Archive for the ‘camel story’ tag
મેનેજમેન્ટ સ્ટોરી - ઊંટની વાર્તા
બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:
મા, એક પ્રશ્ન પુછું?
હા બેટા, શું પુછવું છે તારે?
મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?
copied from http://funngyan.com/2008/07/25/camel_story/
બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.
સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?
બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!
અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?
બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે. Read the rest of this entry »
