Apr 142010
 

પ્રિય મિત્રો,

‘ચીઝ’ શબ્દ વાંચીને તમને ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પીત્જા અને ચીઝ દાબેલી (હા, પુણેમાં ચીઝ દાબેલી પણ મળે છે!) વગેરે વાનગીઓ યાદ આવી હશે. પણ આ વાનગી વિભાગ નથી, આ અદ્‌ભુત કળાનો વિભાગ છે અને અહીં આપણે એવી કળાઓ વિશે જાણીએ છીએ કે જેને જોઈને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, અદ્‌ભુત!

સૌ પ્રથમ આપણે કેટલીક રચનાઓ જોઈએ…

Continue reading »

Aug 042008
 

પ્રિય મિત્રો,

અદભૂત કળાના આ વિભાગમાં આપણે વિવિધ કળાની જાણકારી મેળવીએ છીએ. આજનો વિષય છે પૂઠા વડે અદભૂત શિલ્પકળા.

Amazing Art with Cardboard

આ સાયકલ જોઇને તમને થશે કે ચાલો એક આંટો મારી આવું પણ થોભો.આ સાચી સાયકલ નથી પણ ગુંદર વડે ચોંટાળીને બનાવેલું પૂઠાનું શિલ્પ છે અને તેના રચનાકાર છે એક અંગ્રેજ કલાકારઃ Chris Gilmour

સામાન્ય સાયકલ જેવડું જ શિલ્પ ફક્ત પૂઠા અને ગુંદર વડે બનેલું છે. તેમાં ટેકા માટે લાકડું કે લોખંડ કંઈ પણ વાપર્યું નથી.

કલાકારના બીજા શિલ્પ અને વધુ વિગતો માટે કલાકારની વેબસાઈટની મુલાકાત લો (જોકે કલાકાર અંતર્મુખી છે, બહુ ઓછી વિગત મૂકી છે).

May 092008
 

આ સિંગર સિલાઇ મશીન લોખંડનું નહીં પણ કેકનું બનેલું છે, અને કાપડ, કાતર, દોરા, બટન વગેરે સુશોભન કરવાની ખાંડના બનેલા છે! Continue reading »

Powered By Indic IME