Jul 242009
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો પહેલો થીમ છે – શૅડ્ઝ ઑફ બ્લ્યુ

ફનએનગ્યાન પર જે થીમ આજે જોઇ રહ્યા છો તે શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦ છે. સ્ટુડિયો પ્રેસ નામની વેબસાઈટે આ થીમ બનાવ્યો છે. (એટલે જ ફનએનગ્યાનના ઓમના આઈકોનની જગ્યાએ “S” દેખાતું હશે તેનું કારણ પણ એ જ. “એસ” = સ્ટુડિયો પ્રેસ.

આ બે કૉલમનો થીમ છે. ડાબી કૉલમમાં લેખ અને જમણી કૉલમમાં વિજેટ્સ દેખાય છે. નામ પ્રમાણે વાદળી રંગે રંગાયેલો છે. આ થીમના રંગ બદલી શકાય છે. વાચક પોતે પણ પોતાને ગમતા રંગ પસંદ કરી શકે એવું વર્જન પણ મળે છે. આ થીમમાં નીચે (ફુટરમાં) પણ વિજેટ મૂકી શકાય છે. આ થીમનું નેવિગેશન ડ્રોપ ડાઉન મેનુ સાથેનું છે. આ થીમ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) અને સ્ટિકી પોસ્ટ (નવી પોસ્ટ મુકાતી જાય તો પણ સ્ટિકી પોસ્ટ હંમેશા ઉપર જ રહે) સહિત છે. થીમની એક વધુ વિશેષતા એ છે કે આ થીમમાં લખાણની બે લિટી વચ્ચે થોડી વધારે જગ્યા મૂકવામાં આવી છે.

શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦

આ થીમમાં બ્લોગની પહોળાઈ બદલાતી નથી (ફિક્સ વિડ્થ) તેથી જે લોકોના મોનિટરનું રિજોલ્યુશન ૧૦૨૪ x ૭૬૮ હશે તેમને બરાબર દેખાશે. તેથી વધારે હશે તેમને બંને બાજુ વાદળી પટ્ટા દેખાશે અને ઓછું હશે તેમણે ડાબે-જમણે સ્ક્રોલ કરતા રહેવું પડશે.

જાણીતો બ્લોગ/વેબસાઈટ રીડગુજરાતી આ જ થીમ જોઈતા ફેરફારો કરીને વાપરે છે.

  3 Responses to “થીમ પરિચય વીક – શૅડ્ઝ ઑફ બ્લ્યુ”

  1. મજા ના આવી!

  2. વિનયભાઈ, વર્ડપ્રેસ અને બ્લોગ.કો.ઇનના કમ્પેરીજનની કોઈ પોસ્ટ લખો ને !!!

    Which is better?

  3. તમે વર્ડપ્રેસમાં બ્લોગીંગ કરો છો, તો આ પ્રાઈવેટ દોમેઈન કઈ રીતે?
    શુ આ કોઈ પ્રિમીયમ સર્વીસ છે?
    જો હા તો ચાર્જ જણાવશો.

Leave a Reply

%d bloggers like this: