પ્રિય મિત્રો,
ગઇકાલની નેટસૅવિમાં ક્રોસવર્ડ ઉકેલવા માટે ઉપયોગી એવી સાઈટ વર્ડ-નૅવિગેટર વિશેનો લેખ વાંચીને એક વાચક મિત્ર સુડોકુના ઉકેલ માટેની વેબસાઈટ વિશે જાણવા ઈચ્છે છે. તેથી આજનો વિષય છે સુડોકુ સોલ્વર.
સુડોકુ વિશે આપને ખબર હશે જ કે તે એક ક્રોસવર્ડ જેવી જ એક પેનગેમ છે. સુડોકુમાં નવ ગુણ્યા નવ ખાનાંઓનું ચોકઠું હોય છે જેમાં ૧થી ૯ સુધીના અંક ભરવાના હોય છે. દરેક ચોકઠામાં તેમજ આડી-ઊભી લાઈનમાં ૧ થી ૯ સુધીના બધા અંકો આવી જવા જોઇએ, કોઇપણ અંક રહી જવો ન જોઇએ તેમજ કોઇપણ અંક એક કરતાં વધુ વખત વપરાવો ન જોઇએ. Continue reading »