Jul 282009
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો ચોથો થીમ છે – ધીસ જસ્ટ ઈન!

ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે ‘ધીસ જસ્ટ ઈન!’ છે. જોન ક્રેનશોએ આ થીમ બનાવ્યો છે.

વર્ડપેસના તાજેતરના વર્જનને ધ્યાનમાં રાખીને બનાવેલા આ સ્વચ્છ થીમમાં જુના લેખોના સંગ્રહ માટે વિશેષ ચીવટ લેવામાં આવી છે. મથાળામાં દર્શાવવામાં આવતું મોટું ચિત્ર પ્રોફેશનલ બ્લોગની ઈમેજ કાયમ કરે છે. સ્ટિકી પોસ્ટ અને થ્રેડેડ કોમેન્ટ્સ જેવી સગવડ ધરાવે છે.

ધીસ જસ્ટ ઈન!

બે કૉલમનો ચોક્ક્સ પહોળાઈ વાળો આ થીમ જમણી તરફ સાઈડબારમાં વિજેટ્સ દર્શાવે છે.

જાણીતા લેખક-પત્રકાર સૌરભ શાહનો અંગ્રેજી બ્લોગ આ સ્વચ્છ અને સુંદર થીમ વડે શોભી રહ્યો છે!

  11 Responses to “થીમ પરિચય વીક – ધીસ જસ્ટ ઈન!”

 1. Wow. Excellent theme. I like it very much.

 2. looks more young and vibrant.still do not suit the theme of the blog that is highlighting the core of the blog…

 3. વિનયભાઈ,
  આ તમે જે રોજ રોજ થીમ પરિચય કરાવો છો તે ગમ્યું, પણ એ કહેવા વિનંતી કે માનો કે મારે આ થીમ અપનાવવી છે તો કઈ રીતે શક્ય બને? વર્ડપ્રેસની અંદર તો તે નથી.

 4. વર્ડપ્રેસ બ્લોગ બે જાતના હોય છે, એક વર્ડપ્રેસ પર હોસ્ટેડ હોય એવા (દા.ત. http://tadafadi.wordpress.com ) અને બીજા સેલ્ફ હોસ્ટેડ (દા.ત. http://funngyan.com)

  અહીં જે થીમ રજુ કર્યા છે તે બધા સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે છે. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટેના થીમનો પરિચય કરવા માટે બીજું એક અઠવાડિયું જોઈએ. આપ સૌની ઈચ્છા હશે તો એ પણ કરશું.

 5. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટેના થીમના પરિચયમાં પણ મજા આવશે. અને અલગ અલગ ટૂલ કેવી રીતે મૂકી શકાય તે પણ જાણવાનું ગમશે. સેલ્ફ હોસ્ટેડ એટલે ખરીદેલ ડોમેઇન નેમ જેવું?

 6. વળી એ જાણવું પણ ગમશે કે થીમ બદલો એટલે કસ્ટમ હેડર નવેસરથી કેમ મૂકવું પડે છે? બીજું એ કે જીમેઇલમાં પોતાનો ફોટો મૂકવો હોય કે કસ્ટમ હેડરમાં, તો હાઇટવાળો ફોટો કેમ ન લઈ શકાય? અને ગમે તેટલો નાનો ફોટો લો તેમાં ક્રોપ કરવાનું શા માટે કહે જ?

 7. ના, સેલ્ફ હોસ્ટેડ બ્લોગ એટલે પોતાના (ભાડાના) સર્વર પર હોસ્ટ થયેલો બ્લોગ, વર્ડપ્રેસના સર્વર પર નહીં. (વર્ડપ્રેસ પર હોસ્ટ થયેલા બ્લોગ માટે પણ પોતાનું ડોમેઈન લઈ શકાય છે, એ અલગ વાત છે!)

  હેડર ઈમેજની સગવડ જે તે થીમની સગવડ છે તેથી થીમ બદલાતાં તે નવેસરથી મુકવી પડે.

  જીમેઈલ વગેરે ચોરસ ફોટો દર્શાવતા હોવાથી ઊભા/આડા (લંબ ચોરસ) ફોટાની લણણી કરીને ચોરસ કરવા માટે ‘ક્રોપ’ વાપરવું પડે. નાના-મોટા ફોટાનો પ્રશ્ન નથી, ફોટો મોટો હશે અને ચોરસ હશે તો ક્રોપ નહીં કરવું પડે.

 8. જયવંતભાઈ,
  ક્રોપ કરવાનું કહે એટ્લે ક્રોપ કરવો જ પડે એવું નથી હોતું. ક્રોપિંગની ચારેય બૉડર્સને તમે તમારા આખા ફોટાની બૉર્ડર પર લાવીને મૂકી દો અને પછી ક્રોપની ક્લિક દબાવો તો તમારી સમસ્યાનો હલ આવી જશે.
  Am I right, Vinaybhai?

 9. સામાન્ય રીતે ફોટો ૨:૩ના પ્રમાણમાં હોય છે, દા.ત. ૪”x૬”, જ્યારે જીમેઈલ/ગૂગલ/વર્ડપ્રેસ વગેરે ચોરસ ફોટો દર્શાવે છે તેથી ક્રોપ તો કરવું જ પડે. ફોટો આડો હોય તો ડાબે/જમણે અને ઊભો હોય તો ઉપર/નીચેથી કાપીને સમચોરસ કરવો પડે. ઓટોમેટિક ક્રોપ હોય તો કદાચ માથું કપાઈ જાય એવું બને તેથી મેન્યુઅલ ક્રોપ મૂકેલું છે જેથી તમે તમારું માથું કપાતું બચાવી શકો… 🙂

  • વર્ડપ્રેસમાં ફોટો ચોરસ નથી હોતો, લંબચોરસ હોય છે (હું કસ્ટમ હેડરની વાત કરું છું.) સૌરભભાઈ, ક્રોપિંગની બોર્ડર્સ અમુક હદે જ ખેંચાતી હોય છે. જેમ કે, મેં અત્યારે જે કસ્ટમ હેડર મૂક્યું છે તેમાં મારો ફૂલસાઇઝ ફોટો છે પણ તેને ક્રોપ કરવો જ પડ્યો.

 10. હા, હેડર ઈમેજની બોર્ડર્સ થીમની પહોળાઈ જેટલી જ ખેંચાતી હોય છે તેથી ક્રોપ કરવો પડે છે.

  થીમની અંદર હેડર ઈમેજની સાઈઝ લખેલી હોય છે, ફોટોશોપમાં જઈને તે સાઈઝની ઈમેજ બનાવીને પછી હેડરમાં મૂકવી વધારે સારી.

  ‘ફોટોશોપ’નું નામ લખતાં તો લખી નાખ્યું પણ પછી યાદ આવ્યું કે ‘ફોટોશોપ’ જોડાક્ષરો ને વેરવિખેર કરી નાખે છે, જીમ્પ વાપરો!

Leave a Reply

%d bloggers like this: