Dec 282010
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર અને ખાસ કરીને ફેસબુક પર જે કાવ્ય પ્રકાર બહુ જ પ્રચલિત થયો છે તે છે પ્રતિકાવ્ય અને હઝલ. મારી સમજ પ્રમાણે પ્રતિકાવ્યમાં મૂળ કાવ્યનો છંદ જાળવવામાં આવે છે અને હઝલ એ હાસ્ય ગઝલનું ટૂંકું રૂપ છે જે છંદોદ્બદ્ધ હોય છે. આપણે અહીં જે પ્રતિકાવ્યોની વાત કરીએ છીએ તેમાં એક જ છંદ વપરાયો હોય છે, ‘સ્વછંદ’!

આજે આપણે એક નવો કાવ્ય પ્રકાર ‘ટીઝલ’ વિશે જાણીશું. ‘ટીઝલ’ શબ્દ ‘ટીઝર’ અને ગઝલ પરથી બનાવ્યો છે. કારણ કે અહીં ‘ટીઝલ’ના નામે જે રચનાઓ મૂકી છે તેને ગઝલ ન કહી શકાય (છંદોદ્બદ્ધ નથી) તેમજ હાસ્ય ઉત્પન્ન ન થયું હોય તો  ‘હઝલ’ પણ કહી શકાય નહી, તેથી ‘ટીઝલ’.

નોંધ અને સ્પષ્ટતા: ‘ટીઝલ’માં ‘ટી’ ટીખળનો નથી, નથી, નથી જ!

આટલી પ્રસ્તાવના પછી માણીએ નિદા ફાઝલી સાહેબની મૂળ રચના અને પછી મારી ‘ટીઝલ’:

મીર ઔર ગાલિબ કે શેરોને કિસકા સાથ નિભાયા હૈ?
સસ્તી ગઝલેં લીખ કર હમને અપના ઘર બનાયા હૈ!
નિદા ફાઝલી

(૧)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નિભાયા હૈ?
‘નાની બચત યોજના’મેં હમને સારા પૈસા લગાયા હૈ!

(૨)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘પાવશેર’ લગાકર હમને ‘સવાશેર’ હો કે દિખલાયા હૈ!

(૩)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
દેશ કે કોને કે એક ગાંવને હમેં સારી ઉમ્ર સંભાલા હૈ!

(૪)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
બકરીયાં ‘ચરા’ કર હમને અપના ‘ગુજરાન’ ચલાયા હૈ!

(૫)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘જોડકણાં’ બનાકર હમને અપના ‘ગાડા ગબડાયા’ હૈ!

વિનય ખત્રી

શબ્દાર્થ: શે’ર = (૧) ભાગ, હિસ્સો, (૨) મણના ચાળીશમાં ભાગ જેટલું માપ, (૩) શહેર, (૪) વાઘ, સિંહ, ચિત્તો, (૫) કવિતાની કડી.

  9 Responses to “‘ટીઝલ’: એક નવો કાવ્ય પ્રકાર”

 1. Gamyu…
  Saras, good.

 2. વાહ, કવિ! ક્યા બાત હૈ! હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે ગાલિબ પછી આ દેશમાં જો કોઈ કવિ હોય તો તે વિનય ખત્રી જ છે!

  • સૌરભભાઇ, વાક્યને અંતે 😉 ઉમેરવાનું ભૂલી ગયા?!

 3. શ્રી વિનયભાઈ,

  આપની એક નવી પ્રતિભા જોવા મળી.

  સરસ !

  અભિનંદન !

 4. સુંદર!
  મેં પણ આવી જ શરૂઆત ફેસ્બુકથી કરી છે, નામ આપ્યું છે “ગઝલાક્ષરી”! एक गझल तुम लीखो, एक हम लीखे और हर गझल का जवाब गझल से हो! આ ક્ષેત્રમાં નવો નીશાળીયો છું, પણ જોડકણાને ધ્યાનમાં રાખીને તથા ગઝલના થીમને ધ્યાન્માં રાખીને હ્યુમર બસે પર ગઝલનો જવાબ આપું છું. ફેસબુકના રીસ્પોન્સ પરથી એવું લાગે છે કે આ એક સફળ પ્રયોગ છે જેમાં વાચકો ફક્ત ગઝલો માણતા જ નથી, એમાં ભાગ પણ લે છે! ગઝલાક્ષરી ૯ સુધી પોસ્ટીંગ થયું છે. ટીઝલ માણી!


  Mahendra Shah
  http://www.isaidittoo.com
  Your appreciation is my inspiration.
  હ્યુમર બસે નહીં પણ હુમર બેઝ ( correction )

 5. ગઝલાક્ષરી ૯
  જીંદગી એવી ના જીવો કે કોઈ ફરીયાદ કરી જાય,
  જીંદગી એવી જીવો કે કોઈ ફરી.. યાદ કરી જાય.. !
  અનામી

  વર્ષો પહેલાં અમારા ગામમાં એક જણે ઘણા બધાનું કરી નાખ્યું;
  લોકો ફરીયાદ નથી કરતા, પણ ફરી ફરી ને હજું યાદ કરે છે!
  મહેન્દ્ર શાહ

  દિલ અમારા રહ્યા અલગ અલગ જોજનો દૂર;
  બંને દિલમાં ધબકે સ્નેહનો સરખો સુરિલો સૂર.
  નટવર મહેતા

  દિલ અમારા રહ્યા અલગ અલગ જોજનો દૂર;
  એ છે ત્રણ ફૂટ સાડા છ ઈંચ ને હું ઝાડ ખજૂર!
  આ ગઝલ AB અને JBને ઉદ્દેશીને નથી લખી, કોઈએ
  બંધ બેસતી પાગડી પહેરી લેવી નહીં!
  મહેન્દ્ર શાહ

  ભલે ભગવાને ન મેળવ્યા આ જનમમાં અમને;
  જન્મજનમની પ્રીત મેળવશે નવે જન્મે જરૂર.
  નટવર મહેતા

  પ્રયત્નો જારી રાખો, ક્યાંક ક્યારેક તો મળી જ જશે;
  આ જનમમાં જ,આમ નાસીપાસ ના થાવ હજૂર!
  મહેન્દ્ર શાહ

  નટવર મહેતાના સહુ મિત્રોને રામ રામ;
  જોડકણાંની યાત્રામા આવશે એક વિરામ.
  ( ભારત પ્રવાસને લીધે બ્રેક )
  નટવર મહેતા

  આ પણ એક જોડકણું છે કે ખરેખર વિરામ?
  રામને વચ્ચે લાવ્યા વગર ખાવ મારા સમ!
  મહેન્દ્ર શાહ

  નટવર મહેતાના સહુ મિત્રોને રામ રામ;
  જોડકણાંની યાત્રામા આવશે એક વિરામ.

  જોડકણાંની યાત્રામાં આવે આરામ, વિરામ, વિશ્રામ;
  પણ ભૂલથી યે જો જો ભૂલેચૂકે લાવતા પૂર્ણવિરામ!
  મહેન્દ્ર શાહ
  जो हो गया वोह हो गया;
  जो होना होगा वोह होगा,
  और जो नहीं होना हैं
  वोह नहीं होगा
  अब देखना हैं कि क्या होगा?
  क्योंकि जो होना हैं वोह तो होगा ही होगा
  (Theory of Karma )
  Bhupen Rajnikant

  जो नहीं होना हैं, वोह भी होता हैं,
  जो होना चाहिये, वोह नहीं भी होता हैं,
  होनेवाले की तो बात हीं छोडो!
  किसी को पता नहीं, वोह होगा कि नहीं होगा!
  और हो गया उसकी बात करने से क्या फायदा?
  ( Theory of akarma! )
  महेन्द्र शाह
  The healthiest part of the donut is the hole.
  Unfortunately, you have to eat through
  the rest of the donut to get there.
  Nayan Panchal

  दो नट एक साथ खाना गरूरी नहीं हं..,
  आज एक क्यूं नहीं खाते? एक कल सूबह खाना!
  महेन्द्र शाह

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.
  દિવ્યા મોદી

  શાક ખરીદી બજારથી લાવી;
  મહેક એની વઘારમાં આવી!
  મહેન્દ્ર શાહ

  Mahendra Shah
  http://www.isaidittoo.com
  Your appreciation is my inspiration.

 6. આ બહુ સરસ છે — ‘જોડકણાં’ બનાકર હમને અપના ‘ગાડા ગબડાયા’ હૈ… મઝા પડી હોં.

 7. વિનયભાઈ,
  આવું કરતા રહો તો મજા પડે! ચાલો અમે પણ ચાલુ ગાડી ચડી જઈએ!

  ફાનુસ બનકર જિસકી હિફાજત ખુદા કરે
  વો શમા બુઝે ક્યા જો જલી હી નહીઁ!

 8. “વાહ ! વાહ ! આપને તો બહોત ખૂબ ફરમાયા હૈ !!”

Leave a Reply

%d bloggers like this: