Feb 092016
 

પ્રિય મિત્રો,

૪૦/૩૬૬

જીવન જીવવાની જડીબુટ્ટી – ૧૮ માર્ચ ૨૦૦૯ના આ પોસ્ટ મૂકી હતી જેમાં ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરી લાઈફ ટિપ્સ શોધી તેનું ગુજરાતી અનુવાદ કરી રજુ કરી હતી અને તેને બહુ પ્રતિસાદ મળ્યો હતો. કૉપી-પેસ્ટના ભરોસે ચાલતા બ્લોગ પર આજે પણ આ ટીપ્સ જોવા મળશે. આજે પણ વૉટ્સએપ પર ફરતા ફોર્વર્ડમાં આ ટીપ્સ જોવા મળે છે. મને આજે જ મળી.

jadibutti

– વિનય ખત્રી

વિશેષ વાંચન

Jan 172011
 

પ્રિય મિત્રો,

રવિવાર તા. ૧૬/૧/૨૦૧૧ના ગુજરાત સમાચારની ‘નેટવર્ક’ કૉલમમાં ગુણવંત છોટાલાલ શાહએ પોતાના લેખ સાથે ડૉ. કે. આર. મોમિન ‘અશોક’ના નામે સોનેરી સૂત્રો રજુ કર્યા છે જે આ પ્રમાણે છે…

આ સોનેરી સૂત્રો વાંચીને આપને થયું હોય કે ક્યાંક વાંચ્યા છે તો તમારી ધારણા સાચી છે. આ સૂત્રો તમે ‘ચિત્રલેખા’ની ‘મુખવાસ’ કૉલમમાં ડો. દિલિપ મોદીના નામે વાંચ્યા હતા!!!

મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટી‘ બહુ વંચાયો, ગમ્યો, ફોર્વર્ડ થયો અને કેટલાય નામી-અનામી બ્લૉગ પર મૂકાયો.

ડૉ. દિલીપભાઈ મોદી પછી આ બીજા ડૉક્ટર છે જેમણે કોઈકનું લખેલું લખાણનું કોઈકે કરેલું ભાષાંતરને પોતાના પ્રિસ્ક્રિપશન તરીકે છપાવ્યું છે!

ગુજરાત સમાચારના નેટવર્ક કૉલમના લેખક શ્રી ગુણવંતભાઈ છોટાલાલ શાહનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે…!

Jun 162010
 

માનનીય દિલીપભાઈ,

સૌપ્રથમ આપની લાગણી દુભાઈ છે તે માટે હું ખરા હ્રદયથી માફી માગું છું.

મારો ઈરાદો આપની લાગણી દુભાવવાનો નહીં પણ ઈન્ટરનેટ પર ફરતી ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં કરેલો અનુવાદ લાખો વાચકોની માનીતી કૉલમ મુખવાસમાં પ્રસિદ્ધ થયો છે તે ખુશખબર મારા બ્લોગના વાચક મિત્રો સાથે શેર કરવાનો હતો.

આપના પત્રમાં આપે લખ્યું છે કે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી તો પછી મુખવાસનો એ લેખ તમારા નામે કેવી રીતે છપાયો?

તમારું ન હોય એવું લખાણ તમારા નામે છપાય તે યોગ્ય છે?

આગળ કંઈ કહેતા પહેલા હું ચિત્રલેખા તરફથી સ્પષ્ટતાની રાહ જોઈશ.

વિનય ખત્રીના જયશ્રીકૄષ્ણ!

સંબંધીત લેખ:

Jun 152010
 

ઈન્ટરનેટ પર ફરતી ટિપ્સ ટુ લાઈફનો મેં કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટીઓ આ અઠવાડિયાની ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં ચિરયુવાનીની ૧૯ ચાવી મથાળા હેઠળ અને સુરતના ડૉ. દિલીપ મોદીના નામે પ્રસિદ્ધ થઈ છે. આ બાબત મેં મારા બ્લોગ પર મૂકી તેની પ્રતિક્રીયા રૂપે વાંચો ડૉ. દિલીપ મોદીનો પ્રત્ર:

પ્રિય વિનયભાઈ,

સવિનય નમસ્તે!

ચિત્રલેખા-મુખવાસમાં પ્રગટ થયેલ લખાણ મારું પોતાનું નથી, પરંતુ સાથે સાથે મેં કોઈ ઉઠાંતરી પણ કરી નથી. સત્ય પ્રતિ તમે પ્રકાશ ફેંક્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. છતાં મને અંગતપણે જણાવીને સ્પષ્ટતા કરવાનો એક માત્ર મોકો તમે આપ્યો હોત તો… સારું થાત. તમે તો આખેઆખી વાતનું વતેસર કરીને સીધેસીધી તમારા બ્લોગ પર મૂકી દીધી. પરિણામે હું વાચકોની ટીકાનો-રોષનો બિનજરૂરી ભોગ બન્યો. આમ મારી થયેલી અયોગ્ય માનહાનિ થકી હું અત્યંત વ્યથિત છું!

કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ આવે, ખોટી રીતે ઉછાળેલા કાદવથી પોતાની છબી ખરડાય એવું નહિ જ ઈચ્છે, તે સ્વાભાવિક છે. હું પણ નહિ. હું સુરતમાં એક સિનિયર કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું. હું મોટે ભાગે પદ્યમાં કામ કરતો આવ્યો છું. સિવાય કે ગદ્યમાં થોડાક નિબંધો કે લેખો મેં લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આઠમા દાયકાના ગઝલકાર તરીકે મારી નોંધપાત્ર ગણના થાય છે. મારા લગભગ 8-10 પુસ્તકો/કાવ્ય-ગઝલસંગ્રહો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. આજ દિન પર્યંત મેં બહુ લખ્યું, બહુ છપાયું એટલે પ્રસિધ્ધિનો મને હવે મોહ રહ્યો નથી. વર્ષોથી પ્રામાણિકપણે-નિષ્ઠાપૂર્વક સર્જન કરતો રહ્યો છું. મારી મેડિકલ પ્રેક્ટિસને 33 વર્ષો પૂરાં થયાં છે. એક ડૉકટર તરીકે સંપૂર્ણ ethically (કોઈ કટકી-કમિશન વગર બિલકુલ ઈમાનદારીથી) કામ કર્યું છે તેનો મને સવિશેષ આનંદ અને સંતોષ છે. મારી પોતાની પ્રતિભા (ઈમેજ) વિશે તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તપાસ કરાવવાનો મારો ખુલ્લો પડકાર છે. Continue reading »