Posts tagged: સર્ફગુજરાતી.કોમ

એક લાંબા વિરામ બાદ…

By વિનય ખત્રી, September 17, 2008 7:00 am

પ્રિય મિત્રો,

એક લાંબા વિરામ બાદ આજે બ્લોગ અપડેટ કરવા બેઠો છું ત્યારે આપની સાથે કેટલીક વાતો કરવી છે.

૧. સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ સરસ થઈ રહ્યું છે. પહેલી ટ્રાયલ સફળ થઈ. નાની-નાની કેટલીક ભૂલો છે તેમજ અમુક જ્ગ્યાએ યુનિકોડ ફોટ બરાબર દેખાતા નથી. સુધારા વધારા થઈને અઠવાડિયામાં આવી જશે. બધુ સમું પાર પડ્યું તો પહેલે નોરતે અપલોડ કરી દઈશ. પ્રોગ્રામર સાથે સતત ૧૫-૨૦ દિવસ માથાફોડી કરી પણ લાગે છે કે ધાર્યું પરિણામ જોવા મળશે. સર્ફગુજરાતી.કોમ એ ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃત્તિ છે જે ટૂલબાર ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી સાધનો સાથે આવશે.

૨. મનીષભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર તેમણે સર્ફગુજરાતી.કોમ માટે સરસ મજાની ડિઝાઈન બનાવીને મોકલાવી છે:

Surf Gujarati logo design by Manish Mistry

૩. આ સમય દરમ્યાન ઘણાં બધા નવા બ્લોગ બન્યા, તેમાંથી આ બે બ્લોગનો ફન-એન-ગ્યાન પર ઉલ્લેખ કરવો જરૂરી છે: અ) જોડણીની જાણકારી અને બ) ઊંઝા જોડણી.

૪. જોડણીના નિયમો વિશેના લેખ જુ.કાકા (જુગલકિશોર વ્યાસ) ના બ્લોગ પર વાંચ્યા હતા, તે પછી આ બ્લોગ પર જોડણી વિશેની માહિતી જાણવા મળી.

૫. બીજા બ્લોગનો અત્રે ઉલ્લેખ કરવો એટલે જરૂરી લાગ્યું કે અજ્ઞાતભાઈ હવે અજ્ઞાત નથી રહ્યા. કોઈ પણ બ્લોગ પર જોડણી વિશયક પોસ્ટ મુકવામાં આવે કે તરત જ તેમની અજ્ઞાત કોમેન્ટ આવી જ જાય! વળી દરેક વખતે તેમણે નવું નામ ધારણ કર્યું હોય! હવે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે તેથી હવે અજ્ઞાત રહીને પણ એક્સેસિબલ બન્યા છે.

૬. બંને બ્લોગની મુલાકાત લેતાં એક વિરોધાભાસ જોવા મળ્યો: લિપિ સુધારણા વિશેના સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો હતો.) જ્યારે આજે મર્દમુછાળાને પણ અજ્ઞાતનામે અને પ્રોક્ષીના બુરખા પહેરીને વિરોધ કરવો પડે છે!

આવતી કાલથી રાબેતા મુજબ ભારતીય સમય પ્રમાણે સવારે સાત વાગ્યે પોસ્ટ મુકવામાં આવશે.

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.