પ્રિય મિત્રો,
આવતે અઠવાડિએ મને ગુજરાતી બ્લોગ જગતમાં એક વર્ષ પુરું થશે. આ એક વર્ષ દરમ્યાન સારા-માઠા ઘણા અનુભવો થયા. તેમાંથી સૌથી વધારે તકલીફ થઈ હોય તો તે નનામી પ્રતિભાવોથી. આ નધણીયાતી કોમેન્ટ્સ એક માથાનો દુઃખાવો છે. એક નનામી કોમેન્ટ આખી ક્રિએટિવિટી ખતમ કરી નાખે છે અને રાઈટર બન્યા પહેલાં જ ‘રાઈટર્સ બ્લોક’ આવી જાય છે!
આ બ્લોગની શરુઆત થઈ ગોલમાલ નામના બેનામી બહુરુપિયાની અનૉનિમસ કોમેન્ટ્સને કારણે. ગુજરાતી બ્લોગ જગતનું એક જાણીતું નામ ગોલમાલને નામે ઘાલમેલ કરે છે અને તે કોણ છે તેનો મને અંદેશો છે. Continue reading 'નનામી કોમેન્ટ્સ અને સરદર્દ'»
પ્રિય મિત્રો,
તડાફડી ટુલબાર: એક તટસ્થ અને સંપુર્ણ ટુલબાર આપની સમક્ષ મુકતાં આનંદ થાય છે. આજે જ આપનું ટુલબાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

આ ટુલબારમાં સર્ચ, વેબ/બ્લોગ, ફીડ રીડર, યાદી, રેડીયો અને ન્યુઝ ટીકર છે.
વેબ/બ્લોગમાં બ્લોગ જગતના લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે. Continue reading 'આવી ગયું છે: તડાફડી ટુલબાર'»
તડાફડી
|
ઇન્ટરનેટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, એક્સપ્લોરર, ગુજરાતી, ટુલબાર, તડાફડી ટુલબાર, નૅવિગેટર, નેટસ્કેપ, નેટસ્કેપ નૅવિગેટર, ફાયરફોક્સ, બ્લોગ જગત, મોઝીલા, મોઝીલા ફાયરફોક્સ
૨૦૦૮નું વર્ષ આજે રાતથી બેસી જશે ત્યારે મારે તમારી સાથે બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે (ગુજરાતી બ્લોગ વિશ્વનો પરિચય મને કેવી રીતે થયો તે આપ ‘ઋણ સ્વીકાર‘ પાના પર વાંચી શકશો).
વિશ્વના બ્લોગ જગતના જાણવા જેવા એક શુભ સમાચાર:
ફોર્બ્સ સામયિક દ્વારા કરાયેલા ‘વિશ્વની ૨૫ પ્રખ્યાત ‘વેબ’ વ્યક્તિઓની યાદી’માં મૂળ ભારતીય એવા ઓમ મલિક નામના બ્લોગર ૧૨મા સ્થાને આવ્યા છે.
આ સમાચાર મેં ૨૭ ડિસેમ્બરના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા.
અભિનંદન.