Posts tagged: સરદારજી

સમસ્યા એક ઉપાય બે!

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

સ્વપ્નોના સરદાર

By વિનય ખત્રી, April 22, 2008 7:00 am

સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.

ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.

સરદારજી: કાલથી લઉં તો ચાલે?

ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?

સરદારજી: આજે ફાઇનલ છે!

હાથી, મહાવત અને સરદારજી

By વિનય ખત્રી, April 12, 2008 7:00 am

એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.

મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો. કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.

દિવસ દરમ્યાન ઘણા લોકો આ પડકાર જીલી લેતા અને હાથીને બેપગે ઊભો રહેવા માટે અલગ અલગ રીત અજમાવતા. કોઈ બોલીને હાથીને બેપગે ઊભું રહેવા કહેતું તો કોઈ બુચકારીને, કોઈ એક્ટીંગ કરીને તો  કોઈ ઠપકારીને. હાથીને કંઇ અસર નહોતી થતી અથવા એમ કહી શકાય કે કંઇ ન કરવા માટે મહાવતે તેને તૈયાર કર્યો હતો! લોકોને આમ કરતાં સારું એવું મનોરંજન મળતું અને મહાવતને સારી એવી કમાણી થતી અને પોતાનું અને હાથીનું પેટ ભરી શકતો. ગામમાં લોકોનો રસ ઓછો થતાં તે બીજા ગામે જતો અને એવી રીતે તેનું ગુજરાન ચાલતું. Continue reading 'હાથી, મહાવત અને સરદારજી'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.