May 082008
 

ઓર્કુટ પર “ધ અનિમેષ” નામે કોમ્યુનિટી છે:

“જો તમે ભુજના છો તો તમને અનિમેષનો પરિચય આપવાની જરુર નથી, પણ જે ભુજના નથી તેમના માટે અનિમેષ એટલે વન મેન “સાન્તા-બન્તા”. આપ આ કોમ્યુનિટીની પોસ્ટ વાંચશો એટલે અનિમેષ વિશે જાણી જશો.”

ઊઘડતે પાને આટલી પ્રસ્તાવના પછી સભ્યોએ અનિમેષના ટુચકા લખ્યા છે, જેમાંના ઘણા ‘સાન્તા-બન્તા‘માંથી તડફાવેલા હોય તેવું લાગે છે, છતાં કેટલાક મૌલિક કે પ્રાસંગિક છે. ચાલો માણીએ:

અનિમેષે નવું બાઇક લીધું, એક વાર જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી બાઇક એક જ હાથે ચલાવતો આવતો હતો, ત્યારે એક ઠોલા (ટ્રાફિક પોલિસ) એ એને પકડ્યો અને પુછયું: “એક હાથે કેમ ચલાવે છે?”

અનિમેષે કહ્યું: “બાઇક વાળા એ કીધું છે કે બાઇક એક હાથે ચલાવશો તો લાંબો સમય ચાલશે.”

***

“આ જુઓને પેટ્રોલના ભાવ કેટલા વધી ગયા…”

અનિમેષ “એમા શું ફરક પડે, હું તો પહેલા પણ ૧૦૦નું પુરાવતો હતો અને અત્યારે પણ ૧૦૦નું જ પુરાવું છું.”

***

અનિમેષે ગધેડો પાળ્યો. એ ગધેડો અનિમેષના ઘરની બહાર હંમેશા ડોક વાંકી રાખી ને ઉભો રહે છે, શા માટે?

અનિમેષે એને હેન્ડલ લોક નખાવ્યું છે…

***

અનિમેષના ઘર પાસે ગાયો બહુ આવતી એટલે ઘરનું નામ “હી” રાખ્યું.

***

અનિમેષના ૩ છોકરા. વચલા છોકરાનું નામ છોટુ તો બાકી બે છોકરાનું નામ શું હશે?

છોવન (છો-૧)
છોટુ (છો-૨)
છોથ્રી (છો-૩)

***

“અનિમેષ તું આટલો મોટો થયો પણ તને દાઢી મુછ કેમ નથી?”

“શું કરું હું મમ્મી ઉપર ગયો છું…….!!!!!!!!!!!!!!!!!!”

***

અનિમેષના એક મિત્ર કહ્યું “ચાલ ચેસ રમવા”

અનિમેષ: “તું જા, હું સ્પોર્ટ્સ સુઝ પહેરીને આવું છું”

***

એકવાર અનિમેષ ડોક્ટર પાસે ગયો ને હહ્યું, સાહેબ ડોક ફેરવું તો ચરરર…. ચરરરર…. એમ અવાજ આવે છે. ડોકટરે બધું ચેક કર્યું પછી કે કે ભુજમાં તો આનો કોઇ ઇલાજ છે નહીં, એક કામ કરો અમદાવાદ જાઓ.

અનિમેષ અમદાવાદ ચેકઅપ માં ગ્યો ત્યાં પણ ચરરર…. ચરરરર…. નો ઇલાજ મળ્યો નહીં અને મુંબઇ જવાનું કહ્યું. મુંબઇમાં એક્ષપર્ટ ડોક્ટરે બધા ટેસ્ટ કરીને કહ્યું તમારો રોગ તો વિચિત્ર છે. ટેસ્ટમાં કાંઇ ખબર પડતી નથી લાગે છે હવે તમે બહુ જીવી શકશો નહીં એટલે એક કામ કરો મોજ કરો અને બધી ઇચ્છા પુરી કરો.

એટલે અનિમેષ પાછો ભુજ આવ્યો અને નક્કી કર્યું કે હવે જલસા જ કરવા છે. એટલે સૌથી પહેલા તો દરજી પાસે શુટ સીવડાવવા ગયો. દરજીએ માપ લઇને ક્હયું ગળાનું માપ 14 રાખું? અનિમેષે 12 રાખવાનું ક્હ્યું એટલે દરજી કે જો જો પછી કે’તા નહીં કે ચરરર…. ચરરરર…. અવાજ આવે છે…

***

ઓર્કુટ, ધ અનિમેષ કોમ્યુનિટી અને તમામ સભ્યોનો આભાર

  13 Responses to “ધ અનિમેષ”

 1. too good …..really nice man……particularly last made me laugh loudly…..
  JSK

 2. Good ones . enjoyed

 3. અનીમેષભાઇ ડાબા હાથે ચેસ રમે તો પણ સંતા હારી જાય છે
  http://jayeshupadhyaya.wordpress.com

 4. hahhahaha….nice one!!!!

 5. good one.. enjoyed.. 😀

 6. અનિમેષ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા અનિમેષ ઉપર પડતો હતો. અકળાઈને અનિમેષ બોલ્યો : ‘બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.’
  ‘એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?’
  ******************************************************

  કવિ અનિમેષે તેમની પત્નીને કહ્યું : ‘મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….’
  ‘ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.’ પત્ની સહર્ષ બોલી.
  કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : ‘તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.’
  ******************************************************

  તરંગ હાથી, ગાંધીનગર
  ૯૪૨૭૬ ૦૫૨૦૪

 7. વન્શ મોર અનિમેષ

  અનિમેષ ફોટો ગ્રાફર હતો. હિલ ગાર્ડન માં પોતાના છોકરા ભેગો બેઠો હતો. કોઇ સારો ફોટો જેનિક ફેઈસ મળી જાય તો ફોટો પાડવાની ફિરાક માં હતો. તેવામાં એક કાળો માણસ ત્યાં ફરતો ફરતો આવ્યો. તે માણસ ને જોઇ ને અનિમેષ નો દિકરો બોલ્યો જુઓ પપ્પા તમારી નેગેટીવ જાય છે.

 8. પોસ્ટ ઑફિસના કલાર્કેને અનિમેષ ને કહ્યું, ‘ભાઈ, તમે જે કવર પોસ્ટ કરવા માગો છો તેનું વજન વધુ હોવાથી તમારે વધારાની એક રૂપિયાની ટિકિટ લગાડવી પડશે…..!’
  અનિમેષ બોલ્યો : ‘પણ એમ કરવાથી તો કવરનું વજન હજી પણ વધી જશે ને !’

 9. અનિમેષ : બધા હવે મને ભગવાન માને છે.
  ક્રુપેશ : તને કેવી રીતે ખબર પડી ?
  અનિમેષ : કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !’
  ******************************************************
  ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : ‘હાડપિંજર એટલે શું ?’
  અનિમેષ: ‘સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !’
  ******************************************************
  આર્થિક સલાહકાર : ‘તમે થોડી બચત-બચત કરતા હો તો
  અનિમેષ : ‘હું મારી પત્નીને એમ જ કહું છું !’
  સલાહકાર : ‘પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !’
  અનિમેષ : ‘હું કમાતો નથી, એ જ કમાય છે !!’
  ******************************************************
  અનિમેષ: ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’
  ક્રુપેશ: ‘એક દિવસનો આરામ કરે છે ?’
  અનિમેષ: ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’

 10. very funny… hop Animesh is well and we will get more fun on him

 11. Good nock

 12. vinaybhai,. really a nice blog.

 13. “અનિમેષ”………….આજએજ આ શબ્દનો અર્થ જાણ્યો….!!!

Leave a Reply

%d bloggers like this: