Jan 202010
 

પ્રિય મિત્રો,

આજે બુધવાર, ૨૦-૦૧-૨૦૧૦, મહા સુદ ૫ અને વસંત પંચમીનો શુભ અવસર.

આજથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. વસંત ઋતુને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વૃક્ષો જૂના પાન ત્યજીને નવા પાન ધારણ કરે છે. વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર વેલેન્ટાઈન ડેમાં ઘણું સામ્ય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા થાય છે.

શહેરમાં રહીને આપણે જ્યારે વેલેન્ટાઈન ડે મય થઈ ગયા છીએ ત્યારે વસંત પંચમી વિશે મને ગમતી સુરેશ દલાલની કવિતા ફરી એક વાર મૂકું છું:

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંત પંચમી છે?

આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ…

વિશેષ વાંચન: વસંત પંચમી વિશે દિવ્ય ભાસ્કર અને સંદેશના લેખ.

Powered By Indic IME