Posts tagged: સ્પર્ધાત્મક

જાપાનીઓને ગમતી તાજી માછલી

By વિનય ખત્રી, March 10, 2009 7:00 am

જાપાનીઓને ખાવા માટે હંમેશા તાજી માછલીઓ જોઇએ. જાપાનના નજીકના પાણીમાં તે મળવી મુશ્કેલ. તેથી માછીમારો મોટી નાવ લઈને દૂર સુધી જવા લાગ્યા. આમ કરવાથી વધારે સમય લાગતો અને માછલીઓ જોઈએ તેવી તાજી નહોતી રહેતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માછીમારોએ નાવમાં ફ્રીજ (રેફરીજરેટર)ની સગવડ કરી પણ તાજી માછલી અને થીજાવેલી માછલીના સ્વાદનો ફરક જાપાનીઓથી છાનો ન રહ્યો અને તેમણે ફરિયાદ કરી. માછીમારોએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો. હવે તેઓ નાવની અંદર એક પાણીની ટાંકી બેસાડી. માછીમારો માછલી પકડીને પાણીની ટાંકીમાં નાખી દેતા. સ્વાદ શોખીન જાપાનીઓને આવી રીતે બંધિયાર પાણીમાં દિવસો સુધી પડી રહેલી માછલીના સ્વાદમાં અને તરવરતી તાજી માછલીના સ્વાદમાં બહુ ફરક દેખાયો.

માછીમારો મુંજાયા, હવે કરવું શું? તાજી માછલીઓ મળતી નથી અને મળે છે તે શહેરમાં પહોંચતા સુધી તાજી રહેતી નથી. આખરે માછીમારો પણ જાપાની ખરાને? તેમણે ઉપાય શોધી કાઢ્યો. Continue reading 'જાપાનીઓને ગમતી તાજી માછલી'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.