પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર અને ખાસ કરીને ફેસબુક પર જે કાવ્ય પ્રકાર બહુ જ પ્રચલિત થયો છે તે છે પ્રતિકાવ્ય અને હઝલ. મારી સમજ પ્રમાણે પ્રતિકાવ્યમાં મૂળ કાવ્યનો છંદ જાળવવામાં આવે છે અને હઝલ એ હાસ્ય ગઝલનું ટૂંકું રૂપ છે જે છંદોદ્બદ્ધ હોય છે. આપણે અહીં જે પ્રતિકાવ્યોની વાત કરીએ છીએ તેમાં એક જ છંદ વપરાયો હોય છે, ‘સ્વછંદ’!

આજે આપણે એક નવો કાવ્ય પ્રકાર ‘ટીઝલ’ વિશે જાણીશું. ’ટીઝલ’ શબ્દ ‘ટીઝર’ અને ગઝલ પરથી બનાવ્યો છે. કારણ કે અહીં ‘ટીઝલ’ના નામે જે રચનાઓ મૂકી છે તેને ગઝલ ન કહી શકાય (છંદોદ્બદ્ધ નથી) તેમજ હાસ્ય ઉત્પન્ન ન થયું હોય તો  ’હઝલ’ પણ કહી શકાય નહી, તેથી ‘ટીઝલ’.

નોંધ અને સ્પષ્ટતા: ‘ટીઝલ’માં ‘ટી’ ટીખળનો નથી, નથી, નથી જ!

આટલી પ્રસ્તાવના પછી માણીએ નિદા ફાઝલી સાહેબની મૂળ રચના અને પછી મારી ‘ટીઝલ’:

મીર ઔર ગાલિબ કે શેરોને કિસકા સાથ નિભાયા હૈ?
સસ્તી ગઝલેં લીખ કર હમને અપના ઘર બનાયા હૈ!
-નિદા ફાઝલી

(૧)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નિભાયા હૈ?
‘નાની બચત યોજના’મેં હમને સારા પૈસા લગાયા હૈ!

(૨)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘પાવશેર’ લગાકર હમને ‘સવાશેર’ હો કે દિખલાયા હૈ!

(૩)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
દેશ કે કોને કે એક ગાંવને હમેં સારી ઉમ્ર સંભાલા હૈ!

(૪)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
બકરીયાં ‘ચરા’ કર હમને અપના ‘ગુજરાન’ ચલાયા હૈ!

(૫)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘જોડકણાં’ બનાકર હમને અપના ‘ગાડા ગબડાયા’ હૈ!

-વિનય ખત્રી

શબ્દાર્થ: શે’ર = (૧) ભાગ, હિસ્સો, (૨) મણના ચાળીશમાં ભાગ જેટલું માપ, (૩) શહેર, (૪) વાઘ, સિંહ, ચિત્તો, (૫) કવિતાની કડી.

 

પ્રિય મિત્રો,

બ્લૉગ જગતમાં આજકાલ જે કંઈ થઈ રહ્યું છે તે વિશે જાણીતા કવિ શ્રી પંચમભાઈ શુક્લએ લંડનથી એક મસ્ત મજાની હઝલ લખી મોકલાવી છે. હઝલની શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે તેઓ લખે છે, “બ્લોગજગતના સાંપ્રત ડહોળાયેલા વાતવરણની અસર રૂપે જન્મેલી આ હઝલ તમને રવાના કરું  છું. આશા છે માણવી ગમશે. શક્ય છે આ હઝલના અમુક અશઆર ચોક્ક્સ પ્રકારના બ્લોગ/બ્લોગર જૂથોને લાગુ પડતા હોય એમ બનવાનો પૂરો સંભવ છે આથી સહુને બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.”

બ્લૉગજગતને તીરે (નાળે) તીરે (નાળે) – પંચમ શુક્લ

આ જોડણી, આ કોષને પૂંઠે દબાવી દઉં,
વાચાળ-ને-ખામોશને પૂંઠે દબાવી દઉં.

અકરાંતિયા માફક મળે તે ઝટ ગટર ઓરું,
હર સ્વાદના સંતોષને પૂંઠે દબાવી દઉં.

આ બોલનારા એમ ભસનારા કરડનારા,
નપુસંક સહુના રોષને પૂંઠે દબાવી દઉં.

મણમણની સોફાવ્યાં છતાં હૈયે નથી ટાઢક,
દિવેલ દઈ આક્રોશને પૂંઠે દબાવી દઉં.

આનંદથી, થઈ બેફિકર, ગમતું ઘસે રાખું,
આ સાર્થ-ઊંઝા દોષને પૂંઠે દબાવી દઉં.

આ શબ્દની બેઠક ઊપર બેઠા પછી હરરેક-
મસૃણને ને ઠોસને પૂંઠે દબાવી દઉં.

હું એમ સમલૈંગિક ચુંબનની ઘડી ઉજવું,
મુજ ઓષ્ઠ પરના ગ્લૉસને પૂંઠે દબાવી દઉં.

એ પાર્વતીનું શવ લઈ તાંડવ રચે પહેલા,
નટરાજ આસુતોષને પૂંઠે દબાવી દઉં.

૨૦-૪-૨૦૧૦

(શબ્દાર્થ: મસૃણ = કોમળ, સુંવાળું, મુલાયમ)

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME