Archive for the ‘વાર્તા’ tag
વ્યસ્તતા! (મેનેજમેન્ટ સ્ટોરી-૬)
એક સશક્ત કઠીયારો એક લાકડાના વેપારી પાસે કામે લાગ્યો. તેને સારા પગારની એક સારી નોકરી મળી. કઠીયારો સખત મહેનતુ હતો અને દિલ દઈને કામ કરતો હતો.
તેના શેઠે તેને એક કુહાડી આપી અને લાકડા કાપી લાવવા કહ્યું. પહેલા દિવસે તે ૧૫ ઝાડ કાપી લાવ્યો. “અભિનંદન!” શેઠે સાબાશી આપી. કઠીયારો ઉત્સાહિત થયો અને બીજા દિવસે વધારે મહેનત કરી પણ ૧૦ ઝાડ જ કાપી શક્યો. ત્રીજા દિવસે તેણે આગલા દિવસ કરતાં વધારે મહેનત કરી પણ ફક્ત ૭ ઝાડ કાપી શક્યો. દરરોજ કપાયેલા ઝાડોની સંખ્યા ઘટતી ગઈ. એવું ન્હોતું કે કઠીયારો મહેનત ન્હોતો કરતો, બિચારો સવારે વહેલો ઊઠીને કામે લાગતો તે સાંજે મોડો ઘેર પાછો ફરતો. દિવસ આખો સખત મહેનત કરતો પણ કપાયેલા લાકડાંનો જથ્થો ઘટતો જતો હતો. Read the rest of this entry »
