પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી સમયાંતરે સુવિધાઓ ઉમેરવામાં આવતી હોય છે અને તેની જાહેરાત વર્ડપ્રેસના અંગ્રેજી બ્લોગ પર કરવામાં આવતી હોય છે.

વહી ગયેલા સમય દરમ્યાન પણ બ્લૉગર માટેની ઘણી ઉપયોગી સેવાઓ વર્ડપ્રેસ તરફથી ઉમેરવામાં આવી છે તેમાંથી સૌથી વધારે ઉપયોગી અને મહત્વની સેવા ઉમેરવામાં આવી હોય તો તે છે વર્ડપ્રેસ લર્ન.

વર્ડપ્રેસ બ્લોગ વાપરવા માટેની તમામ સુચનાઓ અહીં સરસ રીતે સમજાવવામાં આવી છે. શરૂઆત બ્લોગ કેવી રીતે બનાવશોથી થાય છે. નવોડિયા બ્લૉગરથી લઈને અનુભવી બ્લોગર માટેનું માર્ગદર્શન પૂરું પાડતી આ ગાઈડના પહેલા પાને તમને બ્લૉગિંગ સુપરસ્ટાર બનાવવાની વાત કરીને શૂન્યમાંથી સર્જક (ઝીરોથી હીરો) એવું મથાળું બાંધીને શરૂઆત કરી છે. ઈન્ટરેસ્ટીંગ.

વધુ સમય ન લેતાં વર્ડપ્રેસ લર્નની મુલાકાત લેવાનું સૂચન કરી વીરમું છું.

હેપ્પી હોળી. હોળીની શુભેચ્છાઓ.

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME