પ્રિય મિત્રો,
આજે રવિવારની રજાના મૂડમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું. કાર્તિક મિસ્ત્રીએ કૉપી-પેસ્ટ વિશે પોસ્ટ કરી એટલે મારા મનમાં એક સવાલ જાગ્યો છે જેના પરથી આજની આ પોસ્ટ કરવાનો વિચાર આવ્યો.
પ્રશ્ન – ગયા અઠવાડિયાના ચર્ચાસ્પદ કૉપી-પેસ્ટ બ્લોગરે સંદેશ તેમજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પરથી લખાણ કૉપી-પેસ્ટ કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કર્યો છે પણ ગુજરાત સમાચારની સાઈટ પરથી કેમ કોઇ લખાણ કૉપી-પેસ્ટ નથી કર્યું?
જવાબમાં કેટલાક વિકલ્પ મને સુજ્યા છે તે લખ્યા છે તેમાંથી કોઈ એક વિકલ્પ આપનો જવાબ હોય તો તે લખો અથવા તે ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ આપને સુજતો હોય તો તે લખો. પ્રશ્ન ફરી એક વાર – ગુજરાત સમાચારની સાઈટ પરથી કૉપી-પેસ્ટ કેમ નહીં?
A. ગુજરાત સમાચારની સાઈટ પર કૉપી-પેસ્ટ કરવા જેવા લેખ હોતા નથી.
B. ગુજરાત સમાચારની સાઈટ પરનું લખાણ કૉપી કરી શકાતું નથી.
C. ગુજરાત સમાચારની સાઈટ યુનિકોડમાં નથી અથવા યુનિકોડ સાઈટ ક્લિક વગી નથી.
D. ગુજરાત સમાચારની સાઈટનું નેવિગેશન બરાબર નથી. (લેખ સુધી પહોંચીએ ત્યારે કૉપી કરીએ ને?)
E. ગુજરાત સમાચાર કૉપીરાઈટ બાબત સભાન છે અને કડક હાથે કામ લે છે.
એક કરતાં વધુ વિકલ્પ યોગ્ય લાગતા હોય તો તે પણ જણાવી શકો છો…
મારો જવાબ પણ કાર્તિકની જેમ A+C+D છે. ગુ.સ.ની મુખ્ય સાઈટ યુનિકોડમાં નથી, બીજી એક સાઈટ છે જે યુનિકોડમાં છે પણ ઘણાંને તેની ખબર નથી.