Archive for the ‘Junk Characters’ tag
જય સોમનાથ - દિવ્ય ભાસ્કર
પ્રિય મિત્રો,
દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક કેરેક્ટર્સની જે સમસ્યા છે તે માટે ૨૫ જુનથી સતત અને નિયમિત રીતે ફોન અને ઈમેઈલ વડે દિવ્ય ભાસ્કરને ફરિયાદ કરતો રહું છું. આટલી સરસ સાઈટ પર આવતા સરસ અને માહિતીપ્રદ લેખો આવી નાની પણ મહત્વની ભૂલોને કારણે નકામા થઈ જતા ન જોઈ શક્યો તેથી અને ફરિયાદ કરવાથી ક્યારેક સુધારો થશે એ આશાએ પ્રયત્નો કરતો રહ્યો છું.
જંક કેરેક્ટર્સની સમસ્યામાં સુધારો થવાને બદલે ગયા બુધવારે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં મૂકાયેલા હિમાંશુભાઈ કિકાણીના લેખની હાલત જોઇને હું આશાવાદીમાંથી નિરાશાવાદી થઈ ગયો અને પોસ્ટ લખી કાઢી હમ નહીં સુધરેંગે.
પોણા બે મહિનાથી દિવ્ય ભાસ્કરની વેબટીમ એક જ જવાબ આપતી રહી કે નવી વેબસાઈટમાં આ સમસ્યા નહીં હોય, પણ સોમનાથ મહાદેવ વાળો લેખ જોઇને તેમની પોકળતા ખુલ્લી પડી ગઈ (જુઓ નીચેનું ચિત્ર). નવી વેબસાઈટમાં પણ લિન્કની જગ્યાએ ગરબડીયા અક્ષરોની સમસ્યા તેમની તેમ છે. Read the rest of this entry »
હમ નહીં સુધરેંગે - દિવ્ય ભાસ્કર!
દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક અક્ષરોની સમસ્યા તેમની તેમ છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમેઈલ, ફોન, મોબાઈલ વડે સતત દિવ્ય ભાસ્કરના નાના માણસથી લઈને મોટા માણસ સુધી આ બાબતમાં ધ્યાન દોરવા છતાં પરિસ્થિતિ તેમની તેમ છે. કંઇ સુધારો નથી થયો. હા, નવા લેખો અપલોડ થવાથી વધારો જરૂર થયો છે!
આ છે આજના દિવ્ય ભાસ્કર વેબસાઈટ પરનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના એક લેખનો મહત્વનો ભાગ:

છ ફકરામાં રહેલી છ ગંભીર ભૂલોને કારણે ‘ફૂલપ્રૂફ’ પાસવર્ડ કેમ બનાવશો? આખો લેખ નકામો થઈ જતો જોઈ શકો છો!
આમ જોઈએ તો ગરબડીયા અક્ષરોની સમસ્યાવાળા લેખોની સંખ્યા એટલી પણ નથી કે મેન્યુઅલી સુધારો ન કરી શકાય. બીજું જ્યાં સુધી ગરબડીયા અક્ષરો સુધારી લેવાતા નથી ત્યાં સુધી એક નાનકડી નોંધ મૂકીને જાણ કરી શકાય. પણ દિવ્ય ભાસ્કરની વેબ ટીમ દિવ્ય ભાસ્કરનું ઈન્ટરનેટ રેપ્યુટેશન ખરાબ કરવાનો નિશ્ચય કરી બેઠી હોય તો આપણે શું કરી શકીએ?
દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર
પ્રિય મિત્રો,
રવિવારે પોસ્ટ નહીં મૂકવાનો વિચાર કર્યો હતો પણ આજે આ પોસ્ટ મૂક્યા વગર રહી શકતો નથી.
આજે વાત કરવી છે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ વિશે. સરસ મજાની સાઈટ છે, વાચન વૈવિધ્ય છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશે સરસ લેખોય આપે છે પણ ખાટલે મોટી ખોડ છે ગરબડીયા અક્ષર (Junk Characters). થોડા સમય પહેલાં કાર્તિક મિસ્ત્રીએ શબ્દો ચોર્યા વગર તેમના બ્લોગ પર લખ્યું હતું કે “દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે” અને મારે પણ આજે આ જ વાત અહીં કરવી છે.
જે સુવિધા વડે હું આ લેખ લખી રહ્યો છું તે ગુજરાતી ટાઈપપેડના સર્જક વિશાલ મોણપરા પર દિવ્ય ભાસ્કરના પત્રકાર લલિત ખંભાયતાએ એક લેખ કર્યો “અષ્ટાવક્ર કી-બોર્ડના સર્જક વિશાલ મોણપરા” લેખ સરસ થયો પણ જ્યારે ટાઈપપેડની લિન્કની જગ્યાએ આવ્યા ગરબડીયા અક્ષરઃ ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ! Read the rest of this entry »
