Mar 052016
 

પ્રિય મિત્રો,

૬૫/૩૬૬

positive-thinking-b

‘પોઝિટિવ થિંકીંગ’ વિશે તમે હજારો મોઢે સાંભળ્યું હશે. આજકાલ દરેક મોટિવેશનલ ટ્રેનર આ વાત કરતો જ હોય છે. મારે તેમાં થોડો વધારો કરવો છે…

૧) કોઈને એમ ક્યારેય ન કહો કે ‘મોડો નહીં આવતો’. એને કહો કે ‘સમયસર આવી જજે’. કારણ કે મોડું આવવું એ નેગેટિવ બાબત છે અને તેમ ન કરવાનું કહેવું પણ નકારાત્મક છે. ગણિતમાં બે નેગેટિવ સંખ્યાઓનો ગુણાકાર પોઝિટિવ થાય પણ મગજ કેલ્ક્યુલેટરની જેમ કામ કરતું નથી. યાદ રાખવા માટે મગજ ચિત્ર બનાવતું હોય છે.

૨) કર્મચારીને લેટમાર્ક લગાડી દંડ લેવાને બદલે સમય સર આવતા કર્મચારીને ઈનામ આપી શકાય.

આ બે નાનકડી ટિપ્સ અમલમાં મૂકવાથી તમે ‘પોઝિટિવ થિંકિંગ’ કરનાર બનતા નથી પણ તેથી આગળ વધીને ‘પોઝિટિવ બીઈગ’ બનો છો.

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: