પ્રિય મિત્રો,
ગઈકાલે મારા ઈનબોક્ષમાં એક મેસેજ દેખાયો, નિંગ ગ્રૂપ મફત સેવા બંધ કરે છે!

નિંગની ગ્રૂપ બનાવવાની મજાની સગવડ વિશે ’તમે પણ બનાવો તમારો નિંગ ગ્રૂપ’ લેખ લખવાની તૈયારીઓ ચાલતી હતી. Continue reading 'નિંગ ગ્રૂપ – એક સારા કે ખરાબ સમાચાર'»
પ્રિય મિત્રો,
બ્લોગ જગતમાં થયેલી કેટલીક નવા-જૂની, ટૂંકમાં…
૧. તરૂણ પટેલનું ગુજરાતીબ્લોગર્સ.કોમ બંધ છે. કાર્તિક મિસ્ત્રી કહે છે કે ‘પ્રયત્ન સારો હતો…’
૨. રાજ મેકવાનનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ પણ તેમણે બંધ જાહેર કર્યો છે.
૩. કાર્તિક મિસ્ત્રીએ પણ હમણાં થોડો સમય બ્લોગ પર પોસ્ટ ન મૂકવાનો નિયમ લીધો છે. થોડો એટલે કેટલો? તેઓ જ કહી શકે!
૪. વર્ડપ્રેસ બ્લોગ પર પહેલા સ્લાઈડ શો મૂકવા માટે અન્ય સાઈટની મદદ લેવી પડતી હતી, હવે જરૂર નહી પડે.
૫. અમિતભાઈ(અમીઝરણું)ના ઘેર પુત્ર જન્મ થયો છે.
૬. જયભાઈ (બંસીનાદ)ને પિતૄશોક થયો છે.
ભૂલચૂક લેવીદેવી…
-વિનય ખત્રી
પ્રિય મિત્રો,
તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…
તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:
-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ
લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!
આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.
રીડ ગુજરાતીનો જુનો એક લેખ આજે વિશ્વ પુસ્તક દિન
આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?

૧૯૯૦માં જ્યારે ઈન્ટરનેટ એટલે એન્જિનિઅર અને સાયન્ટિસ્ટ માટેની સગવડ એવી માન્યતા બંધાતી હતી તે સમયે ઈન્ટરનેટને લોકભોગ્ય બનાવનાર સર્વ પ્રથમ ઈન્ટરનેટ એક્સપ્લોરર નામે નેટસ્કેપ નૅવિગેટર આ મહિનાના અંતે તેનો સપોર્ટ પાછો ખેંચી રહ્યો છે એવા સમાચાર વાંચીને ઘણું દુઃખ થયું.
૧૯૯૦થી ૧૯૯૫ સુધી એક ચક્રી સામ્રાજ્ય ચલાવીને ખૂબ ઊંચે આવેલી આ કંપની ૧૯૯૫માં માઈક્રોસોફ્ટના આ ક્ષેત્રમાં આવવાથી નબળી પડતી ચાલી અને અંતે એઓએલ સાથે જોડાઈ ગઈ પણ નસીબ આડેનું પાંદડું ખસ્યું નહીં. છેવટે નેટસ્કેપના કેટલાક પ્રોગ્રામર છુટા થઈને ફાયરફોક્સ બનાવ્યું. પછીથી બીજા પણ જોડાઈ ગયા અને આજે ફાયરફોક્સની ચડતી છે અને નેટસ્કેપની પડતી થઈ છે.
તડાફડી ટુલબાર
ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત
નેટસ્કેપ અને
ફાયરફોક્સ બંનેમાં ચાલે છે તે આપની જાણ ખાતર.
૨૦૦૮નું વર્ષ આજે રાતથી બેસી જશે ત્યારે મારે તમારી સાથે બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે (ગુજરાતી બ્લોગ વિશ્વનો પરિચય મને કેવી રીતે થયો તે આપ ‘ઋણ સ્વીકાર‘ પાના પર વાંચી શકશો).
વિશ્વના બ્લોગ જગતના જાણવા જેવા એક શુભ સમાચાર:
ફોર્બ્સ સામયિક દ્વારા કરાયેલા ‘વિશ્વની ૨૫ પ્રખ્યાત ‘વેબ’ વ્યક્તિઓની યાદી’માં મૂળ ભારતીય એવા ઓમ મલિક નામના બ્લોગર ૧૨મા સ્થાને આવ્યા છે.
આ સમાચાર મેં ૨૭ ડિસેમ્બરના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા.
અભિનંદન.