Archive for the ‘fevorites’ tag
ચાલો બનીએ નેટસૅવિ - ડિલિશિયસ
મથાળું વાંચીને આપને થયું હશે કે રાંધણકળાને બિરદાવતો શબ્દ નેટસેવિમાં ક્યાંથી?” હા, મિત્રો, આજનો વિષય ખરેખર ‘સ્વાદિષ્ટ’ છે.
- કોઇ મનગમતી વેબસાઇટ કે બ્લોગ મળી જાય કે તરત તેને ફેવરીટ્સમાં બુકમાર્ક કરી લેતા હશો, બરાબર? પણ આ રીતે કરેલા બુકમાર્ક ફકત આપણા પોતાના કોમ્પ્યુટર પર કામ આવે, મિત્ર કે ઓફિસ કે સાયબરકાફેના કોમ્પ્યુટર પર બેઠા હો ત્યારે?
- આપના મનગમતા વિષય “ગુજરાતી સાહિત્ય” વિશે ઘણી બધી વેબસાઇટ આપના ફેવરીટ્સમાં બુકમાર્ક કરેલી પડી છે તે આપના મિત્ર વર્તુળમાં વહેંચવી છે તો?
મિત્રો, ઉપરના બંને પ્રશ્નનો જવાબ અને આજની નેટસૅવિનો વિષય છે ડિલિશિયસ. આ એક સોસિયલ બુકમાર્ક સર્વિસ છે. જે આપને આપના બુકમાર્ક્સ ઓનલાઇન સેવ અને શેર કરવાની સગવડ આપે છે. કેવી રીતે તે જોઇએ. Read the rest of this entry »
