Aug 072008
 

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે…

ફન-એન-ગ્યાન ટૂલબાર ગુજરાતી સાહિત્યના વિશાળ ખજાનાને આંગળીને ટેરવે લાવી મૂકે છે પણ તે માટે તમારા કોમ્પ્યુટરમાં ટૂલબાર ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવું પડે તેમજ યુનિકોડ ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ. બીજું ટૂલબાર ઈન્ટરનેટ એક્ષપ્લોરર, ફાયરફોક્સ મોજીલા, ફ્લોક, નેટસ્કેપ નેવીગેટર વગેરે બ્રાઉઝર સાથે ચાલી શકે તે રીતે બનેલું છે.

૫૦૦થી વધુ ટૂલબારના ડાઉનલોડ અને તેથી પણ વધારે ટૂલબારને લગતા પ્રતિભાવ જાણ્યા પછી એટલું જાણી શક્યો કે આટલું સરસ અને સમૃદ્ધ ટૂલબાર પણ કેટલાક લોકો માટે નકામું છે! કોના માટે તે જાણીએ…

૧. જે લોકો વિન્ડોઝ ઓપરેટીંગ (એક્ષપી અને સમકક્ષ) સિવાયની (દા.ત. લિનક્સ) ઓપરેટીંગ સિસ્ટમ વાપરે છે. ઓપરેટીંગ સિસ્ટમની સમસ્યા નથી. હવે ફન-એન-ગ્યાન ટૂલબાર વિન્ડોઝની સાથે સાથે મેક અને લિનક્સ પર પણ ચાલે છે, કેવુંક ચાલે છે તે તો કાર્તિકભાઈ જ કહી શકે. તેઓ મેક વાપરે છે અને લિનક્સના અનુભવી છે.

૨. જે લોકો ઓપેરા અથવા સફારી બ્રાઉઝર વાપરે છે.

૩. જે લોકોનું પોતાનું કોમ્પ્યુટર નથી અને સાયબર કાફે, કોલેજ, ઓફિસ કે અન્ય મિત્ર-સબંધીનું કોમ્પ્યુટર વાપરે છે.

તેમની ફરિયાદને દાદ આપીને ટૂંકસમયમાં ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃતિ આવી રહી છે….

જે ટૂલબારનું કામ તો કરશે જ, ઉપરાંત તે કોઇ પણ યુનિકોડ સપોર્ટેડ ઓપરેટીંગ સિસ્ટમ સાથે અને બ્રાઉઝર પર ચાલશે. તેને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવાની જરુર નહીં પડે અને કોઇપણ બ્રાઉઝર પર http://????gujarati.com લખીને વાપરી શકાશે. તે ઈન્ટરએક્ટિવ હશે અને તેમાં ટૂલબાર ઉપરાંત બ્લોગ એગ્રીગેટરનો પણ સમાવેશ કરવાનું વિચાર્યું છે.

આ નવા સાહસનું અડધું નામ તો આપી દીધું, બાકીનું અડધું જાણવા આપની કલ્પના શક્તિને કામે લગાડો.

આખું નામ અને અન્ય ઉપયોગીતાઓ વિશે સોમવારે

આપના અમૂલ્ય અભિપ્રાય/પ્રતિભાવ/સુચનોની અપેક્ષા સહ…

– વિનય ખત્રીના પ્રણામ.

  12 Responses to “ફન-એન-ગ્યાન ટૂલબાર પછી?”

 1. સરસ કામ કર્યું.
  અભિનંદન.

 2. ખુબ સરસ ગુજરાતિ ભાશા ને આવિ તુલના મલ્શે તેવુ ક્યારેય વિચાર્યુ નોતુ.

 3. ક્રિયેટીવીટીને કોઈ અંત હોતો નથી અને તે જ રીતે ઉત્સાહ અને ઉમંગ આવી ક્રિએટીવીટી ને પ્રેરણા આપે છે….આપનો ફન એન ગ્યાન ટૂલબાર તો સરસ હતો જ … આશા રાખીએ કે આ તેનાથી ય વધારે આગળ લઈ જાય…

  હવે લાગે છે કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવાનું આ મિશન છે ……

 4. મિશન મહેનતનું, મિશન રચનાઓનું અને મિશન નવતર પ્રયોગોનું….ખૂબ સરસ … કીપ ઈટ અપ અનિમેષ ઓહ સોરી વિનય…..

 5. its surfgujarati.com

 6. ખૂબ સુંદર
  આમાનું કેટલુંક સમજાતું નથી પણ જે મીશનરી ઉમંગથી તમે ગુજરાતીમા સરળતાથી સમજાવતા જશો તેમ અમારી શક્તિ પ્રમાણે માણી શકીશું
  અભિનંદન

 7. allgujgujarati.com

 8. Great News! Congrats!

  It should be enjoygujarati.com!!

 9. ફોનટ કઇ રીતે ડાઊન લોડ કરવા તેનીસરલ રી સમજાવવા વીનતી…..

 10. અભિનન્દન ..

 11. અભિનંદન, દોસ્ત !

 12. વિનયભાઈ તમારો બ્લોગ મને ખૂબ જ ગમે છે.હુ નવમા ધોરણ મા ભણતો વિધ્યાર્થી છુ.મને કિરણ બેદી વિશે જાણકારી આપશો ? અથવા કોઇ સાઈટ નુ સરનામુ આપશો જ્યા થી મને તે મળી શકે પણ ગુજરાતી મા પ્લિઝ…..

Leave a Reply

%d bloggers like this: