પ્રિય મિત્રો,

ઘણાં સમય પછી નેટસેવી લખવા બેઠો છું. કેટલાક બ્લોગર મિત્રો પૂછતા હતા કે આ ‘અમંગ અસ’ શું છે અને કેવી રીતે ઉપયોગી થાય? તો ચાલો આજે આપણે જાણીએ ‘અમંગ અસ‘ વિશે.

‘અમંગ અસ’ એટલે આપણો બ્લોગ પર અત્યારે કેટલા વાચકો જોઈ/વાંચી રહ્યા છે તે દર્શાવતો આઈકોન. તમે વાંચી રહ્યા છો તે તમારા મનીતા બ્લોગ પર અત્યારે આટલા લોકો છે! તો ચાલો આપણે આપણાં બ્લોગ પર ‘અમંગ અસ’ મૂકીએ.

પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ

સૌ પ્રથમ http://whos.amung.us પર જઈને સેટિંગ કરી લો કે આ આઈકોન તમારા બ્લોગ/વેબસાઈટ પર ક્યા મૂકવો છે? ડાબી બાજુએ, જમણી બાજુ એ કે પછી નીચે? એક વખત તેનું સ્થાન નક્કી થઈ ગયું પછી તેનો કોડ કૉપી કરી લો. હવે તમારા બ્લોગ પર જઈને સાઈડ બારમાં એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી દો. આ ટેક્ષ્ટ વિજેટને યોગ્ય નામ આપી તેમાં અમંગ અસ સાઈટ પરથી કૉપી કર્યો હતો તે કોડ પેસ્ટ કરી સેવ કરી લો. હવે તમારા બ્લોગ પર અત્યારે કેટલા વાચકો છે તે દર્શાવશે! Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME