો બ્લોગ એલિઝા રેન્કમાં ઉપર આવશે તેની ગેરંટી!

આ નુસ્કો કેવો લાગ્યો? કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…

  6 Responses to “તમારા બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો?”

  1. another way to do so is to write an article : how to make your blog popular….!!

  2. આપનો નુસખો લાગ્યો તો સારો પણ..ઇમ્પ્લિમેન્ટ કરીએ પછી ખબર પડે..!

  3. what an Idea, Sirji!

  4. અખાનો એક છપ્પો યાદ આવી ગયો “જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.” તમે મને વખાણો, હું તમને વખાણું, અને આપણે બન્ને લોકપ્રિય કહેવાઇયે!!!!!!

  5. Thank you, Vinaybhai… Tamaro nuskho ajmavva jevo lage chhe… ame amara blog smsfunzone ma aa chalu kavanu sharu karishu… Amari evi vinanti chhe k aani jem biji tips ane ideas aapta rahejo…

Leave a Reply

%d bloggers like this: