Posts tagged: થીમ પરિચય વીક

વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!

By વિનય ખત્રી, June 10, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…

૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading 'વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!'»

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ…

By વિનય ખત્રી, May 28, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ ઉમેરવામાં આવ્યા છે.

૧) એન્ટરપ્રાઈઝ (૧૩ મે)

સ્વચ્છ સુંદર અને મોટી કંપનીની વેબસાઈટ જેવા દેખાવ સાથે અને ડ્રોપ ડાઉન મેનુની સગવડ સાથેનો થીમ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. Continue reading 'વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ…'»

વર્ડપ્રેસ તરફથી નવો થીમ: ટાયટન

By વિનય ખત્રી, March 18, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ ઉમેરાયો છે:  ટાયટન.

આમ તો આ સમાચાર થોડા જુના જહેવાય. ૯મી માર્ચે આ થીમની જાહેરાત કરતી પોસ્ટ વર્ડપ્રેસના બ્લોગ પર મુકવામાં આવી હતી.

ધ થીમ ફાઉન્ડ્રીના દેખાવે સરળ અને સ્વચ્છ એવા આ થીમમાં ઘણાં બધા વિકલ્પો છે. ચાર અલગ અલગ જગ્યાએ ‘વિજેટ’ મૂકી શકાય છે. મથાળું (હેડર) પોતાની પસંદગી પ્રમાણે ગોઠવી શકાય છે.  બે કૉલમનો, ચોક્કસ પહોળાઈ વાળો, સફેદ/રાખોળી રંગો વાળો, જમણી તરફ સાઈડબાર ધરાવતો થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) સહીતની સુવિધાવાળો  આ ‘દેખાવડો’ થીમ તરત ગમી જાય તેવો છે.

વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા તેમજ પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ ધરાવતા બ્લોગ એમ બંને માટે આ થીમ ઉપલબ્ધ છે. વધુ કહેવા કરતાં જાતે અનુભવ કરવા માટે  ‘ડેમો’ બ્લોગની મુલાકાત લઈ શકાય અથવા સાક્ષર ઠક્કરના બ્લોગની મુલાકાત લઈ શકાય!

વર્ડપ્રેસ તરફથી નવોનક્કોર થીમ

By વિનય ખત્રી, January 2, 2010 7:00 am

પ્રિય મિત્રો,

૨૦૧૦ના નવા વર્ષની ભેટ રૂપે વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે: ડ્યુઓટોન.

ફોટો બ્લૉગ માટેના જાણીતા થીમ મોનોટોનનું આ નવું સંસ્કરણ છે. પહેલી નજરે મોનોટોન જેવો જ લાગતો આ થીમ ઘણા બધા ઉપયોગી સુધારા-વધારા સાથે આવ્યો છે. મોનોટોનની જેમ આ થીમ પણ પોસ્ટમાં મૂકેલી તસવીરને અનુરૂપ બેકગ્રાઉન્ડ કલર આપમેળે બદલાવી લેવાની પ્રક્રિયા હવે વધારે સારી રીતે કરે છે.

ડ્યુઓટોનમાં પોસ્ટની નીચેની તરફ ત્રણેક તમને ગમતા ‘વિજેટ’ પણ મૂકી શકો છો.

ડ્યુઓટોનનો સૌથી મહત્વની ખાસિયત એ છે કે ફોટાની સાથે ડિજિટલ ફોટામાં સમાવેલી ફોટાને લગતી (EXIF) માહિતી (જેવી કે ફોકલ લેંન્થ, ફિલ્મ સ્પીડ, શટર સ્પીડ, કેમેરા મોડેલ વગેરે…) વાંચીને પોસ્ટની નીચે આપમેળે દર્શાવે છે!

વધુ શું કહું? જાતે જોઈને ખાતરી કરવા માટે અહીં ક્લિક કરો…!

વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ: iNove

By વિનય ખત્રી, August 14, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ગયા પખવાડિયે આપણે અલગ અલગ થીમનો પરિચય કર્યો અને તાજેતરમાં આપણે આપણો મત આપીને ફનએનગ્યાન.કોમ માટેનો થીમ પસંદ કર્યો. ત્યાં જ ગઈ કાલે સમાચાર આવ્યા કે વર્ડપ્રેસ (પર હોસ્ટ થયેલા) બ્લોગ માટે એક નવો થીમ વર્ડપ્રેસ તરફથી ઉમેરાઈ રહ્યો છે: iNove.

એમજી ૧૨નો આ થીમ બહુ બધા સેલ્ફ હોસ્ટેડ બ્લોગ (ગુજરાતીમાં નિપ્રા બ્લોગ એગ્રીગેટર અને રણકાર બ્લૉગ) વાપરે છે. લોકલાગણીને માન આપીને હવે આ થીમ જેમના બ્લોગ વર્ડપ્રેસ પર હોસ્ટ થયેલા છે તેમના માટે પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં હવે આ થીમ સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બંને ટાઈપના બ્લોગ માટે ઉપલબ્ધ છે.

આ થીમમાં હેડરની નીચે ‘વિભાગો’ અથવા ‘પાનાંઓ’ મૂકવાનો વિકલ્પ છે. આ થીમમાં નોટિસ, બેનર, વિજેટ વગેરેની ખાસ વ્યવસ્થા છે. દરેક પોસ્ટ પર લેખકનું નામ, લેખનો વિભાગ અને લેખના ટેગ્સ મૂકવા કે નહીં તે નક્કી કરી શકાય છે. થીમ સેટિંગ માટેનું એક અલગ પાનું ફાળવવામાં આવ્યું છે.

વધુ શું કહું જાતે જોઈ લો!

જનતા જનાર્દનનો ચૂકાદો માન્ય

By વિનય ખત્રી, August 10, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન પર કયો થીમ શોભશે? આપના વિકલ્પો હતા…

ઑફિસ ફોલ્ડર્સ કે પેનોરમા કે ગોલ્ડ પોટ કે

બ્લ્યુ લુકાસ કે ધીસ જ્સ્ટ ઈન! કે ગ્રે મેટર ?

અને, પરિણામ આપની સામે છે…

આપ સૌના મતને માન આપીને આજથી ફનએનગ્યાન પર પેનોરમા થીમ જોવા મળશે.

- વિનય ખત્રી

કયો થીમ રાખવો જોઇએ?

By વિનય ખત્રી, August 5, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે આપણે દરરોજ એક એમ નવ અલગ અલગ થીમનો પરિચય કર્યો. આજે મારે એ જાણવું છે તમારા મત પ્રમાણે મારે કયો થીમ ફનએનગ્યાન.કોમ પર મૂકવો જોઇએ?

ઑફિસ ફોલ્ડર્સ કે પેનોરમા કે ગોલ્ડ પોટ કે

બ્લ્યુ લુકાસ કે ધીસ જ્સ્ટ ઈન! કે ગ્રે મેટર ?

(પરિણામ જાહેર થઈ ગયું છે, અહીં ક્લિક કરો)

આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…

- વિનય ખત્રી

થીમ પરિચય વીક – ઑફિસ ફોલ્ડર્સ

By વિનય ખત્રી, August 2, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે થીમ પરિચય અઠવાડિયાનો આઠમો અને અંતીમ થીમ છે – ઑફિસ ફોલ્ડર્સ.

સરસ મજાનો આ થીમ બનાવનાર છે થીમોકર્સી નામની સાઈટ.

વાદળી, ગ્રે અને સફેદ રંગોના સંયોજનથી બનતો આ થીમ બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો છે જેમાં ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. બ્લોગ પરના અલગ અલગ પાના પર જવા માટે પેજ મેનુ આપેલું છે જેમાં પાનાનો ક્રમ અને કયા પાના નથી દર્શાવવા તે નક્કી કરી શકાય છે. ટ્વિટર પર જવા માટેની લિન્ક, થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

ઑફિસ ફોલ્ડર્સ

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.

મિત્રો, આ સાથે થીમ પરિચય અઠવાડિયું (જે નવ દિવસ ચાલ્યું) પુરું થાય છે. ઈન્ટરનેટ મુકાયેલા અસંખ્ય થીમમાંથી ૯ થીમ સિલેક્ટ કરવાનું કામ અઘરું હતું. મફત, સફેદ, સરળ, સ્વચ્છ અને સુંદર હોય તેવા થીમ લીધા છે. આ બધા થીમ સેલ્ફ હોસ્ટેડ (પોતાના સર્વર પર મુકાયેલા) બ્લોગ માટેના છે. વર્ડપ્રેસ પર જેના બ્લોગ છે તેમના માટે ફરી ક્યારેક થીમ પરિચય અઠવાડિયાનું આયોજન કરીશું. દરેક વાચક/કોમેન્ટરનો આભાર!

થીમ પરિચય વીક – પેનોરમા

By વિનય ખત્રી, August 1, 2009 7:00 am

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો આઠમો થીમ છે – પેનોરમા.

ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે છે ‘પેનોરમા ૧.૭’. આ થીમ થીમોકર્સી નામની સાઈટે બનાવ્યો છે.

મસ્ત મજાના આ થીમને આપણી પસંદગી પ્રમાણેના રંગોથી રંગી શકાય છે અને મનગમતું ચિત્ર બ્લોગના મથાળે મૂકી શકાય છે. બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો આ થીમ ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

પેનોરમા

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.