Mar 302009
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાનમાં આપણે ઘણાં ચબરાકિયાં માણ્યા. આજે આપણે માણીશું રોહિતભાઈનું કલેકશન:

 • એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે એના કરતાં સારું એ છે કે લીલી બત્તી માટે રાહ જુઓ.
 • અજ્ઞાન હોવાનો ફાયદો એ કે ક્યારેય અટૂલાપણાંની લાગણી થતી નથી.
 • અફવા કાન દ્વારા પ્રવેશે છે અને મોંએથી બહાર નીકળે છે.
 • આપણે ત્યાં એ જ મત જોખમી નીવડે છે જે મતપેટીમાં જતાં નથી.
 • સ્ત્રીને તેની વર્ષગાંઠ યાદ કરવો તે તેને ખૂબ ગમશે, કેટલામી તે નહીં.

આવા દસ પાનાં ભરીને ચબરાંકિયાં તેમણે સંકલિત કર્યા છે તેમની વેબસાઈટ પર તેમના સામયિક દીપમોતીના દસમા અંકમાં.

  2 Responses to “ચબરાકિયાં (લાફ્ટર ટિટબીટ્સ)”

 1. સ્ત્રીને તેની વર્ષગાંઠ યાદ કરવો તે તેને ખૂબ ગમશે, કેટલામી તે નહીં.
  => કેટલામી સ્ત્રીને યાદ કરાવી એ પણ યાદ રાખીને નહી કહેવાનું.

 2. સરસ!
  એક મારાં તરફથી….
  ‘ ઘણાંની ખાનદાની હિંમત અને મોકાના અભાવે જ જળવાતી હોય છે.’

Leave a Reply

%d bloggers like this: