Jul 302009
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો છઠ્ઠો થીમ છે – ગોલ્ડ પોટ.

ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે ‘ગોલ્ડ પોટ ૨.૦’ છે. યામામોટોએ etrecos નામની વેબસાઈટ માટે બનાવ્યો છે.

ગોલ્ડન પીળા અને સફેદ રંગના મિશ્રણથી ચળકતો બે કૉલમનો ચોક્કસ પહોળાઈ વાળો સરળ અને સ્વચ્છ થીમ ડાબી બાજુ વિજેટ્સ અને જમણી બાજુએ લેખ દર્શાવે છે.

ગોલ્ડ પોટ

ઉપર ડાબે ‘ટ્વિટર’ અને ‘ફેસબુક’ પર જવાની લિન્ક માટેના બટન આ થીમની વિશેષતા છે.

Jul 272009
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો ત્રીજો થીમ છે – Montezuma

ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે Montezuma છે. બાઈટ્સ ફોર ઑલ નામની વેબસાઈટે આ થીમ બનાવ્યો છે.

આજનો થીમ જોઈને તમે કહેશો કે આ તો ગઈ કાલના થીમ જેવો જ થીમ છે, તેમાં નવું શું છે? નવું છે થીમમાં ‘જાન’ રડતો તેનો જાજરમાન જાંબુડિયો રંગ!

ત્રણ કૉલમના આ થીમમાં લેખની ડાબે અને જમણે બંને બાજુએ વિજેટ મૂકી શકાય છે. આ થીમની અંદર ગઈકાલ કરતાં ઓછા પણ જરૂરી વિકલ્પો છે. થીમનો હેડર (મથાળું) બદલી શકાય છે. થીમ સેટ કરવા માટે થીમ ઑપ્શનનું પેજ છે.

Montezuma

સ્ક્રિનની સાઈઝ પ્રમાણે બ્લોગની પહોળાઈ આપોઆપ બદલાય છે.

Jul 222009
 

પ્રિય મિત્રો,

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસમાં વાતાવરણ વધારે ભક્તિમય, ઝાલરમય, આરતીમય, સંગીતમય, વ્રતમય, કથામય, પ્રસાદમય, ઉપવાસમય, ફરાળમય બની જાય છે એમ યશવંત ઠક્કર તેમના બ્લોગ અસર પર લખે છે, તેમાં હું થોડો વધારો કરું છું કે શ્રાવણ માણસને શિવમય, મેળામય, હિંડોળામય, વરસાદમય અને પ્રવાસમય પણ બનાવે છે.

આજે સવારે સૂર્યગ્રહણ થયું. ભારતમાં દેખાશે એવું લખ્યું હતું પણ વાદળા વેરી બન્યા. સવારે વહેલા ઊઠવાની અને વૉચમેન પાસેથી અગાસીની ચાવી મગાવી રાખવાની મહેનત માથે પડી!

ગયા વર્ષે દિવાસાના વ્રતને અનુલક્ષીને મહિલા વિશેષ બ્લોગનું સંકલન કરવાનો પ્રયોગ કર્યો હતો, આ વખતે એવું કરવાનો સમય ન મળ્યો.

એક લાંબા વિરામ બાદ આજે ફરી બ્લોગ અપડેટ કરવા બેઠો છું ત્યારે સૌપ્રથમ બ્લોગનો સોફ્ટવેર અપડેટ કર્યો છે. હવેથી હું પણ વર્ડપ્રેસનું તાજેતરનું ૨.૮.૨ સંસ્કરણ વાપરું છું. ચોર્યશિરોમણિઓનું કામ અઘરું કરવા માટે કૉપી-પ્રોટેક્ટ પ્લગઈન પણ મૂક્યું છે.

નિયમિત મળતા રહેશું એવી આશા સાથે,

- વિનય ખત્રી

Mar 032009
 

સહર્ષ જણાવવાનું કે વર્ડપ્રેસ પર ટોપ પોસ્ટ અને ટોપ બ્લોગની જે યાદી આવે તેની RSS ફીડ આજથી મૂકવામાં આવી છે. દિવસો દિવસ વર્ડપ્રેસ સમૃદ્ધ થતું જાય છે અને વધારે ને વધારે સગવડો આપતું જાય છે.

  • વર્ડપ્રેસ પર ગુજરાતી બ્લોગની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી બ્લોગની યાદીની RSS ફીડ માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી પોસ્ટની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી પોસ્ટની યાદીની RSS ફીડ માટે અહીં ક્લિક કરો.
  • આરએસએસ ફીડ વિશેનો મારો લેખ – નેટસૅવિ વિભાગમાં – વાંચવા માટે અહીં ક્લિક કરો.

આભાર વર્ડપ્રેસ!

    Dec 052008
     

    પ્રિય મિત્રો,

    ૧૮ સપ્ટેમ્બરના લખ્યું હતું કે વર્ડપ્રેસ ૨.૭ આવી રહ્યું છે… લેખમાં વર્ડપ્રેસ ૨.૭ના ડેમોની લિન્ક અને તેમાં શું શું નવું હશે તે વિશે છણાવટ કરી હતી.

    લો આજે આવી ગયું વર્ડપ્રેસ ૨.૭. હવે આપનું વર્ડપ્રેસ ડેશબોર્ડ આવું દેખાશેઃ Continue reading »

    Powered By Indic IME