Apr 222011
 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી બ્લૉગ અપડૅટ કરવા બેઠો છું. સર્વ કુશળ મંગળ છે, સમયને અભાવે બ્લૉગ અપડેટ કરી શક્યો નથી.

હમણાં એક રસપ્રદ સમાચાર વાંચવા મળ્યા: જેનીફર લોપેજ પોતાના વિડિયોમાં ભપ્પી લહેરીની બનાવેલી ધૂન વાપરી (વાંચો, તફડાવી)! મેં કહ્યું, વાહ! આને કહેવાય સમાચાર!

લેખ વાંચતા જાણવા મળ્યું કે જેનીફર લોપેજનો વિડિયો ઑન ધ ફ્લોરમાં ભપ્પી લહેરીએ ૧૯૯૦માં ઘાયલ ફિલ્મ માટે એક ગીત સંગીતબદ્ધ કર્યું હતું જેના શબ્દો હતા, સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા. આ ગીતની ધૂન જેનીફર લોપેજના ગીતમાં વાપરવામાં આવી છે અને ભપ્પી લહેરીએ તેની ક્રેડિટ દર્શાવવાનો દાવો જેનીફર લોપેજ પર કર્યો છે.

બ્લોગ જગતની જેમ ઉઠાંતરી ફિલ્મ જગતમાં બહુ જ વ્પાપેલી છે. પરિક્ષિતના બ્લોગ અસલી-નકલી પર આ બાબતની પુરાવા સહિત માહિતી મૂકવામાં આવી છે. (હાલ બ્લોગ પર અપડેટ થતો નથી, છેલ્લી પોસ્ટ મુન્ની બદનામ વિશેની છે.)

ભપ્પી લહેરીની એક ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે તેથી તેના પ્રચારના ભાગ રૂપે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે કે પછી ખરેખર વાતમાં વજુદ છે તે જાણવા માટે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ભપ્પી લહેરીની આ ધૂન સ્વરચિત નથી પણ ફ્રેન્ચ પોપ ગ્રુપ કાઓમાનું ૧૯૮૯માં રજુ થયેલું આલ્બમ લાંબાડાના ગીતની ધૂનની બેઠ્ઠી ઉઠાંતરી છે! આ ગીતનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો.

આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ નિમિત્તે એક ચબરાકિયું રજુ કરું છું જે ગ્લોબલ વોર્મિંગ વિશેના એક પોસ્ટર પર વાંચ્યું હતું:

અર્થ (પૃથ્વી)નું કંઈક કરો નહિંતર અનર્થ (unearth) થઈ જશે!

આવતી કાલે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે તેની આગોતરી શુભેચ્છાઓ સાથે વિરમું છું.

Jan 192011
 

પ્રિય મિત્રો,

ગૂગલ સર્ચ વડે શબ્દો કે વાક્યો શોધવાનું બહુ જ સરળ છે તે આપણે જાણીએ જ છીએ. ગૂગલ સર્ચને કારણે આપણું લખાણ ઈન્ટરનેટ પર ક્યાં ક્યાં પ્રસિદ્ધ થયું છે તે જાણી શકાય છે. આપણાં લેખમાંના ચાવીરૂપ વાક્યો કે શબ્દો માટે ગૂગલ અલર્ટ પણ મૂકી શકાય છે, જે તે શબ્દ કે વાક્ય ક્યાંય પણ વપરાય તો આપણને ઈમેઈલ વડે જાણ થાય. (વધુ માહિતી માટે વાંચો નેટસેવિ વિભાગનો આ લેખ!)

આજે આપણે વાત કરવાના છીએ રીવર્સ ઈમેજ સર્ચ વિશે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે ગૂગલનું ઈમેજ સર્ચ નહીં, જેમાં પતંગ લખો તો પતંગના ચિત્રો શોધી આપે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે તેને એક ચિત્ર આપો એટલે તેના જેવું બીજું ચિત્ર શોધી આપે!

રીવર્સ ઈમેજ સર્ચ સેવાનું નામ છે: ટીનઆઈ!

Continue reading »

Jan 172011
 

પ્રિય મિત્રો,

રવિવાર તા. ૧૬/૧/૨૦૧૧ના ગુજરાત સમાચારની ‘નેટવર્ક’ કૉલમમાં ગુણવંત છોટાલાલ શાહએ પોતાના લેખ સાથે ડૉ. કે. આર. મોમિન ‘અશોક’ના નામે સોનેરી સૂત્રો રજુ કર્યા છે જે આ પ્રમાણે છે…

આ સોનેરી સૂત્રો વાંચીને આપને થયું હોય કે ક્યાંક વાંચ્યા છે તો તમારી ધારણા સાચી છે. આ સૂત્રો તમે ‘ચિત્રલેખા’ની ‘મુખવાસ’ કૉલમમાં ડો. દિલિપ મોદીના નામે વાંચ્યા હતા!!!

મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટી‘ બહુ વંચાયો, ગમ્યો, ફોર્વર્ડ થયો અને કેટલાય નામી-અનામી બ્લૉગ પર મૂકાયો.

ડૉ. દિલીપભાઈ મોદી પછી આ બીજા ડૉક્ટર છે જેમણે કોઈકનું લખેલું લખાણનું કોઈકે કરેલું ભાષાંતરને પોતાના પ્રિસ્ક્રિપશન તરીકે છપાવ્યું છે!

ગુજરાત સમાચારના નેટવર્ક કૉલમના લેખક શ્રી ગુણવંતભાઈ છોટાલાલ શાહનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે…!

Jun 122010
 

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading »