Posts tagged: ચબરાકિયાં

ચબરાકિયાં (ભાગ – ૩)

By વિનય ખત્રી, April 26, 2008 7:00 am

૩૧. સફળતા મેળવવાની બે ચાવીઓ છે. ૧. બધું જ ન કહેવું.

૩૨. લગ્ન એ એક શબ્દ નથી. આખું વાક્ય છે!

૩૩. હું ૨૪/૭ સખત મહેનત કરું છું, અઠવાડિયે ૨૪ કલાક, વર્ષે ૭ મહિના!

૩૪. બોંબથી માણસો મરતા નથી પણ ધડાકાથી મરે છે!

૩૫. ગુસ્સામાંને ગુસ્સામાં ઊંઘી જતા નહીં, બદલો લેવાનું આયોજન કરો અને પછી સુઈ જાઓ.

૩૬. સાફ-સુથરી ટેબલ દેખાય તો તેનું ખાનું (ડ્રોઅર) ખોલી જોવુ (ચોક્ક્સ વેર-વિખેર હશે!) Continue reading 'ચબરાકિયાં (ભાગ – ૩)'»

ચબરાકિયાં (ભાગ – ૨)

By વિનય ખત્રી, April 13, 2008 7:00 am

૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!

૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.

૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!

૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!

૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!

૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને ‘ડેવલપ’ કરવા માટે અંધારું જોઈએ!

૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?

૩૦. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

***

ચબરાકિયાં (ભાગ – ૧)

કેટલાંક ચબરાકિયાં

By વિનય ખત્રી, April 5, 2008 7:00 am

૧. જો હું સમયની બચત કરું તો તે સમય મને (વ્યાજ સહિત) પાછો ક્યારે મળે?

૨. આ પછીનું વાક્ય સાચું છે. આ પહેલાનું વાક્ય ખોટું છે.

૩. મેં પહેલા કહ્યું તેમ હું એકની એક વાત વારંવાર કહેતો નથી!

૪. ક્યારેક મને એવી જરુર હોય છે જે ફક્ત તમે જ મને આપી શકો, આપની ગેરહાજરી!

૫. જો તમે પહેલા પ્રયત્ને સફળ થતા નથી તો આકાશમાંથી કુદકો મારવાનું સાહસ માંડી વાળજો.

૬. લડાઈથી એ નક્કી નથી થાતું કે કોણ સાચું છે, પણ એ નક્કી થાય છે કે કોણ બચ્યું છે! Continue reading 'કેટલાંક ચબરાકિયાં'»

એક વાક્ય – એક સ્મિત

By વિનય ખત્રી, March 31, 2008 7:00 am
  • અમારા છુટાછેડા ધાર્મિક મતભેદોને કારણે થયા, તે પોતાને ભગવાન માને છે, પણ હું નહીં.
  • મને ગાંડપણ નામનો રોગ નથી, શોખ છે!
  • હું ખૂબ મહેનતથી કામ કરું છુ કેમકે અબજો રૂપિયાની સખાવતો મારા ભરોશે છે!
  • કેટલાક લોકો હજુ જીવે છે કેમકે મારી નાખવું એ ગુનો છે!
  • જીવનને બહુ ગંભીરતાથી ન લેવું, કોણ જીવતું બચ્યું છે?
  • સુંદરતા આંખોમાં હોય છે, પીધેલા પુરુષની!
  • હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!
  • ભગવાનને મૂર્ખાઓ બહુ પસંદ હશે એટલે જ તેમણે આટલા બધાને બનાવ્યા!
  • હેંગઓવર એ બીજું કંઇ નથી પણ દ્રાક્ષનો ગુસ્સો છે!
  • હજારો કિલોમીટરની મુસાફરી બેંકમાંથી પૈસા કઢાવવાથી શરુ થાય છે!
  • “એક ચિત્ર હજારો શબ્દોની ગરજ સારે છે” સાવ સાચું પણ ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ઓછામાં ઓછી ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!

કેટલીક સાચી વ્યાખ્યાઓ

By વિનય ખત્રી, March 28, 2008 7:50 am

શાળા – એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

જીવન વિમો – મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.

નર્સ – એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન – એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.

આંસુ – પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર – પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે! Continue reading 'કેટલીક સાચી વ્યાખ્યાઓ'»

આવું કેમ થાય છે?

By વિનય ખત્રી, January 7, 2008 5:39 pm
  • જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
  • સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
  • જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
  • જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
  • નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
  • નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
  • જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
  • થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
  • ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.

ચબરાકિયાં અવતરણની દુનિયા

By વિનય ખત્રી, January 1, 2008 7:17 pm
  • આપણાં કરતાં ધીમે ગાડી ચલાવવા વાળા હંમેશા ડફોળ હોય છે અને તેજ ચલાવવા વાળા ચક્રમ!
  • કેટલું આશ્ચર્યજનક કહેવાય નહીં, દરરોજ છાપાના પાનાંઓમાં સમાઈ જાય તેટલી જ ઘટનાઓ બનતી હોય છે!
  • થોમસ એડિસન ન હોત તો આપણે અંધારામાં ટીવી જોવું પડયું હોત!
  • હું તણાવની અસરમાં તણાઈ જતો નથી, વહન કરું છું…
  • હું આપની કારના બ્રેક રિપેર ન કરી શક્યો પણ ચિંતા ન કરતા, હોર્નનો અવાજ વધારી દીધો છે.
  • મુરખાઓ સાથે ક્યારેય દલીલ ન કરવી, લોકોને ખબર કેમ પડશે કે બંનેમાં મુરખો કોણ છે?
  • આ બ્લોગ જેવો બ્લોગ બીજે ક્યાંય જોયો નથી, અને આવું હું દરેક બ્લોગ પર લખું છું.

ફાલતુ સવાલોના ફાલતુ જવાબ

By વિનય ખત્રી, December 20, 2007 1:01 pm

અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબ પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક…” ‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબ

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!” Continue reading 'ફાલતુ સવાલોના ફાલતુ જવાબ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.