Posts tagged: નેટસૅવિ

નનામી કોમેન્ટ્સ અને સરદર્દ

By વિનય ખત્રી, March 1, 2008 8:00 am

પ્રિય મિત્રો,

આવતે અઠવાડિએ મને ગુજરાતી બ્લોગ જગતમાં એક વર્ષ પુરું થશે. આ એક વર્ષ દરમ્યાન સારા-માઠા ઘણા અનુભવો થયા. તેમાંથી સૌથી વધારે તકલીફ થઈ હોય તો તે નનામી પ્રતિભાવોથી. આ નધણીયાતી કોમેન્ટ્સ એક માથાનો દુઃખાવો છે. એક નનામી કોમેન્ટ આખી ક્રિએટિવિટી ખતમ કરી નાખે છે અને રાઈટર બન્યા પહેલાં જ ‘રાઈટર્સ બ્લોક’ આવી જાય છે!

આ બ્લોગની શરુઆત થઈ ગોલમાલ નામના બેનામી બહુરુપિયાની અનૉનિમસ કોમેન્ટ્સને કારણે. ગુજરાતી બ્લોગ જગતનું એક જાણીતું નામ ગોલમાલને નામે ઘાલમેલ કરે છે અને તે કોણ છે તેનો મને અંદેશો છે. Continue reading 'નનામી કોમેન્ટ્સ અને સરદર્દ'»

કુદરતની કરામત: પોપટ કે પુષ્પ?

By વિનય ખત્રી, February 29, 2008 11:05 am

નીલા આન્ટીએ મોકલાવેલા આ ચિત્રને જોઈને કહો કે આ પોપટ છે કે પુષ્પ?

પોપટ કે પુષ્પ?

Continue reading 'કુદરતની કરામત: પોપટ કે પુષ્પ?'»

ચાલો બનીએ નેટસૅવિ (૧૩)

By વિનય ખત્રી, February 24, 2008 8:00 am

પ્રિય મિત્રો,

નેટસૅવિના એક વાચક મિત્ર લખે છે કે મારે મારા બ્લોગ પર ફોટોગ્રાફ અપલોડ કરવા હોય તો તેની રીત બતાવશો…?

તો ચાલો આજના નેટસૅવિના મણકામાં આપણે જોઈએ કે આપણાં બ્લોગ પર ફોટા કેવી રીતે અપલોડ કરી શકાય.

સૌપ્રથમ આપને યાદ અપાવી દઉં કે વર્ડપ્રેસ.કોમ હવે આપણને મફતમાં ૩ જીબી જેટલી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. આ સમાચાર આપે ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચ્યા જ હશે. ૩ જીબી એટલે ૩ ગીગાબાઈટ એટલે કે ૩,૦૦૦,૦૦૦,૦૦૦ અક્ષરો લખી શકાય તેટલી જગ્યા! અથવા અહીં નીચે આપ્યો છે તેવા આશરે એક લાખ છત્રીસ હજાર ચારસો જેટલા ફોટા મૂકી શકાય તેટલી જગ્યા! આટલી જગ્યા મારા માટે અધધધ છે. છતાં વધારે ફોટા મૂકવા હોય તો ફ્લિકર, ફોટકી, ટાઈનીપીક અને વિડીઓ માટે યુટ્યુબ જેવી સુવિધા છે જ! Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ (૧૩)'»

ચાલો બનીએ નેટસૅવિ (૧૧)

By વિનય ખત્રી, February 11, 2008 8:00 am

પ્રિય મિત્રો,

નેટસૅવિના આગલા મણકામાં આપણે જોયું કે વર્ડપ્રેસ પર બ્લોગ કેવી રીતે બનાવાય.

આજે આપણે જોઈશું પાયાના અને અત્યંત મહત્વના ત્રણ સેટીંગ:

  1. આપના બ્લોગને યોગ્ય ટેગ લાઈન આપી દો. દા.ત. “ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ”
  2. આપના બ્લોગનો સમય આપના સ્થાનિક સમય સાથે મેળવી લો.
  3. આપનું ગુજરાતી નામ અને અટક “Nickname”માં લખી દો. Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ (૧૧)'»

ચાલો બનીએ નેટસૅવિ (૧૦)

By વિનય ખત્રી, February 10, 2008 12:47 pm

પ્રિય મિત્રો,

સતત અપડેટ થતા રહેવું સફળતાની ચાવી છે આ બોધ કથા આપણે વાંચી.

હવે ચાલો, આજના નેટસૅવિના મણકામાં આપણે જોઇએ કે વર્ડપ્રેસ બ્લોગ્સ પર નવું શું અપડેટ થયું છે?

નેટસૅવિના પાંચમા મણકામાં આપણે બ્લોગ સ્ટેટસ વિશે જાણ્યું. વર્ડપ્રેસ સતત પોતાને અપડેટ કરતું રહે છે અને નવી નવી સગવડો ઉમેરતું રહે છે. બ્લોગ સ્ટેટસમાં Top Posts & Pages વિભાગમાં આપણા બ્લોગ પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તેની વિગતવાર માહિતી મળતી હતી. જેમાં પહેલાં ફક્ત ૭ દિવસ અને ૩૦ દિવસના વિકલ્પ હતા. હવે અહીં વિકલ્પો વધ્યા છે. હવે આપણે ૭ દિવસ, ૩૦ દિવસ, ૯૦ દિવસ (Quater), એક વર્ષ અને શરુઆતથી લઈને આજ સુધીની (All Time) સૌથી વધુ વંચાતી પોસ્ટની યાદી ઉતરતા ક્રમમાં જોઈ શકીએ છીએ! Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ (૧૦)'»

ચાલો બનીએ નેટસૅવિ (૩)

By વિનય ખત્રી, January 7, 2008 6:42 pm

પ્રિય મિત્રો,

આજે ‘નેટસૅવિ’ના ત્રીજા મણકામાં આપણે નાનકડી પણ ખૂબજ ઉપયોગી એવી યુટિલિટિ વિશે જાણીશું.

ઘણી વખત આપણે આપણાં બ્લોગ પર સંસ્કૃતના મંત્રો કે શ્લોકો તેમજ હિન્દી/ઉર્દુમાં લખેલી શાયરી/ગઝલો મૂકતા હોઈએ છીએ ત્યારે આપણી ઇચ્છા ગુજરાતી લિપિમાં મૂકવાની હોવા છતાં ફરીથી ટાઈપ કરવાની પળોજણમાં પડવાને બદલે તેમની તેમ મૂકી દેતા હોઈએ છીએ.

પણ હવે ‘નેટસૅવિ’ના વાચકો એવું નહી કરે. તેઓ ભોમિયો નામની સર્ચ સાઈટની ‘ટ્રાન્સ-લિટરેશન‘નો ઉપયોગ કરીને તેઓ તેમને જોઈતી લિપિમાં બદલાવી શકશે. ભોમિયો એકદમ સરળ છે. જે તે પેજનું એક બટન દબાવતાં આપણને જોઈતી ભાષા જેવીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, ઉડિયા, કન્નડ તેમજ સિંહાલી લિપિમાં રુપાંતર કરી આપે છે! Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ (૩)'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.