Jun 282008
 

ગઇકાલની પોસ્ટ અનિમેષ અંતાણી નામ શા માટે?નું અનુસંધાન…

નવું નવું ક્યાંથી અને કેવી રીતે શોધી લાવો છો?

મારા વ્યવસાયમાં મારું કામ છે રિચર્ચ અને ડેવલપમેન્ટ (R&D)નું. તે માટે મારે નેટ પર બહુ બધું સર્ચ કરવાનું હોય છે અને અનુભવે ફાવટ આવી ગઇ છે કે શું શોધવાથી શું મળશે. આપને ખબર હશે જ કે જવાબ કેવો મળવાનો છે તેનો આધાર પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે તેના પર હોય છે.

નવા લેખ માટેનો વિષય શોધવા માટે ૧. ઇન્ટરનેટ સર્ફીંગ, ૨. મિત્રોએ મોકલાવેલી ફોર્વર્ડેડ મેઇલ્સ, ૩. ફનલોક જેવા ફન ગ્રુપ અને ૪. ગુગલ અલર્ટ નામનું ટૂલ વાપરું છું. (ગુગલ અલર્ટ વિશે વિગતે જાણવા માટે વાંચો આજની નેટસૅવિ.)

કોઇ એક રસપ્રદ વિષય મળ્યો પછી તેના વિશે ખાંખાખોળા શરુ થાય છે. મુખ્યત્વે ગુગલ અને યાહુ સર્ચ એન્જિન વાપરું છું. અલગ અલગ રીતે શોધ આદરીને વસ્તુના મૂળ સુધી પહોંચું છું પછી મને આવડતી ગુજરાતીમાં તેનું ભાષાંતર કરીને પોસ્ટમાં મૂકું છું. Continue reading »

Jun 272008
 

પ્રિય મિત્રો,

કેમ છો?

હું વિનય ખત્રી, દિવ્ય ભાસ્કરના લેખ સાથે મારી ઓળખ છતી કરી છે ત્યારે વાચકો તરફથી કેટલાક સવાલ પણ ઊઠ્યા છે જેનો વિનમ્રતાથી અને નિખાલસતાથી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.

બીજું નામ શા માટે?

એક બ્લોગ પર ‘નવોદિતોને પ્રોત્સાહન’ અને ‘ઉઠાંતરીને વખોડવા’ની ચાલતી ચર્ચામાં બંને તરફથી દલીલો કરવા માટે નામ રાખ્યું અનિમેષ અંતાણી અને ત્યાં થઇ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ. Continue reading »

Powered By Indic IME