Mar 292010
 

આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.

જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.

* * * * * * * * * *

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.

બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.) Continue reading »

Mar 102009
 

જાપાનીઓને ખાવા માટે હંમેશા તાજી માછલીઓ જોઇએ. જાપાનના નજીકના પાણીમાં તે મળવી મુશ્કેલ. તેથી માછીમારો મોટી નાવ લઈને દૂર સુધી જવા લાગ્યા. આમ કરવાથી વધારે સમય લાગતો અને માછલીઓ જોઈએ તેવી તાજી નહોતી રહેતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માછીમારોએ નાવમાં ફ્રીજ (રેફરીજરેટર)ની સગવડ કરી પણ તાજી માછલી અને થીજાવેલી માછલીના સ્વાદનો ફરક જાપાનીઓથી છાનો ન રહ્યો અને તેમણે ફરિયાદ કરી. માછીમારોએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો. હવે તેઓ નાવની અંદર એક પાણીની ટાંકી બેસાડી. માછીમારો માછલી પકડીને પાણીની ટાંકીમાં નાખી દેતા. સ્વાદ શોખીન જાપાનીઓને આવી રીતે બંધિયાર પાણીમાં દિવસો સુધી પડી રહેલી માછલીના સ્વાદમાં અને તરવરતી તાજી માછલીના સ્વાદમાં બહુ ફરક દેખાયો.

માછીમારો મુંજાયા, હવે કરવું શું? તાજી માછલીઓ મળતી નથી અને મળે છે તે શહેરમાં પહોંચતા સુધી તાજી રહેતી નથી. આખરે માછીમારો પણ જાપાની ખરાને? તેમણે ઉપાય શોધી કાઢ્યો. Continue reading »

May 052008
 

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

Feb 152008
 

એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.

એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!

“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” Continue reading »