Posts tagged: Plagiarism

ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ

By વિનય ખત્રી, June 12, 2010 7:00 am

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading 'ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ'»

ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો

By વિનય ખત્રી, March 26, 2010 7:00 am

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading 'ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો'»

ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે!

By વિનય ખત્રી, April 21, 2009 7:00 am

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.

આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ

- ૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ” 

હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા  Continue reading 'ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે!'»

એક અગત્યનો અને જરૂરી સવાલ

By વિનય ખત્રી, March 24, 2009 2:43 pm

પ્રિય મિત્રો,

એક અગત્યનો અને જરૂરી સવાલ – દરેક વાચકને જવાબ આપવા નમ્ર વિનંતી.

અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરીને હાસ્ય દરબાર તેમજ તુલસીદલને સમૃદ્ધ કરતા આપણા મિત્ર ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ નાસિર કાઝમીની ગઝલ પોતાના નામે ચડાવીને સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર પર પ્રસિદ્ધ કરી તે આપને જાણ હશે જ.

હમણાં તેમણે રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલો ડૉ. નલિની ગણાત્રાનો લેખ અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને સાસુના નામે હાસ્ય દરબાર પર મૂક્યા હતા. જે વિશે મારી કોમેન્ટ વાંચીને તેમણે ધમકી આપતી ઈમેઈલ મને મોકલાવી હતી તેની આપને જાણ હશે જ. Continue reading 'એક અગત્યનો અને જરૂરી સવાલ'»

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

By વિનય ખત્રી, March 9, 2009 12:11 pm

પ્રિય મિત્રો,

આજે વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના વિચારો:

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

મને એક મિત્રએ કહ્યું કે “તમે ફલાણા મેગેઝિનનો દિવાળી અંક જોયો? તેમાં તમારા પુસ્તક “સુધન”માંથી એક ટુચકાની ઊઠાંતરી કરીને છાપી છે.” આપણે કહ્યું કે “તે તો સારી વાત કહેવાય. આપણું લખાણ એટલું સારું કે બીજીવાર છપાયું.” પેલા મિત્ર કહે કે “ઊઠાંતરીની વાત કરું છું. તમારું લખાણ બીજાના નામે છપાયું છે.” ત્યારે મારે કહેવું પડ્યું કે “કોઈક બીજાએ પોતાના નામે મારું લખાણ ચોરીને છપાવ્યું છે એમને!” તે કહે કે “હા, તેમ જ થયું છે.” જીવનમાં, મને પહેલીવાર લેખક હોવાનું ગૌરવ થયું.

મારા લેખ ચોરાય છે અથવા તો એમ કહો કે મારા લેખ ચોરવાને લાયક છે. અથવાતો એમ કહી શકાય કે આટલા બધાં લેખો લખાય છે તેમાં આપણાં લેખે કોઈક વાચકનું ધ્યાન ખેંચ્યું અને એને ચોરી કરવા મજબુર કરી દીધો. આજે મારા લેખક હોવાપણાનો મને સંતોષ થયો. આમ જુઓ તો આ નાની સુની વાત નહોતી. મારા માટે સાહિત્ય પરિષદના ઍવોર્ડ કરતાં મોટું સન્માન હતું. કોઈકે મારા લખાણને ચોરવા યોગ્ય તો માન્યું! મુંબઈમાં ગજવું કપાય ત્યારે જેટલો આનંદ થાય એટલો આનંદ થયો. મુંબઈમાં શેઠિયાઓના ગજવાં કપાય કાંઈ ભિખારીઓના ગજવાં થોડી કપાય છે? એટલે જેનાં ગજવા કપાય તેનમે એટલી તો ખાતરી થઈ કે આપણે ભિખારી તો નથી જ. તમારો લેખ કોઈક ચોરવા યોગ્ય માને તેનાથી મોટું ગૌરવ કયું? કાંઈક દરેકના લેખ ચોરાતા નથી. અરે! અમુકના લેખ તો વંચાતા સુધ્ધાં નથી. તો પછી ગમવાની વાત જ ક્યાં? અને જ્યારે કોઈ વસ્તુ અનહદ ગમે તો જ તે વસ્તુ પચાવી પાડવાની તીવ્ર ઈચ્છા થાય ને. એટલે મને એટલો તો આનંદ થયો કે આપણાં લેખની કોઈક ઊપર અદ્ભુત અસર થઈ કે એની દાનત બગડી. અથવા તો એમ કહો કે અમને હ્રદયમાં એટલી વધી આત્મીયતા પ્રગટીકે સંમતિ લેવા રોકાયા પણ નહીં. Continue reading 'ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની'»

ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ

By વિનય ખત્રી, March 8, 2009 4:09 pm

પ્રિય મિત્રો,

વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ.

બીજું આજે ‘અનિમેષ’નો જન્મદિવસ છે! ૮મી માર્ચે ‘અનિમેષ’ નામ સાથે ગુજરાતી બ્લોગ જગતમાં જંપલાવ્યું હતું અને ૧૭માર્ચના પોતાનો બ્લોગ તરતો મુક્યો હતો.

બ્લોગ જગતમાં બધાની સાથે સપર્કમાં રહેવા માટે “ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ“ની આજે રચના કરવામાં આવે છે. બધાજ બ્લોગર મિત્રો અને બ્લોગ વાંચતા મિત્રોને જોડાવાનું જાહેર આમંત્રણ છે.

આ ગ્રુપનો હેતુ સ્પામમાં વધારો કર્યા વગર બધાની સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ છે અને આપ સૌના સહકારથી તે શક્ય બનશે તેવી આશા છે. અહીં આપના બધા મિત્રોને પણ આ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી શકો છે. આપના બ્લોગ પર મૂકેલી નવી પોસ્ટ વિશે પણ બધાને જાણ કરી શકાય છે. બ્લોગ જગતમાં થતી નવાજુનીનો આંખેદેખ્યો અહેવાલ મળી શકે તે માટે આ ગોઠવણ કરવામાં આવી છે. આજકાલ ઊઠાંતરીના બનાવો બહુ વધી ગયા છે તે વિશે તેમજ “બ્લોગ જગતની આચાર સંહિતા” બનાવવા માટે તેમજ તેના પ્રચાર માટે આ ગ્રુપની રચના કરવામાં આવી છે. આ ગ્રુપમાં જોડાવાથી ફક્ત એક ઇમેઈલ gujblog@googlegroups.com પર મોકલવાથી ગ્રુપમાં બધાને તેની જાણ થઈ જશે તેવી સગવડ છે. Continue reading 'ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ'»

પ્લેજરીઝમ અને તેના ઉપાય

By વિનય ખત્રી, March 7, 2009 8:00 am

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading 'પ્લેજરીઝમ અને તેના ઉપાય'»

અમારી બીજી કોઇ શાખા નથી

By વિનય ખત્રી, March 5, 2009 8:00 am

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ વિશેનો લેખ લખ્યો અને અપડેટ કર્યો તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ બીજો લેખ લખવા બેઠો છું.

પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે…

પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે ગઈકાલે ટહુકો વિશે ગુગલ સર્ચ કરતાં જણાયું કે જયશ્રી ભક્તનો ટહુકો.કોમની જેમ બીજી બે વેબસાઈટ છે ટહુકો.યુએસ અને ટહુકો.નેટ. આ બંને વેબસાઈટ શ્રીમાન રાજ મેકવાનના નામે છે. તેમણે પોતાનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ (અથવા રજનીમેકવાન.કોમ અથવા રાજમેકવાન.કોમ) કેવી રીતે બીજા સમૃદ્ધ બ્લોગ પર રચનાઓની ઊઠાંતરી કરીને સજાવ્યો છે તે સમજવા માટે નીચેનો સ્ક્રિન શોટ જુઓ. તમણે મારો વસંત પંચમીનો લેખ તફડાવી લીધો હતો જે પછીથી (મારી કોમેન્ટ મૂક્યા પછી) હટાવી લીધો છે. Continue reading 'અમારી બીજી કોઇ શાખા નથી'»

પ્લેજરીઝમ – નવોદિતાથી ન્યુરોસર્જન સુધી

પ્રિય મિત્રો,

આપને ખબર હશે જ કે આ બ્લોગનો જન્મ કેવી રીતે થયો. એક નવોદિતાની રચના અને સિદ્ધહસ્ત કવિ શ્રી મનોજ ખંડેરિયાની રચનામાં ગજબનું સામ્ય હોવાથી પ્લેજરીઝમ વિશે ચર્ચા કરતાં કરતાં થઈ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ.

આજે આપણે વાત કરવાના છીએ બ્લોગ જગતમાં પ્રસરેલી પ્લેજરીઝમ વિશે. સૌ પ્રથમ આપણે જોઇએ આ ત્રણ રચનાઓ:

  1. પ્રથમ રચના નાસિર કાઝમીની છે. જેને નુસરત ફતેહ અલી ખાને ગાઈ છે જેનો વિડિયો આપણે ગઈ કાલે જોયો.
  2. તે પછી બીજા નંબરે છે તેનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.
  3. ત્રીજા નંબરે છે હાસ્ય-દરબાર અને તુલસીદલ ફેમ ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીની રચના.
    આ રચના સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર બ્લોગ પર ૧૭મી જાન્યુઆરીના મૂકવામાં આવી છે: http://kaavyasoor.wordpress.com/2009/01/17/maari_jindagi_rajendra/
    Update: કાવ્યસૂર પર આ કવિતાની તારીખ બદલી નાખવામાં આવી છે. હવે આ કવિતા અહીં છે. Continue reading 'પ્લેજરીઝમ – નવોદિતાથી ન્યુરોસર્જન સુધી'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.