Apr 012010
 

પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ, ના આજે કોઈને ‘ફૂલ’ બનાવવાનો વિચાર નથી. આજે ફનએનગ્યાન.કોમ ડોમેઈનને આજે વર્ષ ૨ વર્ષ પૂરા થયા. આ શુભ દિવસે ફનએનગ્યાન ટુલબાર અપડૅટ કરવાનું ભગિરથ કાર્ય હાથમાં લીધું છે. આપને વિનંતી છે કે આપના બ્લોગની માહિતી નીચે આપેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મેઈલ કરો.

બ્લોગનો વિષય ખાસ જણાવવું જરૂરી છે. આમ કરવાથી હજાર જેટલા બ્લોગમાંથી વાચક તેને ગમતા વિષય પર બ્લોગ માણી શકે. વિષયમાં તમે તમારા બ્લોગને લગતા પાંચેક શબ્દો જણાવો. દા.ત. કવિતા, સ્વરચિત, સંકલિત, રોજનિશી, હાસ્ય, વાર્તા, ગઝલ, રમતગમત, વાનગી, રાજકારણ,  ફિલ્મ, વગેરે…

આપના બ્લોગનો પરિચય નીચે પ્રમાણેના ફોર્મેટમાં

gujblog@gmail.com પર મેઈલ કરો.

આપનું નામ _______________________________________

ઈમેઈલ _________________________________________

હાલ ક્યાં રહો છો? ___________________________________

ગુજરાતમાં ક્યાંના? __________________________________

બ્લોગનું નામ ______________________________________

બ્લોગની લિન્ક _____________________________________

બ્લોગ વિષય ______________________________________

બીજું આપની જાણમાં હોય એવા તમામ બ્લોગરોને જાણ કરવા વિનંતી તેમજ તેમના બ્લોગની લિન્ક મને મોકલાવશો જેથી હું તેમને માહિતી માટે સંપર્ક કરી શકું.

ગુજરાતી બ્લોગ જગત ૧,૦૦૦ના આંકને ક્યારનું પાર કરી ચૂક્યું છે. આટલા બધા બ્લોગનો સમાવેશ કરવો એ અઘરું કામ છે, છતાં બીડું જડ્પ્યું છે. વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને ટૂલબાર અપડૅટ કરી આપની સમક્ષ આવતા મહિને રજૂ કરવાનો વિચાર છે.

નોંધ આપના બ્લોગ વિશેની માહિતી અહીં કોમેન્ટમાં ન મૂકતાં ઉપર જાણાવેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મોકલવાની છે.

-વિનય ખત્રી

May 102009
 

પ્રિય મિત્રો,

લોકો બહારવટું કરતા એવું આપણે સાંભળ્યું છે તેવી રીતે બ્લોગ જગતમાં પણ કેટલાક બહારવટે ચડ્યા છે. બહારવટિયા દિવસે ડહ્યાડમરા થઈને સમાજમાં રહેતા અને રાત્રે બુકાની બાંધીને બહારવટું કરતા તેમ બ્લોગ જગતના બહારવટિયાઓ પણ બ્લોગ જગતમાં હળીમળીને રહે અને બહારવટાનું કામ પ્રોક્ષીસર્વરની બુકાની બાંધી કરે. સૌપ્રથમ એમ એમ પટેલના નામે એક બહારવટિયો બહાર પડ્યો’તો. તેણે ઊંઝા જોડણીનો બહુ વિરોધ કર્યો. કોઈ શિકારી બન્યો તો કોઇ ફાધર ઓફ શિકારી! એમ એમ પટેલની સામે થયો એક બીજો બહારવટિયો તેણે તકરાર નામે બ્લોગ બનાવ્યો. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

ઊંઝાના વિરોધીએ મારા બ્લોગ પર ઘણી નનામી કોમેન્ટ કરી તેથી મેં તેમને કહ્યું કે ભાઈ! તમે આવી રીતે નનામી કોમેન્ટ મારા બ્લોગ પર કરો છો તેના કરતાં પોતાનો બ્લોગ બનાવો અને મને આમાંથી મુક્તિ આપો. આ બધી વાતો કોમેન્ટમાં થઈ’તી. ઈમેઈલ આપવામાં બુકાની ખુલી જવાનો ડર. મારી વિનંતીને માન આપીને તેમણે બ્લોગ્સ બનાવ્યો – ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

તે પછી ઘણો સમય શાંતિ હતી અને હવે એક નવો બ્લોગ બન્યો છે – સાંઠે બુદ્ધિ નાઠી. જેના વિશે મિત્ર ચિરાગે બધાને જાણ કરી છે તેથી અહીં ફરીથી લખતો નથી. મિત્ર ચિરાગ વકિલ રોકીને બ્લોગર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાના છે.

નનામી કોમેન્ટ અને નનામા બ્લોગ બહુ જ મોટો માથાનો દુખાવો છે. સમગ્ર ચિત્રને જોતાં આ ઊંઝા તરફીઓ અને વિરોધીઓનો બખેડો છે. મારી જોડણી વિશેની પોસ્ટ પર આવતી નામી અનામી કોમેન્ટ પરથી એટલું સમજી શકું છું કે ફરી પાછા આવા તત્વો સક્રિય થયા છે. (મારે કોમેન્ટ મોડરેશન સુધારવું પડશે!)

મારો કહેવાનો મતલબ એટલો જ કે જે તમને કહેવું જેને કહેવું છે તે સિધે સિધું કહી દોને! આ બુકાનીઓ શા માટે? અને બીજું જ્યારે તમે તમારા વિચાર જાહેરમાં રજુ કરો છો ત્યારે ભાષા પર કાબુ રાખવો જરૂરી. કલુષિત ભાષામાં લખેલા લેખને સખત રીતે વખોડીને વિરમું છું.

નોંધ – આલેખ મારા વિચાર રજુ કરે છે, જે તે બ્લોગનો પ્રચાર નહીં તેથી જે તે બ્લોગની લિન્ક આપવામાં નથી આવી.

Mar 012008
 

પ્રિય મિત્રો,

આવતે અઠવાડિએ મને ગુજરાતી બ્લોગ જગતમાં એક વર્ષ પુરું થશે. આ એક વર્ષ દરમ્યાન સારા-માઠા ઘણા અનુભવો થયા. તેમાંથી સૌથી વધારે તકલીફ થઈ હોય તો તે નનામી પ્રતિભાવોથી. આ નધણીયાતી કોમેન્ટ્સ એક માથાનો દુઃખાવો છે. એક નનામી કોમેન્ટ આખી ક્રિએટિવિટી ખતમ કરી નાખે છે અને રાઈટર બન્યા પહેલાં જ ‘રાઈટર્સ બ્લોક’ આવી જાય છે!

આ બ્લોગની શરુઆત થઈ ગોલમાલ નામના બેનામી બહુરુપિયાની અનૉનિમસ કોમેન્ટ્સને કારણે. ગુજરાતી બ્લોગ જગતનું એક જાણીતું નામ ગોલમાલને નામે ઘાલમેલ કરે છે અને તે કોણ છે તેનો મને અંદેશો છે. Continue reading »

Jan 162008
 

પ્રિય મિત્રો,

તડાફડી ટુલબાર: એક તટસ્થ અને સંપુર્ણ ટુલબાર આપની સમક્ષ મુકતાં આનંદ થાય છે. આજે જ આપનું ટુલબાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

તડાફડી ટુલબાર

આ ટુલબારમાં સર્ચ, વેબ/બ્લોગ, ફીડ રીડર, યાદી, રેડીયો અને ન્યુઝ ટીકર છે.

વેબ/બ્લોગમાં બ્લોગ જગતના લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે. Continue reading »